પનીર નહિ, આપણે બીમારીઓ ખરીદી રહ્યા, વાઈટ સ્ટોન પાવડર-રીફાઈંડ ભેળવીને બની રહેલા નકલી પનીર છે.

આ ૩ સ્થળોને જુવો… રબર જેવા પનીર કેવી રીતે તૈયાર થાય છે, ૧૭ ફેકટરીઓ રોજનું સપ્લાઈ કરી રહી છે ૧૭ હજાર કિલો.

રાજસ્થાન ભેળસેળનું સૌથી મોટી માર્કેટ બની ગયું છે. ૧૭ દિવસથી આરોગ્ય વિભાગ એ દાળ, ઘી, બેસન, પનીર, માવાથી લઇને ડ્રાઈ ફ્રુટ્સ સુધી રસોઈની દરેક વસ્તુ ભેળસેળ વાળી મળે છે. નકલી પનીર મળ્યા પછી ભાસ્કર ભરતપુરના કામા અને કરોલીના હિંડોનમાં ભેળસેળની સૌથી મોટી માર્કેટમાં પહોચ્યું.

કામાંની કેપી નહેરના બન્ને અને ૩ કી.મી. પાટા ઉપર નકલી પનીરના ૧૫ કારખાના મળ્યા. ૯ કી.મી. દુર બાદીપુરના ખેતરોમાં કારખાના મળ્યા. બીજા દિવસે હિંડોન બયાના રોડની ફેક્ટરીમાં પહોચી ભાસ્કર ટીમને કુંડી માંથી વેસ્ટની વચ્ચે નકલી પનીર મળ્યું. વાતચીતમાં જાણવા મળ્યું ખર્ચ ૫૦ રૂપિયા કિલો સુધી આવે છે.

આ ૩ જગ્યાઓને જુવો, રબડી જેવું પનીર કેવી રીતે તૈયાર થાય છે? ૧૭ ફેકટરીઓ દરરોજ સપ્લાય કરી રહી છે ૧૭ હજાર કિલો.

સવારે ૧૧ વાગ્યે, કેપી નહેર : ૨૦ માંથી ૧૩ ફેકટરીઓમાં ભેળસેળ મળી, પનીર સ્પર્શવાથી રબર જેવું, ચાખ્યું તો ગળું ચીકણું થઇ ગયું.

કોશી ચાર રસ્તા પાસે પહોચતા જ થોડા બાઈક સવાર પાછળ લાગી ગયા જયપુરના નંબરની ગાડી જોઈ તેમને લાગ્યું ક્યાંક સાદા ડ્રેસમાં પોલીસ તો નથી. જેવા તેવા કપડા બદલીને ૩ વાગ્યા સુધી ૨૦ ફેકટરીઓ શોધી.

આવી રીતે ચાલી રહી છે ભેળસેળ : મોટી મોટી કુંડીમાં દૂધ જેવું સફેદ પાણી હતું. પલાળી રાખેલા પનીર સ્પર્શીને જોયું તો રબર જેવા હતું. થોડું ચાખ્યું તો ગળું ચીકણું થઇ ગયું.

માલિકની સ્પષ્ટતા : ચતરૂ ફેક્ટરીના માલિક કે કહ્યું અમે ભેળસેળ નથી કરતા. રાજસ્થાન ડેરી વાળા કરે છે. રાજસ્થાન ડેરી વાળા એ કહ્યું, સસ્તું અને ખરાબ પનીર નહેર પાસે ફેક્ટરી આપે છે.

ફરી આવી રીતે કરાવી તપાસ : ફેકટરીઓ માંથી ૧૫ કિલો પનીર ૧૭૦ રૂપિયાના ભાવમાં ખરીદ્યું. લેબ દ્વારા તપાસ કરાવી તો રીફાઈંડ અને વાઈટ સ્ટોન પાવડરના અંશ મળ્યા.

કેપી નહેરની ફેકટરીઓમાં દૂધની કુંડીમાં હાથ દ્વારા કેમિકલ્સ ભેળવવામાં આવે છે.

૧૫૦૦૦ કિલો પનીર રોજ અહિયાંથી સપ્લાઈ કરવામાં આવે છે.

આ વિસ્તાર મહી મોકલવામાં આવી રહ્યું છે.

