પાંડવો દ્વારા બનાવેલ 5 મંદિરોનું રહસ્ય જાણો કુંતા માતા માટે કેવીરીતે બનાવી દીધા મંદિર

અજ્ઞાત વાસ દરમિયાન માતા કુંતી રેતીનું શિવલિંગ બનાવીને શિવજીની પૂજા કર્યા કરતા હતા ત્યારે પાંડવોએ પૂછ્યું કે તમે કોઈ મંદીરમાં જઈને કેમ પૂજા નથી કરતા? ત્યારે કુંતીએ કહ્યું કે અહિયાં જેટલા મંદિર છે તે બધા કોંરવોએ બનાવેલ છે. ત્યાં આપણ ને જવા માટે પરવાનગી નથી માટે રેતીનું શિવલિંગ બનાવીને પૂજા કરવી પડે છે.
કુંતીનો આવો જવાબ સાંભળીને પાંડવોને ચિંતા થવા લાગી અને પછી તેમણે યોજનાપૂર્વક પાંચ મંદિરોના મોઢા બદલી નાખ્યા ત્યાર પછી કુંતીને કહ્યું હવે તમે અહિયાં પૂજા અર્ચના કરી શકો છો, કેમ કે આ મંદિર અમે જ બનાવ્યા છે.

આગળ જાણો 5 મંદિર વિષે

ઓમકારેશ્વર મહાબળેશ્વર મહાદેવ :

આ જ્યોતિર્લીંગ મધ્યપ્રદેશ માં પવિત્ર નર્મદા નદીના કિનારા ઉપર છે. આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગને બે સ્વરૂપ છે. એક ને ‘મમલેશ્વર’ ના નામથી ઓળખવામાં આવે છે.

તે નર્મદા ના દક્ષીણ ભાગ ઉપર ઓમકારેશ્વરથી થોડે દુર જ છે. સાબિત થાય છે કે બન્નેની ગણના એક જ કરવામાં આવે છે. લિંગના બે સ્વરૂપ હોવાની કથા પુરાણોમાં તે પ્રમાણે આપવામાં આવેલ છે.

એક વખત વિંધ્ય પર્વતે પાર્થિવ અર્ચના સાથે ભગવાન શિવની 6 મહિના સુધી આકરી તપશ્ચર્યા કરી.

તેમની આ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભૂતભાવન શંકરજી ત્યાં પ્રગટ થયા. તેમણે વિંધ્યને તેની મનોવાંછિત વરદાન આપ્યું. વિધ્યાચલના આ વરદાન પ્રાપ્તિના અવસરે ત્યાં ઘણા બધા ઋષિમુનીઓ અને મુની પણ પધાર્યા.

તેમની પ્રાર્થનાથી શિવજીએ પોતાનું ઓમકારેશ્વર નામના લિંગના બે ભાગ કર્યા. એકનું નામ ઓમકારેશ્વર અને બીજાનું નામ મમલેશ્વર પડ્યું.  બન્ને લિંગોનું સ્થાન અને મંદિર જુદા હોવા છતાં પણ બન્નેની સત્તા અને સ્વરૂપ એક જ માનવામાં આવે છે.

કર્ણેશ્વર મંદિર :

કર્ણેશ્વર મંદિર ની ભવ્યતા જોવા જેવી છે. જણાવવામાં આવે છે કે આ મંદીરમાં રહેલી ગુફાઓ જે છે તે ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અન્ય તીર્થ સ્થાનો સુધી નીકળે છે. ગામના અમુક લોકો દ્વારા તે ગુફાઓને બંધ કરી દીધી છે જેથી તે સુરક્ષિત રહે. માલવાંચલ માં કૌરવોએ અનેક મંદિરો બનાવ્યા હતા જેમાંથી એક છે સેંધલ નદીના કિનારે વસેલું આ કર્ણેશ્વર મહાદેવનું મંદિર. કરનાવદ (કર્ણાવત) નગરના રાજા કર્ણ ત્યાં બેસીને ગ્રામજનોને દાન આપ્યા કરતા હતા તેથી આ મંદીરનું કર્ણેશ્વર મંદિર પડ્યું.

એવી માન્યતા છે કે કર્ણ અહિયાંના રાજા હતા અને તેમણે અહિયાં દેવી ની આકરી તપશ્ચર્યા કરી હતી. કર્ણ રોજ દેવી સમક્ષ પોતાની આહુતિ આપી દેતા હતા. દેવી તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને રોજ અમૃતના છાટા નાખીને જીવતા કરવા સાથે જ સવા મણ સોનું આપતી હતી જેને કર્ણ તે મંદીરમાં બેઠેલા ગ્રામજનોને દાન કરી દેતા હતા.
ઇન્દોર પાસે દેવાસ જીલ્લામાં રહેલા કર્ણાવત નામના ગામ. દેવાસ થી 45 કી.મી. દુર ત્યાં જવા માટે બસ અને ટેક્સી મળે છે, ત્યાંથી થોડે જ દુર કર્ણાવત ગામ છે.

