વાંચો પાકીટ ચોર પણ માં ની મમતાને આંચ નથી આવવા દેતો

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમારા માટે એક એક સરસ મજાની સ્ટોરી લઈને આવ્યા છીએ. આ સ્ટોરી જોડાયેલી છે માં ની મમતા સાથે. માં ની મમતા મળવી એનાથી સારી ખુસી બીજી કોઈ નથી હોતી. કહેવાય છે કે, જે બાળકોને માં ની મમતા નથી મળતી એમનાથી વધારે ખરાબ નસીબ કોઈનું ના હોય. આવો તમને એક ખાસ સ્ટોરી જણાવીએ.

મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!

.. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !!

.. એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : “મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. !!”

૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડ્યો હતો .. !! પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. !!

એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. !

આ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !! પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. !!

માં એ લખ્યું હતું : “બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો .. .. !”

હું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ??

એના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. !! એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. !!

એમાં લખ્યું હતું કે : “ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે .. .. !! ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ?? એ કેમ દુખી રહે .. .. ??”

તારો અજાણ્યો મિત્ર – પાકીટચોર ભાઈ .. .. !! માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ ‘માં’ ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.