મોટામાં મોટા રોગનો ઈલાજ છે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા, મેળવો સંપૂર્ણ જાણકારી.

શું છે આયુર્વેદની પંચકર્મ સારવાર?

આયુર્વેદ સારવાર પદ્ધતિનો વિકાસ હજારો વર્ષના અભ્યાસ પછી થયેલ છે. આચાર્ય, ચરક, સુશ્રુત, વાગભટ્ટ જેવા ઘણા મોટા આયુર્વેદ વિદ્વાનોએ હજારો વર્ષ સુધી આયુર્વેદ સારવાર પદ્ધતિથી ઘણા લોકોનો ઉપચાર કર્યો છે, અને કરોડો લોકો ઉપર કરવામાં આવેલ સારવારના અનુભવથી આયુર્વેદ સારવાર શાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું નિર્માણ કરેલ છે.

આયુર્વેદ માત્ર સારવાર પદ્ધતિ જ નથી, આયુર્વેદનો અર્થ છે જીવન જીવવાની સાચી રિત. આયુર્વેદ શાસ્ત્રમાં અનેક ગંભીર રોગોની સારવારની સાથે-સાથે રોજ જીવનમાં આપણા આરોગ્યનું રક્ષણ માટે કેવી રીતે આહાર વિહાર કરવો જોઈએ તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવેલુ છે.

આયુર્વેદમાં શરીરની શુદ્ધિ માટે પંચકર્મ સારવારનું વર્ણન કરવામાં આવેલુ છે. આયુર્વેદના સિદ્ધાંત મુજબ શરીરને સ્વસ્થ રાખવા માટે વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષનું સંતુલિત રહેવું જરૂરી છે. તેમાંથી કોઈપણ એક દોષનું પણ અસંતુલિત હોવાથી શરીરમાં ઝેરીલા રોગકારક તત્વનું નિર્માણ થવાથી શરીર બીમાર પડી શકે છે. પંચકર્મ સારવારથી શરીરનું શોધન કરીને ત્રણ દોષને સંતુલિત કરવામાં આવે છે, અને ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.

પંચકર્મ સારવારમાં વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ આ પાંચ ક્રિયાઓનો સમાવેશ થાય છે. પંચકર્મ કર્તા પહેલા સ્નેહન અને સ્વેદન આ બે પૂર્વકર્મ કરવામાં આવે છે.

સ્નેહન – જે કર્મથી શરીરમાં સ્નીગ્ધતા, મૃદુતા અને દ્ર્વતા બને છે તેને સ્નેહન કહેવામાં આવે છે. સ્નેહન પૂર્વકર્મમાં ઔષધી યુક્ત તેલ કે ઘી થી શરીરની માલીશ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક સ્નેહન કરવા માટે ઘી કે ગળી વસ્તુ ખવરાવવા કે પીવરાવવામાં પણ આવે છે. સ્નેહન કરવાથી શરીર પુષ્ઠ અને મજબુત બને છે અને પંચકર્મ સહન કરવા યોગ્ય બને છે.

સ્વેદન – જે પ્રક્રિયામાં શરીર માંથી સ્વેદ નીકળે છે તેને સ્વેદન કર્મ કહે છે. સ્નેહન કર્યા પછી ઔષધીયુક્ત પાણીની વરાળ, ગરમ કપડા, પથ્થર કે રેતીથી ગરમી આપીને શરીરને સ્વેદન કરવામાં આવે છે.

પંચકર્મ કરવાથી દોષ / આમ સરળતાથી પંચકર્મ કરીને બહાર નીકળી જાય છે.

વમન – જે પ્રક્રિયામાં કુદરતી દોષ (પિત્ત અને કફ) આમાશય માંથી બહાર ઉલટી દ્વારા બહાર કાઢવામાં આવે છે તેને વમન કહે છે. વમન પંચકર્મમાં ખાસ વિધિ પછી મદનફળ વગેરે ઔષધી આપીને વ્યક્તિને ઉલટી કરાવવામાં આવે છે. અંતવિશ જે આમાશય શરીર સ્ત્રોતસ અને કોશિકાઓ માંથી સંચિત મળને વમન ક્રિયા દ્વારા કાઢવામાં આવે છે. દમ, અપસ્માર, મોટાપો, અમ્લપિત્ત, હ્રદય રોગ જેવા અનેક રોગમાં વમન સારવાર લાભદાયક છે.

વિરેચન – કુદરતી દોષ, વિશેષત : પિત્ત દોષને ગુદા દ્વારા બહાર કાઢવાને વિરેચન કહે છે, વિરેચન દ્વારા કુદરતી દોષનું નીર્હરણ માત્ર intestine કે ગુદા માર્ગથી નથી થતું પણ સંપૂર્ણ શરીરમાંથી થાય છે. કુષ્ઠ, અર્શ, ભગંદર,અરુચિ, યોની દોષ અને સ્તન દોષ જેવા અનેક રોગમાં વિરેચન સારવારથી લાભ થાય છે.

વસ્તી – વસ્તી સારવાર પ્રક્રિયામાં ઔષધ યુક્ત તેલ અથવા કવાથ ગુદામાર્ગ, મૂત્રમાર્ગમાંથી વિશેષ યંત્ર દ્વારા પ્રવિષ્ઠ કરવામાં આવે છે. વસ્તીનો ઉપયોગ માથાથી પગ સુધી તમામ રોગોમાં કરવામાં આવે છે. વસ્તી સારવારનો ઉપયોગ આમવાત, સંધીવાત, મધુમેહ, પક્ષઘાત, કબજીયાત જેવા અનેક રોગીઓમાં સફળતાપૂર્વક કરવામાં આવે છે.

નસ્ય – ઔષધી યુક્ત સ્નેહ, ચૂર્ણને નાસા માર્ગથી આપવાની ક્રિયાને નસ્ય કર્મ કહે છે. નાકને માથા દ્વારા સમજવામાં આવે છે અને તે રસ્તેથી આપવામાં આવતી દવા સંપૂર્ણ શરીર ઉપર કામ કરે છે. શીરોરોગ, માથાનો દુ:ખાવો, માઈગ્રેન, અજીર્ણ, સાઈનોસાઈટીસ વગેરે અનેક રોગમાં નસ્ય ક્રિયા કરવામાં આવે છે.

રક્તમોક્ષણ – દુષિત લોહીને શરીરમાંથી બહાર કાઢવાની રિતને રક્તમોક્ષણ કહે છે. શસ્ત્ર કે જળોનો ઉપયોગ કરીને દુષિત લોહી શરીરમાંથી બહાર નીકળી જાય છે. ત્વચા રોગ, રક્ત વાહિની રોગમાં તેનાથી લાભ થાય છે.

આજકાલ માણસ જીવનમાં મોટાભાગે યાંત્રિક બનતો જાય છે. વધુ પડતા ઝડપી જીવનમાં માનવના આહાર વિહારમાં અનિયમિતતા આવી ગયેલ છે. જેવી રીતે સમયે સમયે કાર કે સાયકલ જેવા કે સાધનોને સારી રીતે ચાલવા માટે સર્વિસની જરૂર રહે છે તેવી રીતે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરનીપંચકર્મ દ્વારા શુદ્ધિ પણ જરૂરી છે.