(1) બદામથી વધુ ફાયદાકારક છે પલાળેલા ચણા :
પલાળેલ બદામ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તે વાત આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે એ જાણો છો કે પલાળેલા ચણા બદામથી પણ વધુ ફાયદાકારક હોય છે કદાચ તમને આ સંભાળીને નવાઈ લાગી રહી હશે, પણ તે વાત સત્ય છે. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નમી, ફૈટ, ફાઈબર, આયરન અને વિટામિન્સ મળી આવે છે. જેના લીધે આ સસ્તી વસ્તુ થી મોટામાં મોટી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી લોહી સાફ થાય છે જેના લીધે સુંદરતા વધે છે અને તે મગજને પણ તેજ કરે છે.
(2) ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) માં વધારો :
શરીરને સૌથી વધુ પોષણ પલાળેલા કાળા ચણામાંથી જ મળે છે. ચણામાં ખુબ વધુ વિટામિન્સ અને ક્લોરોફીલ સાથે ફોસ્ફરસ વગેરે મિનરલ્સ હોય છે જે ખાવાથી શરીરમાં કોઈ બીમારી નથી થતી. રોજ સવારના સમયે પલાળેલા ચણા ખાવાથી તમને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તેથી કાળા ચણાને આખી રાત પલાળી રાખો અને રોજ સવારે બે મુઠી ખાવ. થોડા દિવસોમાં તમે ફરક અનુભવશો.
(3) ડાયાબીટીસ થી બચી શકાય :
જો તમે ડાયાબીટીસ થી પરેશાન છો તો તમારા ખોરાકમાં પલાળેલા ચણા ઉમેરો. 25 ગ્રામ કાળા ચણા રાત્રે પલાળીને સવારે ખાલી પેટ સેવન કરવાથી ડાયાબીટીસ દુર થઇ જાય છે.
(4) પેટની તકલીફમાંથી રાહત :
ચણાને આખી રાત પાણીમાં પલાળી દો. પછી સવારે ચણાને પાણીમાંથી કાઢીને તેમાં આદુ, જીરું અને મીઠું નાખી મિક્સ કરીને ખાવ. ચણાને આવી રીતે ખાવાથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત મળે છે.
(5) એનર્જીથી ભરપુર :
જો તમે આખો દિવસ એનર્જીથી ભરપુર રહેવા માગો છો તો શરીરની શક્તિ વધારવા માટે પલાળેલા ચણામાં લીંબુ, આદુના ટુકડા, થોડું મીઠું અને કાળા મરી નાખીને સવારે નાસ્તામાં ખાવ.
(6) પુરુષો માટે ફાયદાકારક :
સવારે ખાલી પેટ કાળા ચણા ખાવાથી પુરુષો માટે ખુબ જ ફાયદાકારક રહે છે. કાચના વાસણમાં રાત્રે ચણા પલાળીને મૂકી દો. સવારે ઉઠીને ચણાને સારી રીતે ચાવી ચાવીને ખાવ. તેનું સતત સરવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને વીર્ય નું પાતળાપણું દુર થઇ જાય છે. એટલે કે પુરુષોની નબળાઈ સાથે જોડાયેલી તકલીફો દુર થઇ જાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.