આ કારણથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 1 કલાકથી વધારે મોબાઈલ અને ટીવી જોવા દેવા નહીં.

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) બાળકોના આરોગ્યને લઇને ચેતવણી બહાર પાડી છે. WHO ના જણાવ્યા મુજબ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના શારીરિક વિકાસ માટે એમને ગેઝેટ સ્ક્રીનથી દુર રાખવા જરૂરી છે. એમણે વધુ માં વધુ રમતોમાં સમય પસાર કરવાની સાથે પુરતી ઊંઘ લેવાની જરૂર છે. બાળકો પર થયેલી એજ રીસર્ચના રીપોર્ટ મુજબ, બાળકોનું એક કલાકથી વધુ ટીવી કે મોબાઈલ જોવું ખતરનાક છે.

ગાઈડલાઈન્સનું લક્ષ્ય બાળકોને સારી ઊંઘ અને રમતો માટે પ્રોત્સાહન આપવું :

WHO ની નવી ગાઈડલાઈન્સમાં શારીરિક કાર્યપદ્ધતિ ઉપર ભાર દેવામાં આવ્યો છે. રીપોર્ટમાં મોબાઈલ કે ટીવી સ્ક્રીન જોવાને કારણે બાળકોમાં એક જ જગ્યાએ કલાકો બેસી રહેવાની ટેવને ઓછી કરવાની વાત કરવામાં આવી છે. નિષ્ણાંતોની પેનલનું કહેવું છે કે, બીજી વાત એ છે કે બાળકો માટે ઊંઘ અને તેમનો રમતો સાથે રસ વધારવો.

વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ધેવ્રેયેસસનું કહેવું છે કે, તંદુરસ્ત રહેવા માટે જરૂરી છે કે, શરુઆતમાં જ બાળકોના શરીર અને બાળકોની ટેવો ઉપર ધ્યાન આપવામાં આવે. શરીરનો ઝડપથી વિકાસ બાળપણમાં જ થાય છે. તે એ સમય છે જયારે પરિવારોની જીવનશૈલીની તેની ઉપર અસર પડવાનું શરુ થાય છે.

રીપોર્ટ મુજબ શારીરિક કામગીરી ઓછી થવાને કારણે દર વર્ષે દુનિયાભરમાં તમામ ઉંમર વર્ગના ૫૦ લાખ લોકોના મૃત્યુ થઇ જાય છે. હાલમાં ૩ ટકા બાળકો અને ૮૦ ટકા કિશોર શારીરિક રીતે સક્રિય નથી. શરીરને સક્રિય રાખવા અને ઊંઘ પૂરી લેવાની ટેવને નાની ઉંમરથી જ જીવનનો ભાગ બનાવવો જોઈએ.

એટલા માટે બાળકો માટે જાહેર કરી ચેતવણી :

વિશ્વ આરોગ્ય સંગઠનના ડૉ. જુઆના વિલિયમસેનનું કહેવું છે કે, આપણે બાળકોને પાછા મેદાનમાં રમવા માટે લાવવા માંગીએ છીએ, જેથી તેમનામાં મોટાપાની બાબતમાં ઘટાડો થાય અને તેઓ શારીરિક રીતે સક્રિય રહે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોગ્રામ મેનેજર ડૉ. ફીઓના બુલનું કહેવું છે કે, એવી ટેવો બાળકોને શારીરિક અને માનસિક સ્તર ઉપર તંદુરસ્ત રાખશે.

૧. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે :

WHO ના જણાવ્યા મુજબ આ ઉંમરના બાળકોને સક્રિય રાખવા માટે એમને જમીન ઉપર જ વધુ માં વધુ રમવાની તક આપો. મોબાઈલ બિલકુલ ન આપો. જયારે તે જાગી રહ્યો હોય તો તેને પેટના આધારે પણ રમવા દો.

તેને એક કલાકથી વધુ ખોળા, ખુરશી, પ્રેમ્સમાં ન રાખો. ૩ મહિનાની ઉંમરમાં ૧૪ થી ૧૭ કલાક અને ૪ થી ૧૧ મહિનાની ઉંમરમાં ૧૨ થી ૧૬ કલાકની ઉંઘ લેવા દો.

૨. ૧ થી ૨ વર્ષની ઉંમરના બાળકો માટે :

દિવસ આખામાં ૧૮૦ મિનીટ તેને જુદી જુદી રીતે શારીરિક કામગીરીમાં પસાર કરવા માટે પ્રેરિત કરો. એક કલાકથી વધુ તેને ખોળા, ખુરશી, પ્રેમ્સમાં ન રાખો. મોબાઈલ કે ટીવી સ્ક્રીન દુર રહે તો ઘણું સારું છે.

બે વર્ષના બાળકને એક કલાકથી વધુ ટીવી કે મોબાઈલ સ્ક્રીન ઉપર ન પસાર કરવા દો. ૧૧ થી ૧૪ કલાકની ઊંઘ એમના માટે જરૂરી છે. તેને વાર્તાઓ સંભળાવો કે કાંઈક વાંચીને કહો.

૩. ૩ થી ૪ વર્ષની ઉંમરના બાળકો માટે :

દિવસ આખામાં ઓછામાં ઓછું ૧૮૦ મિનીટ ફીઝીકલ એક્ટીવીટીમાં પસાર કરવાનું કહો. તેમાંથી એમને ૬૦ મિનીટ સતત શારીરિક કામગીરીમાં લગાવવા જોઈએ.

એક કલાકથી વધુ તેને પ્રેમ્સ કે સ્ટ્રોલરમાં ન પસાર કરવા દો. મોબાઈલ કે ટીવીમાં એક કલાકથી વધુ સમય ન પસાર કરવા દો. એમને ઓછા માં ઓછી ૧૦ કલાકની ઊંઘ લેવા દો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.