આજકાલ દરેક મોટી ખરીદીમાં પેન કાર્ડની જરૂર પડે છે. સાથે જ સરકાર પણ કાળા નાણા પર લગામ લગાવવા માટે લોકોની ઈન્કમ ડિટેલ ચેક કરી રહી છે. એવામાં તમે ઘરે બેઠા ઓનલાઈન માત્ર ₹૧૧પ માં પેન કાર્ડ બનાવડાવી શકો છો.
પેન કાર્ડ માટે ઓનલાઇન એપ્લાઈ કરી શકો છો
– ઓનલાઇન એપ્લાય કરવા માટે તમે NSDL ના પોર્ટલ www.tin-nsdl.com પર જઈને Services ઓપ્શન સિલેક્ટ કરો.
– અથવા આ લિંક પર ક્લિક કરો
https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
– અહીં આપની બેઝિક જાણકારી નામ, મોબાઈલ, ઇ મેઇલ આઇડી જેવી વિગતો ભરો.
– તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો
– ફી ઓનલાઇન જમા કરાવો
આ બીજી રીતે પણ તમે પાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.
– www.incometaxindia.gov.in પર જાઓ.
– ડાબી બાજુએ ઉપર PAN ઓપ્શન પર જઇને Apply Online પર ક્લિક કરો.
– અહીં NSDL કે UTIITSL દ્વારા ફોર્મ ભરીને જમા કરાવી શકો છો .
– અહીં ફી ૯૬ રૂપિયા છે
– વેબસાઇટ પર જ ક્રેડિટ કાર્ડ /ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા આ પેમેન્ટ કરી શકો છો.
– પેમેન્ટ થઇ ગયા બાદ તેમજ એપ્લિકેશન જમા થઈ ગયા બાદ અને એક્નોલેજમેન્ટ ફોર્મની પ્રિન્ટઆઉટ લઇને તેના પર પોતાનો ફોટો લગાવો તેમજ સહી કરો.
– તે સાથે જ બધા જરૂરી દસ્તાવેજો તમારે કુરિયર અથવા સ્પીડ પોસ્ટ દ્વારા NSDL/UTIITSL ને મોકલવાના રહેશે.
– આ ઓનલાઈન એપ્લાય કર્યાના પંદર દિવસો દરમિયાન પહોંચી જવા જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
– તાજેતરમાં લેવાયેલ ૨ કલર ફોટો.
– આઇડેન્ટીટી પ્રુફની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી.
– એડ્રેસ પ્રૂફની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી.
આઇડેન્ટિટી પ્રૂફ માટે (કોઈ પણ એક )
– સ્કૂલ છોડ્યા નું પ્રમાણપત્ર
– દશમાં ધોરણનું પ્રમાણપત્ર
– કોઈ સરકાર માન્ય સંસ્થા દ્વારા મેળવેલ ડિગ્રી
– પાસપોર્ટ
– વોટર આઇડી કાર્ડ
– ડ્રાઇવિંગ લાઇસન્સ
– રાશન કાર્ડ
નોંધ : જો બાળકનું પેન બનાવડાવો હોય તો તેના માતા પિતા અથવા ગાર્ડિયનના આઇડેન્ટિટી પ્રૂફ આપી શકો છો.
એડ્રેસ પ્રુફ માટે (કોઈ પણ એક )
- ફોન બીલ
- લાઈટ બિલ
- બેન્ક પાસબુક
- પાણી બિલ
- ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ
- એમ્પ્લોયર સર્ટિફિકેટ
- ભાડા રસીદ
કઈ રીતે મળે છે તૈયાર પેન કાર્ડ
– ફોર્મ ભરીને જમા કરાવ્યા ના ૧૫ થી ૨૦ દિવસો દરમિયાન પેન કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરના સરનામા પર પહોંચી જાય છે.
ફી
૧ જુલાઈ ૨૦૧૭ થી ભારતમાં પેન કાર્ડ ડિસ્પેચ કરવા માટેની ફી ૧૧૦ રૂપિયા છે. વિદેશ મોકલવાની ફી ૧૦૨૦ રૂપિયા છે.
શું છે પેન કાર્ડ ? શા માટે જરૂરી છે પેન કાર્ડ ?
– પરમેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે પેન ૧૦ ડિજિટનો એક આલ્ફાન્યુમેરિક(અંક+અક્ષર ) નંબર હોય છે.
– તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે.
– તમારો એડ્રેસ બદલાય અથવા તો તમારું રાજ્ય પણ બદલાય તો પણ તમારું પેન નંબર એ જ રહે છે.
– ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પેન જરૂરી હોય છે.
– જો કોઈની વાર્ષિક આવક ટેક્સેબલ છે તો તેને પાનકાર્ડ કરાવવું અનિવાર્ય છે. એવા લોકો જો એમ્પ્લોયરને પાનકાર્ડ ઉપલબ્ધ નથી કરાવતા તો એમ્પ્લોયર તેમનો સ્લેબ રેટ અથવા ૨૦ ટકામાંથી જે વધુ છે તે દરે ટીડીએસ કાપી શકે છે.
– ઇન્કમ જો ટેક્સેબલ નથી તો પેન લેવું અનિવાર્ય નથી પરંતુ બેન્કિંગ અથવા બીજી ઘણી જગ્યાએ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનના કામો( બેન્ક એકાઉન્ટ ખોલાવવું, પ્રોપર્ટી વેચવું-ખરીદવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું વગેરે ) માટે પેન કાર્ડની જરૂર પડે છે. માટે પેન કાર્ડ દરેક લોકોએ લઈ લેવું જોઈએ.