પાન ખાવાથી દૂર થશે પાયરિયા, કબજિયાથી પણ મળશે છુટકારો, તો ‘ખઈકે પાન બનારસ વાલા’…

પાન ખાવાથી દુર થશે પાયરીયા, કબજિયાતથી મળશે છુટકારો !!

૧) ભારતીય સમાજમાં પવિત્ર માનવામાં આવે છે પાન.

૨) શ્વાસની બીમારીમાં પાનનું તેલ ફાયદાકારક.

૩) પાનનું સેવન પાયરીયાથી અપાવે છે રાહત.

ભારતીય સમાજમાં પૂજામાં પાનના પાંદડાનો ઉપયોગ જુના સમયથી કરવામાં આવી રહેલ છે. પાન ખાવાના શોખીન તો રાજાઓથી લઈને સામાન્ય લોકો સુધી રહેલા છે, અને આજે પણ પાનનો ભારતની તમામ સંસ્કૃતિમાં ઉપયોગ થાય છે. પણ આ પાન ન માત્ર મોઢાનો રંગ અને સ્વાદ બદલે છે, પણ તેમાં ઘણા આરોગ્ય લાભ પણ છે. આવો આ લેખના માધ્યમથી અમે તમને જણાવીએ પાનના આવા જ ૧૫ ફાયદા.

પાનને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની ગણતરીએ ઘણું શુભ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે પાન ખાવાના પણ ઘણા ફાયદા છે, ખરેખર તે તમાકુ વાળું પાન ન હોવું જોઈએ. પાન ખાવું આપણા શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ઘણા પ્રકારની બીમારીઓ દુર કરી શકાય છે. આવો અમે તમને સ્વાદિષ્ઠ પાનના ગુણો વિષે જણાવીએ.

મોઢાની તકલીફોથી લઈને ડાયાબીટીસ સુધીને દુર કરવામાં પાન ઘણું ઉપયોગી હોય છે. પાનનું સેવન ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ ઘણા રોગોના ઈલાજ પણ પાનના પાંદડા દ્વારા કરી શકાય છે.

હવે પાનના ગલ્લે પાનમાં અલગ અલગ કેમિકલ યુક્ત પદાર્થ નાખવામાં આવે છે, જે રંગ અને સ્વાદ આપે છે જેમાં વિવિધ એસન્સ નાખેલા હોય છે, અને બીજા પદાર્થની શુધ્ધતાની પણ કોઈ ખાતરી હોતી નથી. તો આવા પાન ખાવા જોઈએ નહિ. અહી પાન માટે વાપરતા પાંદડાની જ વાત છે.

પાનના ઔષધીય ફાયદા :

પાનમાં દસ ગ્રામ કપૂર લઈને દિવસમાં ત્રણ ચાર વખત ચાવવાથી પાયરીયા દુર થઇ જાય છે. પણ પાનનું થૂક પેટમાં જવું ન જોઈએ.

ખાંસી આવવા ઉપર પાનમાં અજમો નાખીને ચાવવાથી ફાયદો થાય છે. ગરમ હળદરને પાનમાં નાખીને ચાવો. ફાયદો થશે.

કીડની ખરાબ થવા ઉપર પાનનું સેવન કરવું ફાયદાકારક હોય છે, તે દરમિયાન તેજ મસાલા, દારૂ અને માંસાહારથી દુર રહેવું જોઈએ.

ઈજા ઉપર પાનને ગરમ કરીને પડ પડ કરીને ઈજા વાળા ભાગ ઉપર બાંધી દેવું જોઈએ. તેનાથી દુ:ખાવામાં રાહત મળે છે.

દાઝેલા ઉપર પાન લગાવવાથી પણ ફાયદો થાય છે. દાઝી જવા ઉપર પાનને ગરમ કરીને લગાવવાથી દુ:ખાવો ઓછો થાય છે.

મોઢાના છાલા માટે પાન ઘણું ફાયદાકારક રહે છે. છાલા પડવા ઉપર પાનનો રસને દેશી ઘી સાથે લગાવવા ઉપર ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

જુકામ, શરદી થવા ઉપર પાનમાં લવિંગમાં નાખીને ખાવું જોઈએ.

પાનના તેલને ગરમ કરીને સુતી વખતે છાતી ઉપર લગાવવાથી શ્વાસ નળીની બીમારીઓ દુર થાય છે.

કબજિયાત થવા ઉપર પાનનું સેવન ઘણો ફાયદો કરે છે.

માથા ઉપર પાનના પાંદડાનો લેપ લગાવવાથી માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે.

પાનના પાંદડાના રસમાં મધ ભેળવીને પીવાથી અંદરના દર્દ અને થાક અને નબળાઈને દુર કરી શકાય છે.

ધુમ્રપાન છોડવા માંગો છો, તો પાનના તાજા પાંદડા ચાવો. તેનાથી ધુમ્રપાન છોડવામાં મદદ મળશે.

કમરના દુ:ખાવાથી રાહત મેળવવા માટે તેની ઉપર પાનના પાંદડાથી મસાજ કરો, ફાયદો થશે.

પાનના પાંદડા ચાવવાથી ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.

પેઢામાંથી લોહી આવવા ઉપર પાનના પાંદડા પાણીમાં ઉકાળીને તેને મેશ કરી લો. તે પેઢા ઉપર લગાવવાથી લોહી વહેવાનું બંધ થઇ જાય છે.

સાવચેતી :

આપણા દેશમાં ઘણી જાતના પાન મળે છે. તેમાં મગહી, બનારસી, ગંગાતીરી અને દેશી પાન દવાઓ તરીકે વધુ ઉપયોગ કરવામાં આવે છે. પણ વધુ પાન ખાવું આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેથી વધુ પડતો પાનનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ.