આ રેસિપીથી ફક્ત 10 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ પનીર હલવો, સ્વાદ એવો કે ક્યારેય ભૂલી શકશો નહીં.

ઘરે એકદમ સરળ અને ઝડપી રીતે બનાવો પનીર હલવો, નાનાથી લઈને મોટા સુધી દરેકને આવશે પસંદ.

આ રેસીપીથી માત્ર 10 મિનીટમાં બનાવો ટેસ્ટી ‘પનીર હલવા’ સ્વાદ એવો કે ક્યારેય ભૂલી નહિ શકો તમે, પનીરનું સેવન શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ઘણા પ્રકારની વાનગી બનાવી શકાય છે. આ વખતે તહેવાર વખતે આ રેસીપીથી 10 મિનીટમાં બનાવો સ્વાદિષ્ટ પનીર હલવો.

ક્યારે ક્યારે કાંઈ ગળ્યું ખાવાનું મન તો ઘણી વખત થાય છે, પરંતુ સમજાતું નથી કે શું બનાવવું. આજ કાલ લોકો ઘરે જ જાત જાતની મીઠાઈઓ અને બીજા પકવાનો બનાવવામાં માસ્ટરી મેળવી ચુક્યા છે. તેથી જો તમે થોડું વધુ ટેસ્ટી અને ફટાફટ બનાવવા માગો છો, તો પનીર હલવો પણ ટ્રાઈ કરી શકો છો.

પનીર હલવો રેસીપી : તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે. શુભ પ્રસંગ ઉપર મિત્રો અને કુટુંબીજનોનું આવવા-જવાનું ચાલુ રહેશે. જો તમે તેને કંઈક ગળ્યું ખવરાવવા માગો છો, તો ફટાફટ પનીરનો સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. પનીર મેગ્નેશિયમ અને પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. પનીરમાં મળી આવતા ફોસ્ફોરસ અને ફાઈબર પાચન તંત્રને મજબુત કરે છે. જાણો પનીર હલવાની રેસીપી.

સામગ્રી

1 ચમચી ઘી

30 ગ્રામ બદામ

30 ગ્રામ કાજુ

30 ગ્રામ સુકી દ્રાક્ષ

500 ગ્રામ છીણેલું પનીર

200 મિ.લી. દૂધ

200 ગ્વ્રમ ખોવા

¼ ગોળ પાવડર

¼ ગ્રામ પીસ્તા

ઈલાયચી પાવડર

4-5 કેસરના તાર

બનાવવાની રીત

1) એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં 30 ગ્રામ બદામ નાખીને સારી રીતે ભેળવો.

2) ત્યાર પછી 30 ગ્રામ કાજુ અને સુકી દ્રાક્ષને ધીમા તાપ ઉપર 3-5 મિનીટ સુધી શેકી લો.

3) એક કડાઈમાં 30 મિ.લી. ઘી ગરમ કરો. તેમાં 500 ગ્રામ છીણેલું પનીર નાખો અને સારી રીતે ભેળવો.

4) હવે તેમાં 200 મિ.લી. દૂધ નાખો અને સારી રીતે ભેળવીને ઉકાળી લો.

5) 200 ગ્રામ ખોવા નાખીને સારી રીતે ભેળવો. પછી ધીમા તાપ ઉપર 5-7 મિનીટ માટે કુક કરો. હવે કેસર ભેળવો.

6) પછી તેમાં 100 ગ્રામ ગોળ પાવડર નાખીને સારી રીતે ભેળવો.

7) ત્યાર પછી ઈલાયચી પાવડર અને શેકેલા મેવા નાખીને ભેળવો. 3-5 મિનીટ સુધી કુક કરી લો.
પનીર હલવો તૈયાર છે. પીસ્તા સાથે ગાર્નીશ કરી પીરસો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.