૪ પાણીપૂરી ૭૫૦ રૂપિયા માં ભાઈયો આપડે ભૈયા લોકો ઘણી સસ્તી ખવડાવે છે ૭૫૦ ની કેટલી આપે?

પાણીપુરી,ગોલગપ્પા, પાણીના બતાશા, ફુલકી, પુચકા, ઘણા બધાં નામોથી પાણીપુરીની દેશભરમાં ઓળખવામાં આવે છે. એટલું જ નહીં જ્યારે પણ તમે આ નામ સાંભળો છો તો જાણે મોંઢામાં પાણી ન આવે એવું બની જ ન શકે. શરૂઆતથી જ પાણીપુરી બાળકોમાં, સ્ત્રીઓમાં, પુરુષોમાં લોકપ્રિય રહી છે. એટલું જ નહીં ઘણા લોકો પોતાની પાર્ટીઓમાં પાણીપુરીને પણ સામેલ કરે છે. ક્યારેક ઘરે બનાવીને તો ક્યારેક બહાર લારી પર.

 

અમુક મિત્રો તો ગામે ગામની પાણી પુરીનો લ્હાવો લઈ રહ્યા હોય છે. એ જ ક્રિસ્પી ગોલ ગપ્પા તીખી અથવા મીઠી ચટણી સાથે લેવાનું લોકો પસંદ કરે છે. દરેક ગામની પાણી પુરીમાં અલગ અલગ પ્રકારની ખાસિયતો હોય છે. સૌથી લોકપ્રિય તે મહિલાઓમાં છે. કહેવામાં આવે છે કે મહિલાઓને કોઈપણ પ્રકારના ફુડ કરતાં પાણીપુરી સૌથી વહાલી છે.

અમુક મિત્રો તો એવા પણ હોય છે કે તે એક ડિશથી ધરાતા નથી. તેઓને એકથી વધુ ડિશની હેબિટ હોય છે. દેશભરમાં આપણે ઘણીવાર જોઈએ છે કે ક્યાંક મહિલાઓ પાણીપુરી વેચી રહી છે. ક્યાંક એમબીએ ભણેલ સ્ટુડન્ટ પાણીપુરી વેચી રહ્યા છે. તથા તેઓની પાણીપુરીની ખાસિયત પણ હોય છે. અમુક જગ્યાએ અનહાઇજિનનો સામનો કરવો પડે છે. તો ક્યારેક અમુક જગ્યાએ ખૂબ જ ચોખ્ખાઈપૂર્વક પાણીપુરી બનાવવામાં આવે છે.

 

આ મોંમાં પાણી લાવી દેનાર ખાદ્ય પદાર્થ દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે. એટલું જ નહીં અમુક ભારતીયો વિદેશોમાં પણ પાણીપુરી વેચીને ખૂબ જ કમાણી કરી રહ્યા છે. મને ખાતરી છે મિત્રો કે આ વાંચન દરમિયાન પણ તમારા મોંમાં પાણી આવી જ ગયું હશે. પાણીપુરી શરૂઆતથી જ ભારતીયોમાં એટલી જ લોકપ્રિય રહી છે. એટલું જ નહીં પાણીપુરી સૌથી સસ્તા ખાદ્યપદાર્થ તરીકે પણ ઓળખાય છે.

 

કિંમત પર ધ્યાન આપીએ તો નાના હતા ત્યારે ૧ રૂપિયા ની ૪ ખાધેલી અમુક વર્ષો પહેલા ૧ રૂપિયાની ૧ મળતી થઇ . એટલે કે ૧૦ રૂપિયાની ૧૦ પાણી પુરી. સમય જતાં મોંઘવારી વધી પાણીપુરીનો ભાવ પણ વધ્યો. કેટલીક જગ્યાએ ૧૦ રૂપિયાની ૫ પાણીપુરી મળતી થઈ. તો કેટલીક જગ્યાએ ૧૫ રૂપિયાની ૫ પાણીપૂરી મળતી થઈ. અમુક સારામાં સારી જગ્યાએ જો પાણીપુરી ખાઈએ તો વધારેમાં વધારે ૨૫ થી ૩૦ રૂપિયાની ૫ પાણીપુરી થાય છે.

