ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી ઓછું નથી. આ રમતમાં રમવા વાળા ખલાડીઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. તે જ્યાં જાય છે ત્યાં ફેંસ તેને ઘેરી લે છે અને તેની સાથે ફોટા પડાવવા માટે લાંબી લાઈનો લગાવે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોવિંગ પણ જોરદાર છે.
ભારતમાં તેમના લાખો દીવાના છે. તેમની ખ્યાતી કોઈ ફિલ્મી કલાકારોથી ઓછી નથી. તે જેટલા મોટા ખેલાડી છે એટલા જ સારા માણસ પણ છે, અને તે ઘણી વખત તેમણે સાબિત પણ કર્યુ છે. ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ તો તેના લાંબા વાળના આશિક હતા. મુશર્રફ ઉપરાંત બીજા પાકિસ્તાની છે જે મહેન્દ્ર સિંહ ધોનીના મોટા ફેન છે. આ ફેનનું નામ છે મથીરા ખાન.
મથીરા પાકિસ્તાની અભિનેત્રી અને સિંગર છે. તે કોઈ પાકિસ્તાની ખેલાડીની નહિ પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીવાની છે. તે ધોની અને અને તેની સાથે જોડાયેલ એક સરસ કિસ્સો પણ સંભળાવે છે. મથીરા જણાવે છે કે ધોનીએ તેની ઈમીગ્રેશન દરમિયાન મદદ પણ કરી છે. તેમણે મજાકમાં કહ્યું કે તે જો તે પોતે પાકિસ્તાનના વજીરેઆલમ હોત તો ભારતને કહેત કે આખો દેશ લઇ લો પરંતુ ધોનીને આપી દો.
મથીરાએ પોતાના ઈન્ટરવ્યુંમાં એક તરફી શેર કર્યો છે, તેમણે કહ્યું કે આજથી થોડા વર્ષો પહેલા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન પ્રવાસ ઉપર આવી હતી અને તે સમયે તે લગભગ ૧૫ વર્ષની હતી. સંયોગથી એક સાંજે તે જે હોટલમાં ડીનર કરી રહી હતી, ત્યાં ભારત અને પાકિસ્તાન બન્ને જ ટીમોના ખેલાડીઓ આવી ગયા હતા. મથીરાએ કહ્યું કે હું પણ એક સામાન્ય માણસની જેમ મારા પસંદગીના ક્રિકેટ સ્ટાર્સને જોઈને ઘણી જ વધુ એકસાઈટેડ થઇ ગઈ, અને બધાની પાસે ઓટોગ્રાફ લેવા પહોચી ગઈ.
આમ તો તે સમયે થોડા પાકિસ્તાની ખેલાડીઓએ મને ઓટોગ્રાફ તો આપ્યા પરંતુ મારી ઉપર ગુસ્સે થઇ ગયા. તેમણે મને મેણા માર્યા કે લોકો શાંતિથી ખાવા પણ નથી દેતા. મારું મન એકદમથી ઉદાસ થઇ ગયું, મને રડવાનું મન થવા લાગ્યું અને હું મારા ટેબલ તરફ આવવા લાગી, ત્યારે એક ઇન્ડિયન ક્રિકેટરે મને બોલાવી અને કહ્યું કે અમે પણ ક્રિકેટર છીએ, અહિયાં આવીને ઓટોગ્રાફ લઇ લો.
મેં પાછળ વળીને જોયું તો તે કોઈ બીજા નહિ પરંતુ ઇન્ડિયાના બેસ્ટ કેપ્ટન મિસ્ટર ધોની હતા. હું મારી લાગણીનું વર્ણન નથી કરી શકતી કે મને તે વખતે કેટલો આનંદનો અનુભવ થઇ રહ્યો હતો. ધોનીએ ન માત્ર મને ઓટોગ્રાફ આપ્યો પરંતુ મને રીલેક્સ થવાનું પણ કહ્યું. મથીરાએ કહ્યું કે એટલો મોટો ખેલાડી અને તેને ઘમંડ નામની વાત નથી, હું ખરેખરમાં તેની ઘણી મોટી ફેન છું. ખુદા તેને સલામત રાખે.
એ તો સ્પષ્ટ છે કે મહેન્દ્ર સિંહ ધોનીનો સ્વભાવ અને વર્તન બીજા દરેક કરતા અલગ છે. એમના ફેન્સ પણ એમના આ અંદાજના દીવાના છે. હાલમાં જ રમાયેલી ઓસ્ટ્રેલીયા સાથેની વનડે સીરીઝમાં ત્રણેય મેચમાં ધોનીએ અર્ધ શતક મારીને જણાવી દીધું કે તે હજુ પણ ફીટ અને હીટ છે.