પાકિસ્તાનના મિત્ર ચીનનો ભારતના સંચાર માધ્યમ પર એટેક, 44 ચાઈનીઝ એપે આપણને બનાવ્યા ગુલામ.

આજ કાલ સ્માર્ટફોનના યુગમાં મોબાઈલમાં ઘણા પ્રકારના ફ્યુચરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને અનેક પ્રકારની એપનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમને ખબર છે કે આ એપ આપણેને કોણ પૂરી પાડી રહ્યું છે. આવો જાણીએ વિગતવાર.

ક્યારેક જરૂર તો ક્યારેય સમય પસાર અથવા જાણે-અજાણ્યામાં આપણે આપણા સ્માર્ટ ફોનમાં ઘણા પ્રકારની એપ ડાઉનલોડ કરી લઈએ છીએ. પછી ધીમે ધીમે આ એપો આપણા દિનચર્યામાં એવી જોડાઈ જાય છે કે ક્યારે તેના ગુલામ બની જઈએ છીએ તે ખબર નથી રહેતી. ચીન પણ આપણા ભારતીયોની આ નબળાઈનો લાભ ઉઠાવીને 44 ચિની એપોના ગુલામ બનાવી દીધા છે.

તેમાં શામેલ છે. ટીકટોક, લાઈફ, હેલો, શેયર ઇટ, યુસી બ્રાઉસર જેવી ઘણી ઍપ. તેને આપણે આપણો ઉપયોગ અથવા મનોરંજનનું સાધન ગણીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ ચીનની કમાણીનો રસ્તો બની ગયો છે.

ફેક્ટર ડેલીનો રિપોર્ટ, ચિની ઍપ આપણી ઉપર પ્રભુત્વ :-

પહેલા સ્માર્ટફોન, લેપટોપ અને ચીની બ્રાન્ડ્સ દ્વારા બનાવેલ અન્ય ગેજેટ્સનું બજારમાં પૂર આવી ગયું અને તેને કોઈ રોકી ન શક્યું. હવે, એક બીજું ચિની આક્રમણ ચાલી રહ્યું છે અને આ સમયે આ એપ્લિકેશનના રૂપમાં છે. આ વર્ષની શરૂઆતમાં ફેક્ટર ડેલીના એક અહેવાલમાં જણાવ્યું હતું કે કેવી રીતે ચિની એપ્લિકેશન હવે ભારતીય સ્માર્ટફોન ઉપર પ્રભુત્વ છે.

પ્લે સ્ટોરમાં 50 ટકા ચિની એપ :-

સેન્સર ટાવર્સ દ્વારા કરવામાં આવેલા એક વિશ્લેષણના સંદર્ભમાં આપવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં Google Play Store ઉપર ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થતા ૧૦૦ માં લગભગ ૫૦% ચિની એપ્સ છે. અહીંયા આપણે ચીનની આવી જ 44 એપ બતાવી રહ્યા છીએ.

જે ભારતમાં જોરદાર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એપની મદદથી ચીની કંપનીઓ આપણી બધી જ માહિતી મેળવી શકે છે અને તેનો ઉપયોગ પણ આપણા વિરુદ્ધ કરી શકે છે અથવા આ માહિતીનો કેટલાય એવા તત્વોને વેચી શકે છે. જે આપણું ઘણું મોટુ નુકશાન કરી શકે છે. જેમ કે એવા કેટલાક તત્વોને આવી માહિતી ખુબ ઉપયોગી થાય છે. જે લોકો પોતે બેંક માંથી વાત કરી રહ્યા છે એવું જણાવે છે અને આપણું સરનામું વગેરે જણાવીને આપણને વિશ્વાસમાં લઈને આપણી પાસેથી ઓટીપી જાણી કેટલાય રૂપિયા આપણા બેન્ક એકાઉન્ટ માંથી છેતરપીંડીથી ઉપાડી લે છે. આવા લોકોને આ માહિતી મળી ક્યાંથી? આવી એપ દ્વારા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.