શ્રી મહાકાલેશ્વર :

મધ્યપ્રદેશ ની શિપ્રા નદીના કિનારે આવેલ ઉજ્જેન નગરની ગણતરી સપ્ત પુરીઓમાં કરવામાં આવે છે. 12 જ્યોતિર્લીંગમાં થી એક અહિયાં આવેલ જ્યોતિર્લીંગ ને મહાકાલેશ્વર કહેવામાં આવે છે. મહાભારત, શિવપુરાણ અને સ્કન્દપુરાણ માં મહાકાલ જ્યોતિર્લીંગની મહિમાનો આખા વિસ્તાર સાથે વર્ણન કરવામાં આવેલ છે.

અહિયાં રહેલા શિવલિંગ ત્રેતાયુગમાં બનેલું છે. પહેલા આ મંદિરનું નિર્માણ કૌરવોએ કર્યું હતું પછી આ મંદીરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યએ કર્યું. આ શિવલિંગની સ્થાપના એક યદુવંશી શ્રીકર ગોપ બાલકે કરી હતી.

હનુમાનજીએ પ્રગટ થઈને ગોપને આશીર્વાદ આપ્યા હતા કે તારા કુળમાં વિષ્ણુ અવતાર લેશે, જ્યાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણાવતાર લઈને લીલાઓ કરી.

સિદ્ધનાથ મહાદેવ :

પુણ્ય સલીલા નર્મદાના કિનારે વસેલા નગર નેમાવર ના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના મંદીરની પ્રસિદ્ધી દુર દુર સુધી છે. નેમાવરને નર્મદાનું નાભી સ્થાન કહેવામાં આવે છે. મંદિર નર્મદા કિનારા પાસે આવેલ નાના ડુંગર ઉપર બનેલું છે.
ડુંગરની સૌથી ઉપર ભીમ દ્વારા બનાવવામાં આવેલ એક અધૂરું મંદિર પણ છે. હિંદુ અને જૈન પુરાણોમાં આ સ્થાનનો ઘણી વાર ઉલ્લેખ થયેલો છે. તેને બધા પાપોનો નાશ કરીને સિદ્ધીદાતા તીર્થસ્થાન માનવામાં આવે છે.

કિવદંતી છે કે સિદ્ધનાથ મંદિર ના શિવલિંગની સ્થાપના ચાર સિદ્ધ ઋષિ સનક, સનન્દન અને સનત્કુમારે સતયુગમાં કરી હતી. તેથી જ આ મંદીરનું નામ સિદ્ધનાથ છે.

તેના ઉપરના ભાગ ઉપર ઓમકારેશ્વર અને નીચેના ભાગે મહાકાલેશ્વર રહેલા છે. શ્રદ્ધાળુઓનું એવું માનવું છે કે જયારે સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર પાણી અર્પણ કરવામાં આવે છે ત્યારે ઓમનો સામે અવાજ ઉત્પન થાય છે.
એવી માન્યતા છે કે તેના શિખરનું નિર્માણ 3094 વર્ષ પહેલા કરવામાં આવેલ હતું.

દ્વાપર યુગમાં કૌરવો દ્વારા આ મંદીરનું પૂર્વ મુખી બનાવ્યું હતું. જેનાથી પાંડવ પુત્ર ભીમે પોતાની શક્તિ થી પશ્ચિમ મુખી કરી દીધું હતું.

10 મી અને 11 મી સદીના ચંદેલ અને પરમાર રાજાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો.
ઇન્દોરથી માત્ર 130 કી.મી. દુર દક્ષીણ પૂર્વમાં હરદા રેલ્વે સ્ટેશન થી ૨૨ કી.મી. તથા ઉત્તર દિશામાં ભોપાલ થી 170 કી.મી. દુર પૂર્વ દિશામાં આવેલ નેમાવર.

બીજવાડ ના બ્રિજેશ્વર મહાદેવ :

દેવાસ જીલ્લાની પાસે કન્નોદમાં પાનીગામ ની પાસે આવેલ બ્રીજવાડમાં આવેલ બ્રિજેશ્વર મહાદેવ મંદિરને પણ પાંડવ સમયનું માનવામાં આવે છે. બ્રીજવાડ ગામ કાંટાફોડ થાણા વિભાગનું ગામ છે.
આ મંદીરનું મુખ પણ પૂર્વ મુખી ન હોઈ પશ્ચિમ મુખી છે.