પંડિતજી પાસેથી જાણો ધન પ્રાપ્તિના 10 સરળ ઉપાય.

ઘરથી લઈને ધંધા સુધી આ ઉપાયો કરવાથી થઇ શકે છે મોટો ધન લાભ, જાણો સરળ ઉપાયો. ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણો દુર કરવા માટે પંડિતજી દ્વારા જણાવવામાં આવેલી આ વાસ્તુ ટીપ્સને જરૂર અજમાવી જુવો.
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે નસીબ વાળાને જ ભગવાન ધન દોલત આપે છે પરંતુ આ કથન અધૂરું સત્ય છે. શ્રીમંત બનવાનું સપનું તો દરેક જુવે છે, પરંતુ ધન તેને જ પ્રાપ્ત થાય છે જે મહેનત, ધગશ અને ઈમાનદારી સાથે તેનું કામ કરે છે. જો ક્યારે ક્યારે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી.

તેથી ઘણા લોકો તેના ભાગ્યને દોષ આપવાનું શરુ કરી દે છે. પરંતુ સત્ય તો એ છે કે તમારું ભાગ્ય કર્મ ઉપર આધાર રાખે છે. તે બની શકે છે કે ગ્રહ નક્ષત્રોની દિશામાં પરિવર્તન અને અમુક કુંડળી દોષ તમારા કામમાં અડચણ ઉભી કરી દે. તેથી ધાર્મિક ગ્રંથો અને વાસ્તુ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણ દુર કરી શકે છે.

ઉજ્જેનના પંડિત કૈલાશ નારાયણ જણાવે છે, ધન પ્રાપ્તિના રસ્તામાં અડચણ ત્યારે આવે છે, જયારે તમારી કાર્ય કરવાની દિશા ઠીક નથી હોતી, મનમાં નકારાત્મકતા હોય છે કે પછી કોઈ વાસ્તુ દોષને કારણે તમે કામને યોગ્ય રીતે કરી નથી શકતા. આ સ્થિતિમાં થોડા ઉપાયો અજમાવીને તમે આ અડચણને દુર કરી શકો છો.

lakshmi mata
lakshmi mata

ધન પ્રાપ્તિ માટે થોડા વિશેષ ઉપાય : જો તમે આ ઉપાયો અપનાવો છો, તો જરૂર આર્થિક સંકટ દુર થશે અને તમે ધન પ્રાપ્ત કરી શકશો.

વેપારીઓ માટે ધન પ્રાપ્ત કરવાના ઉપાય : જો તમે વેપારી છો તો તમારે રાતના સમયે ક્યાય પણ ચોખા, સત્તુ, દહીં, દૂધ, મૂલી વગેરે વસ્તુ ન ખાવી જોઈએ. એટલું જ નહિ, જો તમે સફેદ વસ્તુ ખાવાથી દુર રહી શકો છો, તો તે વધુ સારું રહેશે. એમ કરવાથી તમારો આર્થિક પક્ષ હંમેશા માટે મજબુત બની રહેશે.

જો ઘણા સમયથી તમારો વેપાર સારો નથી ચાલી રહ્યો તો તમારે શુક્રવારના દિવસે ચોખા અને સાકરને સફેદ રૂમાલમાં બાંધીને દેવી લક્ષ્મીને પહેલા અર્પણ કરવાનું છે અને પછી નદીના વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે. તેમાં ધીમે ધીમે તમારા કામમાં આવી રહેલી અડચણો દુર થશે. તેની સાથે જ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સવારે જયારે તમે તમારા કામ માટે નીકળો તો મસ્તક ઉપર કેસરનું તિલક જરૂર લગાવીને જાવ.

ઘરના મંદિરમાં આ રીતે કરો પૂજા : ઘરના મંદિરમાં હંમેશા લાલ કપડું પાથરીને તેની ઉપર ભગવાનની મૂર્તિઓ અને તસ્વીરો રાખો. આ રીતે તમારી તિજોરીમાં પણ લાલ કપડું પાથરીને તેમાં પૈસા ઘરેણા રાખો. એટલું જ નહિ, વિધિ પૂર્વક સવાર અને સાંજે મંદિરમાં આરતી કરો અને અગરબત્તી દેખાડો. મંદિર સાથે સાથે તુલસીના છોડ ઉપર રોજ ઘી નો દીવો પ્રગટાવો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે. દર પુનમના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેને સાબુદાણાની ખીરનો ભોગ ચડાવો. તેની સાથે જ ઘરના દરેક સભ્યને પ્રસાદ આપ્યા પછી પોતે પણ તેનું સેવન કરો.

વાસ્તુ અનુસાર ઘરમાં જરૂર કરો આ કામ : શાસ્ત્રોમાં રંગોળીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે રોજ સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર ઉપર રંગોળી બનાવો છો, તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. રંગોળી સાથે જ એક લોટામાં જળ ભરીને પણ મુખ્ય દ્વાર ઉપર રાખવું જોઈએ. એમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરના મંદિરમાં શંખ જરૂર રાખો. શંખ સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત ચૌદ અણમોલ રત્નો માંથી એક છે. શાસ્ત્રો મુજબ શંખમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં દક્ષિણાવર્તી શંખ રાખવો જોઈએ અને દર શુક્રવારે ભગવાન વિષ્ણુના આ શંખમાં જળ ભરીને અભિષેક કરવા જોઈએ. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ભગવાન વિષ્ણુના આઠમાં સ્વરૂપમાં શ્રીકૃષ્ણની પ્રિય વાંસળીને પણ ઘરમાં જરૂર રાખવી જોઈએ. તેનાથી કુટુંબમાં પ્રેમની ભાવના જળવાઈ રહે છે અને સભ્યોનો એક બીજાનો સહકાર મળે છે. સાથે જ ઘરમાં ધન વૈભવ અને સુખ સમૃદ્ધીની કોઈ પણ પ્રકારની ખામી નથી રહેતી.

કોઈ શુભ મુહુર્તમાં તમે લાલ દોરામાં સાતમુખી રુદ્રાક્ષ બાંધીને કરગળામાં ધારણ કરી લો. એમ કરવાથી ધન લાભ થાય છે. ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં માટીના વાસણમાં ચાંદીનું કોઈ વસ્તુ રાખો અને તેને લાલ કપડાથી ઢાંકી દો. એમ કરવાથી ઘરમાં ધનનો અભાવ નહિ રહે.

દાનથી થશે ધનની પ્રાપ્તિ : સફેદ વસ્તુઓનું દાન કરવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. જો તમે સફેદ રંગના કપડા, તલ કે બીજી વસ્તુનું દાન કરો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.