પંડિત અને ચોરની વાર્તા : જીવનમાં ક્યારેય પણ કરશો નહિ, કોઈ અજાણ્યા વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ

આ દુનિયામાં મતલબી લોકોની ખામી નથી, એટલા માટે લોકોની તપાસ કર્યા પછી જ તેની ઉપર વિશ્વાસ કરો.

એક ગામના મંદિરમાં ખુબ મોટા વિદ્વાન રહેતા હતા અને આ પંડિતને ગામના લોકો ઘણી બધી વસ્તુઓ દાનમાં આપતા હતા. આ પંડિત તે વસ્તુ દુકાનોમાં વેચી દેતા હતા. જે પૈસા તેને મળતા હતા, તેને એક પોટલીમાં નાખી દેતા હતા. પંડિત આ પોટલીને દર વખતે પોતાની પાસે રાખતા હતા. વસ્તુને વેચીને આ પંડિત એ ઘણા બધા પૈસા જમા કરી લીધા હતા.

એક દિવસ એક ચોરને આ પંડિત વિષે ખબર પડી અને ચીરે થોડા દિવસો સુધી આ પંડિતનો પીછો કર્યો. આ ચોર પંડિતની પોટલી ચોરવા માંગતો હતો, પરંતુ પંડિત આ પોટલીને દરેક વખતે પોતાની પાસે જ રાખતા હતા. જેને કારણે તે ચોર આ પોટલીને ચોરવામાં સફળ ન થઇ શકતો હતો. એક દિવસ આ ચોરે વિચાર્યું કે તે પંડિતના શિષ્ય બની જાય, તો તે સરળતાથી પૈસાની પોટલી ચોરી શકે છે.

ચોરે મોડું કર્યા વગર શિષ્યનો વેશ ધારણ કરી લીધો અને પંડિત પાસે જતો રહ્યો. પંડિતને મળીને આ ચોરે પંડિતના ઘણા વખાણ કર્યા અને કહ્યું કે મેં તમારા વિષે ઘણું સાંભળ્યું છે અને હું તમને જ મારા ગુરુ બનાવવા માગું છું. ચોરની વાત સાંભળીને પંડિત ખુશ થઇ ગયા અને તેમણે સમજ્યા વિચાર્યા વગર તેને પોતાના શિષ્ય બનાવી લીધા.

બનાવ્યું પંડિતના મનમાં સ્થાન :-

શિષ્ય બનીને આ ચોર પંડિત સાથે જ રહેવા લાગ્યો અને રોજ પંડિતના ખોટા વખાણ કરવા લાગ્યો. આ ચોરે ખોટા વખાણ કરીને પંડિતના દિલમાં સ્થાન બનાવી લીધું. અને એક દિવસ પંડિતને બીજા ગામ માંથી પૂજા કરવાનું નિમંત્રણ આવ્યું અને પંડિત ચોરને પણ પોતાની સાથે લઇ ગયા. પૂજા કર્યા પછી પંડિતને ઘણા બધા પૈસા દાનમાં મળ્યા અને ચોરને પંડિતના શિષ્ય સમજીને તેને પણ થોડા પૈસા લોકોએ આપ્યા.

ચોરને જે પૈસા દાનમાં મળ્યા તેણે તે પૈસા પંડિતને આપી દીધા અને પંડિતને કહ્યું તું આ પૈસાને તમારી પાસે રાખી લો તેની ઉપર તમારો અધિકાર છે. ચોરની એ વાત સાંભળીને પંડિતને તેની ઉપર વિશ્વાસ થઇ ગયો અને પંડિતે પોતાની પોટલીમાં તેના પૈસા મૂકી દીધા.

તે પાછા પોતાના ગામ જતી વખતે પંડિતે ગંગા નદી જોઈ. પંડિતે વિચાર્યું કે ગંગા નદીમાં સ્નાન કરવું ઉત્તમ રહેશે. પંડિતે પોતાના શિષ્ય એટલે ચોરને પણ નદીમાં સ્નાન કરવાનું કહ્યું. પરંતુ ચોરે નદીમાં સ્નાન કરવાની ના કહી દીધી અને કહ્યું કે તમે સ્નાન કરી લો અને હું અહિયાં તમારા કપડા અને સામાનનું રક્ષણ કરીશ.

ત્યાર પછી પંડિત નદીમાં સ્નાન કરવા જતા રહ્યા અને ચોર પાસે પોતાના કપડા છોડીને ગયા. પંડિતના નદીમાં જતા જ ચોર પંડિતની પોટલી લઇને ભાગી ગયો. પંડિત જયારે નદી માંથી નીકળ્યા તો તેમણે જોયું કે ત્યાં નતો કપડા હતા કે ન તો તેમની પોટલી.

પંડિતની આ કહાનીથી આપણેને શિખવા મળે છે કે માણસ એ ક્યારે પણ અજાણ્યા વ્યક્તિની વાતો ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણી વખત લોકો પોતાના મતલબ કાઢવા માટે તમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે અને એવા લોકો ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.