પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z

મિત્રો જયારે પાણીની વાત આવે છે તો ઘણા સવાલો તમારા મનમાં આવે છે. આજે તમને પાણી વિષે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવશે. મારી તમને એક નાની એવી વિનંતી છે કે ભોજન પછી પાણી ન પીઓ, તો તમે કહેશો કે તેના થી શું ફાયદો થશે.

તમે જે કઈ પણ ખાશો ત્યાર પછી તેમાં અગ્નિ ઉત્પન્ન થશે, અગ્નિથી ભોજનનું પાચન થઇ જશે, પાચન પછી તેમાં માસ,મજ્જા,માલ,મૂત્ર,વીર્ય બરોબર રીતે વધી જશે તે શરીર માટે ઉપયોગી બનશે એટલા માટે ભોજન પછી પાણી ન પીઓ, તો તમે પૂછશો કે ક્યાં સુધી ન પીવું તો પ્રાણીઓ તો 4 કલાક માં પીવે છે,

હવે હું તમને એક સરળ જાણકારી આપી દઉં છું, ક્યારે તમે પી શકો છો, આપણે જે કઈ ખાઈએ છીએ તે પહેલા પેસ્ટ બને છે પેસ્ટ વિષે જાણો છો ને કોઈ વસ્તુ ન તો પ્રવાહી છે કે ન તો નક્કર છે, વચ્ચેના સ્વરૂપમાં છે. ન તો સોલિડ છે ન તો લિકવીડ છે વચ્ચેના સ્વરૂપને પેસ્ટ કહે છે.

આપણે જે કઈ પણ ખાધું તે પેસ્ટ માં રૂપાંતર થાય છે. તેને લગભગ એક કલાક લાગે છે અને પેસ્ટ પછી ની પક્રિયા છે, તે છે રસ બનવાની પહેલા પેસ્ટ બનશે.ભોજન ફરી રસમાં પરિવર્તિત થાય છે અને રસમાં પરિવર્તન થવાનો જે સમય છે તે 1 કલાક થી શરૂ થાય છે અને 2 કલાક સુધી ચાલે છે. જયારે ભોજનનો રસ બનવાનો શરૂ થાય છે, તે સમયે પાણી પીવું સૌથી સારું રહેશે. તો કમ સે કમ 1 કલાક પછી વધુ માં વધુ બે કલાક પછી પાણી પીવાનું છે. વધુ જાણકારી માટે આ વિડિઓ જુઓ.  બીજી જાણકારી માટે વિડીયો ની નીચે છે એ વાંચન ચાલુ કરો.

વિડીયો – ૧ 

 

જેમ કે તમે ઉપરના ફકરામાં વાંચ્યું કે ભોજન સાથે પાણી પીવું ઝેર બરોબર છે અને ભોજન સાથે પાણી ન પી ને 1 કલાક 30 મિનિટ પછી પીવું જોઈએ . હવે તમે વિચારી રહ્યા હશો કે પાણી ભોજન સિવાય ક્યાં ક્યાં સમયે ખુબ જરૂરી છે પીવા માટે. આમ તો તમે હંમેશા તરસ લાગે ત્યારે પાણી પીઓ જ છો. પરંતુ અમુક સમય એવો છે જે સમયે પાણી પીવું ખુબજ જરૂરી હોય છે. હવે આપણે આના ઉપર પણ ચર્ચા કરીશું .

ક્યારે ક્યારે પાણી પીવું જરૂરી છે

જયારે તમે સવારે સૂઈને ઉઠો છો તો સૌથી પહેલા તમારે પાણી પૂવાનું છે. આનો અર્થ એ છે કે તમારે દિવસની શરૂઆત પાણીથી કરવાની છે. ચા થી નહિ,કોફી થી નહિ,દિવસ શરૂ થવો જોઈએ પાણી સાથે.

જો તમે રોજ સવારે ઉઠતાની સાથે જ પાણી પીશો તો તેના ત્રણ કારણ છે.

પહેલું કારણ તો એ છે કે રાત્રે જયારે તમે સુઈ જાવ તો મોમાં જે લાળ બન્યું, તે અંદર ન ગઈ તો મોમાં અહીં તહી ક્યાંક જમા છે. જાગતા જ તમે પાણી પીસો તો જો લાળ તમારા મોઢામાં જમા છે તે શરીરની અંદર જશે અને સવારનું લાળ સૌથી સારું હોય છે, તે આખા દિવસમાં સૌથી સારું મનાય છે. વધારે જાણકારી માટે આ વિડિઓ જુઓ.

વિડીયો – ૨ 

 

કયું પાણી પીવું જોઈએ >>

હવે આપણે વાત કરીએ છીએ કે સવારે જાગતા જ તમારે કયું પાણી પીવું જોઈએ. તમારે જીવનમાં ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઈએ. ઠંડુ પાણી એટલે ફ્રિજમાં રાખેલું પાણી કે બરફ નાખેલું પાણી. તે ક્યારેય ન પીવું જોઈએ. હવે તમે કહેશો કેમ? તમે મને તે જણાવો કે જો તમારું શરીર ઠંડુ થઇ જાય તો તેનો મતલબ શું છે, તેનો સીધો અર્થ છે કે તમે મરી જશો, પછી કેમ ઠંડુ પાણી પીવા માંગો છો. આ શરીર માટે અનુકૂળ નથી.

