દ્રૌપદીએ સૌથી પહેલા બનાવી હતી પાણીપૂરી, પાણીપૂરીની આ વાતો જાણીને ઉડી શકે છે તમારા હોંશ.

પાણીપૂરીનો ઇતિહાસ છે ઘણો રોચક, મહાભારત કાળ સાથે છે તેનો સંબંધ, જાણો તેના વિષે શું લખવામાં આવ્યું છે.

બાળકો હોય કે વડીલ, છોકરા હોય કે છોકરી, પાણીપૂરીનો સ્વાદ દરેકને ગમે છે. કોઈ ઘણી તીખી પાણીપૂરી ખાવાનું પસંદ કરે છે, તો કોઈને મીઠી પાણીપૂરી પસંદ હોય છે, કોઈને ખાટી મીઠી તો કોઈ દહીં વાળી પાણીપૂરી ખાય છે. પાણીપૂરીને દેશભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. બતાશા, પાણીપૂરી, ગોલગપ્પા, પતાશા, ગુપચુપ, ફુલ્કી વગેરે નામોથી પ્રસિદ્ધ આ ચાટના દીવાનાની કોઈ અછત નથી. પણ શું તમે જાણો છો કે પાણીપૂરીની શોધ ક્યાં થઇ હતી?

ભારતનું પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ : ભારતમાં સ્ટ્રીટ ફૂડની જોરદાર વેરાયટી મળી આવે છે. અહિયાં પાણીપૂરીથી લઈને આલુ ટીક્કી, જાત જાતની પકોડીઓ, મોમોઝ, દહીં ભલ્લે, ધનિયા આલુ વગેરે ઘણા લોકપ્રિય છે. દેશના અલગ અલગ ભાગમાં પાણીપૂરી માટે અલગ અલગ પ્રકારના પાણી અને ફીલિંગને પસંદ કરવામાં આવે છે. ઘણા પાણીપૂરીમાં બટેટા ભરે છે, ઘણા ચણા ભરે છે તો કોઈ વટાણા. દરેક વસ્તુનો સ્વાદ એકદમ અલગ હોય છે.

એક બે પ્લેટ પાણીપૂરી ખાઈ લીધા પછી છેલ્લે મળતી સુકી પૂરીનો સ્વાદ પણ મોઢામાં પાણી લઇ આવે છે. હવે તમે ઘરે બેઠા એ જાણી લો કે, પાણીપૂરીની શોધ ક્યાં અને કેવી રીતે થઇ હતી?

પાણીપૂરી સાથે છે દ્રૌપદીનો પણ સંબંધ : જયારે દ્રૌપદી પહેલી વખત તેના પતિ સાથે સાસરીએ આવી હતી, ત્યારે કુંતીએ તેને કાંઈક અલગ બનાવવા માટે કહ્યું હતું. જેનાથી પાંડવોનું પેટ ભરાઈ જાય. ત્યારે દ્રૌપદીએ પોતાની કળાથી પાણીપૂરી તૈયાર કરી હતી. તે ખાઈને પાંડવ ઘણા ખુશ થઇ ગયા હતા. ત્યારે કુંતીએ દ્રૌપદીને અમરતાનું વરદાન આપ્યું હતું.

ગ્રીક ઈતિહાસકાર સાથે પણ જોડાયેલું છે પાણીપૂરીનું રહસ્ય : ગ્રીક ઈતિહાસકાર અને ચીની બોદ્ધ યાત્રી Faxian અને Xuanzang ના પુસ્તકોમાં લખ્યું છે કે, પાણીપૂરી સૌથી પહેલા ગંગા કિનારે વસેલા મગધ સામ્રાજ્યમાં બનાવવામાં આવી હતી. માનવામાં આવે છે કે, પાણીપૂરીની શરુઆત મગધથી થઇ હતી. આજે તેને દક્ષિણી બિહારના નામથી ઓળખવામાં આવે છે. પણ તે સમયમાં તેનું નામ શું રહ્યું હશે, તેનો તો કોઈને અંદાજો નથી. જોકે ઘણા સ્થળો ઉપર તેના પ્રાચીન નામ ફુલ્કીનો ઉલ્લેખ મળી આવે છે.

પાણીપૂરી ડાયટથી ઓછું કરો તમારું વજન : હેલ્થ મેનીયાના ચીફ ડાયટીશીયન મેઘા મુખિયાના જણાવ્યા મુજબ, પાણીપૂરી અને તેનું પાણી ઘરમાં બનાવવામાં આવે તો વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. એક પાણીપૂરીમાં માત્ર 36 કેલેરી હોય છે. 6 પાણીપૂરીની 1 પ્લેટમાં 216 કેલેરી હોય છે. તેથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે. પણ તેના માટે તમારે પાણીપૂરી અને તેનું પાણી, બંને ઘરે જ તૈયાર કરવાના રહેશે.

ઘરે બનેલી પાણી પૂરી ઓછા તેલમાં બનાવવામાં આવે છે એટલા માટે તે નુકશાન નથી કરતી. વજન ઓછું કરવું છે તેઓ સોજીના બદલે લોટની પાણીપૂરી બનાવો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.