પાંચમું ધોરણ નાપાસ નવોઢા લગ્નના પાંચમાં દિવસે બોલવા લાગી ફટાકેદાર ઈંગ્લીશ, તો ખુલ્યું મોટું રહસ્ય.

લગ્નના પાંચમાં દિવસે પાંચમું ધોરણ નાપાસ વહુનું અંગ્રેજી સાંભળીને વરરાજા અને તેનું કુટુંબ દંગ રહી ગયું. છોકરાને સમજાઈ ગયું કે તેની સાથે દગો થયો છે. ઘટના શાજાપુરના સુનેર ચોકી વિભાગની છે. લુંટેરી દુલ્હનના કેસમાં પીડિત યુવકએ સોમવારે ભાસ્કર સામે પોતાની સાથે થયેલી છેતરપીંડીની આખી ઘટના સંભળાવી.

યુવકના જણાવ્યા મુજબ :

શિવાની ઉર્ફ પૂજા ઉપર તો લગ્નના ત્રીજા દિવસે જ શંકા થઇ ગઈ હતી, કેમ કે જેણે પાંચમું ધોરણ નાપાસ બતાવવામાં આવી હતી, તે પાંચમાં દિવસે જ અચાનક ફટાફટ અંગ્રેજી બોલવા લાગી ગઈ. અંગ્રેજી સાંભળીને કન્ફયુઝન થઇ ગયું પરંતુ દગાની વાત સમજાઈ ગઈ. માત્ર બદનામીના ડરથી કોઈને કશું જ ન બતાવી તેને ઘરમાં બંધ કરી દીધી.

તે દરમિયાન ૪૦ હજાર રૂપિયા લઇને પૂજાને છોડાવવા આવી શબાના મારી જ વિરુદ્ધ કેસ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોચી ગઈ. અહિયાં સુનેર પોલીસ દ્વારા અત્યાર સુધીની કરવામાં આવેલી તપાસમાં લગ્નના નામે લોકો સાથે છેતરપીંડી કરવા વાળી મોટી ગેંગ હોવાની માહિતી સામે આવી છે.

ઘરના દરવાજા બંધ કર્યા, બજારમાં ઉભેલા પતીને પકડ્યા :-

શિવાની ઉર્ફ પૂજાએ ૨૨ જાન્યુઆરીના રોજ લગ્ન થયા પછીથી પીડિત યુવકના ઘર માંથી ભાગવાનો પ્લાન બનાવવાનું શરુ કરી દીધો હતો. પરંતુ યુવકને શંકા જવાથી તેને ઘરમાં જ બંધ કરી દીધી. પરંતુ ૨૬ જાન્યુઆરીના રોજ તક મળતા જ ઘરના દરવાજા બંધ કરીને ભાગી ગઈ. પરંતુ જે કાર થી તે ભાગી રહી હતી, તેની ઉપર ફરીયાદી નું ધ્યાન પડી ગયું. તેનો બાઈક થી બે કી.મી. પીછો કરી ને પકડી ને શિવાની ને ફરી થી ઘરમાં બંધ કરી દીધી.

શિવાનીનું બોલવા ચાલવાની પદ્ધતિ ભણેલા ગણેલા જેવી :-

પીડિત યુવકએ ભાસ્કરને વિગતવાર માહિતી અપાતા જણાવ્યું કે મને તો લગ્નના ચોથા જ દિવસે શિવાની ઉપર શંકા પડી ગઈ હતી. કેમ કે મારી સાથે લગ્નના સમયે તેનો અભ્યાસ પાંચમું ધોરણ નાપાસ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ૨૨ જાન્યુઆરી પછી તે અંગ્રેજીમાં વાતો કરવા લાગી. તેનો બોલવાનો અંદાઝ પણ ભણેલી યુવતી જેવો હતો.

તો ફરીયાદી યુવક હોત ગુનેગાર :-

બદનામીના ડરથી પીડિત યુવક એ તો વાત છુપાવી રાખી હતી, કેમ કે ગુનેગાર બનેલા અમુક લોકો ફરીયાદી બનીને જ પોલીસ સ્ટેશન પહોચી ગયા. ત્યાં તેમણે પોતાની દીકરીને બંધક બનાવી રાખવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એસ.આઈ. જુલી રઘુવંશી એ બન્ને પક્ષો સાથે પુછપરછ કરી અલગ અલગ રજૂઆત નોંધી તો કેસ લુટેરી દુલ્હનનો નીકળ્યો. તપાસમાં જો એ માહિતી સામે ન આવી હોત તો યુવક ગુનેગાર બન્યો હોત.