જયપુર, દિલ્હી, નોયડા, મથુરા, દોસા અને ભરતપુરમાં વેચવામાં આવી રહ્યું છે. મોકલવામાં આવે છે ૩.૩૦ વાગ્યે : બાદીપુર : ૧૦ વર્ષથી કોઈ કાર્યવાહી નહિ, બેધડક થઇને કેમિકલ યુક્ત દૂધ માંથી બની રહ્યું છે પનીર.

લગભગ ૩,૩૦ વાગ્યે અમે બાદીપુર પાગ પહોચ્યા. અહિયાં બાઈક અને કારથી જવાનો રસ્તો જ નથી, અમે લગભગ દોઢ કી.મી. પગપાળા ચાલીને ફેક્ટરી પહોચ્યા.

આવી રીતે ચાલી રહી છે ભેળસેળ : બહાર બેઠેલા કર્મચારી એ પૂછ્યું શું કામ છે? અમે કહ્યું પનીર જોઈએ છીએ. બોલો, કેટલું. અમે કહ્યું ૫૦ કિલો. અહિયાં જોયું કે મોટા મોટા ડ્રમોમાં કેમિકલયુક્ત દૂધ ભરેલું હતું. એક ડીપ ફ્રીજ અને પલાળીને ઘણા ક્વિન્ટલ પનીર હતું.

સામે જ ખેતર હતા અને એક સુકાયેલો કુવો હતો. ખબર મળી કે કોઈ પણ પરવાનગી વગર બધો જ ખરાબ માલ કુવામાં નાખી દઈએ છીએ અને અને સારું પનીર જ ભરી દેવામાં આવે છે. આમ તો દસ વર્ષોથી અહિયાં કોઈ કાર્યવાહી થઇ નથી.

પછી આવી રીતે કરાવી તપાસ : અહિયાંથી ૧૫૦ રૂપિયાના ભાવ ઉપર ૧૫ કિલો પનીર ખરીદ્યું. તપાસમાં રીફાઈંડ અને વાઈટ સ્ટોન પાવડર મળ્યો.

પહેલા એક ડોલમાં કેમિકલ્સ ઓગાળીને પછી તે ડોલને દૂધના મોટા ડ્રમમાં નાખી દેવામાં આવ્યું.

૫૦૦-૭૦૦ કિલો પનીર રોજ અહિયાંથી સપ્લાઈ થાય છે.

આ વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યું છે.

અહિયાંનું સૌથી મોટું સપ્લાઈ ભરતપુર અને ધોલપુરમાં થાય છે.

બીજા દિવસે સવારે ૧૦.૩૦ વાગ્યે. હિંડોન સીટી : ફેક્ટરીમાં ઘૂસતા જ સડાંઘ, કુંડીમાં વેસ્ટ અને ખુલ્લામાં પનીર રાખ્યું હતું.

વિસ્તારમાં પનીરના મોટા સપ્લાયર છે પૂરણ : હોટલ, ધાબા, લગ્ન-પાર્ટી બધે તેમનો માલ જાય છે. અમે બાઈક દ્વારા પૂરણના કારખાના સુધી પહોચ્યા.

આવી રીતે ચાલી રહી છે ભેળસેળ : અંદર જતા જ ગંધ આવવા લાગી. મોટો એવો હોજ બનાવવામાં આવ્યો હતો, જેમાં વેસ્ટ ભરેલું હતું. આગળ જ એક ડીપ ફ્રીજ રાખવામાં આવ્યું હતું. જે આખું પનીરથી ભરેલું હતું. પાસે જ ખુલ્લામાં પનીર રાખવામાં આવ્યું હતું.

ભાવ પૂછ્યો તો કામ કરી રહેલા એક છોકરાએ ૨૨૦ બતાવ્યો. થોડી વાર પછી એક બીજી વ્યક્તિ આવી. અમે કહ્યું વધુ જોઈએ તો કહ્યું ૨૦૦ રૂપિયા કિલોથી ઓછામાં નહિ મળે. ખબર મળી કે બયાનાના રીન્કુ ૧૫૦ રૂપિયે કિલોમાં આ પનીર વેચે છે.

પછી આવી રીતે કરાવી તપાસ : અમે ૨૦૦ રૂપિયે કિલો પનીર ખરીદ્યું. તપાસમાં રીફાઈંડ પામ ઓઈલ અને પાવડર મળ્યો. અમે પૂછ્યું પ્યોર છે. જે તો કર્મચારી બોલ્યો ક્યાય પણ ચેક કરાવી લો. ચાખ્યું તો ગળું ચીકણું થઇ ગયું.