હવે હું તમને સમજાવું. તમે જેમ ઠંડુ પાણી પીવો છો શરીર ઠંડુ ન થાય તેના માટે આપણું પેટ તે ઠંડા પાણીને ગરમ કરે છે. તમે જેટલું પણ ઠંડુ પાણી પીશો, પેટ તેને ગરમ કરશે અને પાણીને ગરમ કરવા માટે ઉર્જા જોઈએ અને તે ઉર્જા છે તમારું લોહી.

જો વધારે ઠંડુ પાણી પીશો તો પેટ તે પાણીને ગરમ કરવા માટે આખા શરીરમાં થોડું થોડું લોહી ખેચસે, અને જ્યાં સુધી તે પાણી ગરમ નહિ થાય તેટલી વાર માટે બાકી બધા અંગોને લોહીની ઉણપ થવા લાગશે. અને જો શરીરના અંગોને આ લોહીની ઉણપ નિયમિત થવા લાગી તો તે અંગ ખરાબ થઇ જશે, તો તમને ગમે ત્યારે હૃદય હુમલો આવી શકે છે, કિડની ફેલ થઇ શકે છે, લીવર ખરાબ થઇ શકે છે, તમારા શરીરના કોઈ પણ અંગને નકામો કરી શકે છે.

તમે માટલાનું પાણી પી શકો છો. માટીના બનેલા માટલાનું પાણી ક્યારેય ઠંડુ નથી હોતું. ઠંડા પાણીનો મતલબ છે જે પાણીનું તાપમાન 15 ડિગ્રી થી ઓછુ હોય અને માટીના માટલામાં તમે પાણી રાખશો તો તેનું તાપમાન રૂમ તાપમાન છે તેનાથી બે કે ત્રણ ડિગ્રી જ ઓછું હોય છે. આથી માટીના માટલાનું પાણી પી શકો છો, તે ઠંડુ નથી મનાતું. અત્યારે ગરમીના દિવસો છે માટીના માટલાનું પાણી પીઓ ફ્રીજનું પાણી નહિ.

વધારે જાણકારી માટે આ વિડિઓ જુઓ –

વિડીયો – ૩ 

પાણી કેવી રીતે પીવું જોઈએ >>

પાણી કેવી રીતે પીવું. તે ખૂબ જ મહત્વની બાબત છે. તમે અત્યારે સામાન્ય રીતે પાણી કેવી રીતે પીઓ છો , એક ગ્લાસ પાણી ભરેલો મોઢે લગાડી ગટ ગટ ગટ એક જ વારમાં પી લીધું. ગ્લાસ એક વરમાં જ ખલાસ. અમુક લોકો મોં ખોલી લે છે. અને મોં ખોલી ને ઉપર થી રેડે છે. અને પાણી સતત ગટકતુ જાય છે આ બન્ને રીત એકદમ ખરાબ છે જો

તમે ઘટ ઘટ ઘટ એકધારું પાણી પીઓ છો તો તમારા શરીરમાં ત્રણ રોગ તો જરૂર આવશે , પહેલો Appendicitis , બીજો હર્નિયા (આંતરડાનું ઉતારવું) અને ત્રીજો Hydrojcele .

આ હર્નિયા સૌથી વધુ તે લોકોમાં આવે છે જે બધું પાણી ગટ ગટ માં એક વાર માં જ પાણી પીવે છે અને જે Hydrocele છે તે થોડી ઉંમર પછી આવે છે સામાન્ય રીતે આ પુરુષોમાં આવે છે. હર્નિયા તો બૈરાંઓમાં પણ આવે છે પરંતુ આ Hydrocele પુરુષોની બીમારી છે. આ ત્રણે રોગ તે લોકોને જરૂર આવશે જે ઓ એક સાથે પૂરો લોટો કે ગ્લાસ પાણી ગટકાવે છે.

વધુ જાણકારી માટે આ વિડિઓ જુઓ.

વિડીયો – ૪ 

 

કેટલી પાણી પીવું જોઈએ>>

મિત્રો તમે જયારે પાણી પીઓ છો ત્યારે તમારા મનમાં વિચાર આવે છે કે 1 દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ , કોઈ ઓછું બતાવે છે તો કોઈ વધુ,પરંતુ પહેલેથી વધુ અને ઓછું કોઈ નથી જણાવતું.

આજે અમે તમને એક પદ્ધતિ જણાવીએ છીએ, જેનાથી તમે નક્કી કરી શકો છો કે તમારે કેટલું પાણી પીવું જોઈએ .

એક દિવસમાં તમારે જે પાણી પીવાનું છે તેની એક ન્યુનતમ સીમા છે અને એક વધારે. પાણી કેટલું પાણી પીવું જોઈએ તેનું એક સૂત્ર છે, તમારું વજન કેટલું છે તેના દસ ભાગ કરો. એટલા લીટર પાણી તમે દિવસમાં વધારેમાં વધારે પી શકો છો.

હવે તમે વિચારશો કે ઓછામાં ઓછુ કેટલું પાણી પીવું જોઈએ. તો તેની રીત એ છે કે તમે એક દિવસમાં જેટલું ભોજન કરો છો તેનો દસસાથે ગુણી દો, એટલું ઓછામાંઓછુ પાણી પીવાનું છે.

જેમ કે માની લો કે તમે એક દિવસમાં 350 ગ્રામ ભોજન લો છો તો તેનું દસ ગણું કરી દો. તો એક દિવસમાં સાડા ત્રણ લીટર પાણી ઓછામાં ઓછું પાણી તમારે પીવું જોઈએ.

મોટાભાગના માટે જેમ કે વજન 60 કિલો છે તો તેનો દશમો ભાગ આપી દો તો 6 આવશે તો 6 લીટર પાણી તમારે પીવું જોઈએ .

વિડીયો – ૫