ગામડાના વિસ્તારોમાં હજુ પણ કેટલીક જગ્યાએ દસ રૂપિયાની દસ પાણીપૂરી મળી આવે છે . અમુક મિત્રો થોડું મોંઘું ખાવાનું પસંદ કરતા હોય છે તો તેમની માટે દહીં પુરી સેવપુરી જેવા વિવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે. સારામાં સારી જગ્યાએ જો દહીં પુરી સેવપુરી ખાવામાં આવે તો ઓછામાં ઓછા ૨૫ થી ૩૫ અને વધુમાં વધુ ૫૦ થી ૭૦ રૂપિયા થાય છે.

તમે વિચારી શકતા હશો કે દિવસે દિવસે વધતી જતી મોંઘવારીમાં જો આજથી ૪૦-૫૦ વર્ષ પછીની કલ્પના કરવામાં આવે તો પાણીપુરીનો ભાવ પણ કદાચ એટલો જ વધી શકે છે.

પરંતુ આ શું ?? દિલ્હીમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ પર ૭૦૮ રૂપિયાની ૪ પાણીપૂરી મળી રહી છે . શું આ ૨૦૮૦ ચાલી રહ્યું છે ?? શું એક રવા તેમજ ઘઉંના લોટના બનેલ ગોલ ગપ્પા આટલી કિંમતના હોઈ શકે ??

આવી જગ્યાએ જનારાઓના ખિસ્સામાં કાણું તો પડી જ જતું હશે. તેમજ અંદરથી તેઓ રડવાનું પણ શરૂ કરી દે છે. આવું જ કંઈક થયું આ વીડિયોમાં દર્શાવાયેલ વ્યક્તિ સાથે.

 

અહીં તમારા માટે અમે એક એવો વીડિયો લાવ્યા છીએ જેમાં દર્શાવેલ પાણીપુરીનો ભાવ તમે માની પણ નહીં શકો . વીડિયોમાં દર્શાવાયેલ વ્યક્તિ દિલ્હીના એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં તે ૭૦૮ રૂપિયાની ૪ પાણીપૂરી ખાય છે. પાણીપુરી ખાધા બાદ આ ઘટનાને તે પોતાની લાઇફ ટાઇમ એચિવમેન્ટ બતાવે છે. તેમજ તે પાણીપુરીને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહે છે. તથા એમ પણ કહે છે કે આ પાણીપુરી પૈસા વસૂલ છે.

 

મિત્રો , જો તમે વીડિયોમાં દર્શાવેલ કેવિયર બોક્સ જે પાણીપુરી સાથે સર્વ કરવામાં આવ્યું તેને લઇને ઉત્સુક થઈ રહ્યા હોવ તો તમને જણાવી દઇએ કે એ માત્ર એક ફેક તેમજ અનનેસેસરી વસ્તુ છે જે પાણીપુરી સાથે સર્વ કરવામાં આવી. આપણામાંથી ઘણા મિત્રો એવા હશે જે આ પાણીપુરી અફોર્ડ નહીં કરી શકતા હોય પરંતુ વીડિયોમાં દર્શાવેલ વ્યક્તિ આ પાણી પૂરીને એકદમ પૈસા વસૂલ કરી રહ્યો છે. જેનાથી આપણને ખ્યાલ આવી જ રહ્યો હશે કે આ પાણીપુરી કેટલી ટેસ્ટી હશે તો માત્ર વીડિયો જોઈને જ આપણે આ પાણીપુરીના ટેસ્ટનો લ્હાવો માણી શકીએ છીએ. બાકી કોઈ પણ ભાવ ની પાણી પૂરી ખાવ એ ગળા નીચે જઈને ખાતર જ થવા ની છે.

ખરેખર મિત્રો આ રેસ્ટોરન્ટના મેનુ પર જો તમે એકવાર નજર કરશો તો આ પાણીપુરીની કિંમત ૬૦૦ છે પરંતુ ૧૮% જીએસટી ઉમેરતા તેની કિંમત ૭૦૮ રૂપિયા થઈ જાય છે. વીડિયોમાં દર્શાવેલ વ્યક્તિ દરેકે દરેક પાણીપુરી જે તે ખાઈ રહ્યો છે તેની કિંમત કહી રહ્યો છે જે તમે સાંભળી શકો છો.

તો મિત્રો તમારા ગામમાં શહેર માં પાણી પુરીનો શું ભાવ છે ??

વિડીયો