ખુબજ ટેસ્ટી પંજાબી શાક પનીર પસંદા ઘરે બનાવવા ની રીત ગુજરાતી માં વિડીયો થી શીખો

પનીર પસંદા ઘરે બનાવવા ની રીત નીચે વિડીયો માં છે સાથે સામગ્રી ને રીત પણ નીચે વાંચી શકો છો.

પનીર પસંદા

સામગ્રી:

500 ગ્રામ પનીર

ડુંગળી, 6

400 ગ્રામ ટમેટા

આદુ, 1 ઈંચનો લાંબો ટુકડો

2 લીલા મરચા

1 કપ મલાઈ

1 કપ દહીં

100 ગ્રામ માખણ

1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર

1/4 ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન સૂકા ફૂદિનાના પાન

1/2 ટીસ્પૂન ગરમ મસાલો

1/2 કપ દૂધ
રીત:

– પનીરના નાના ટુકડા કરી લો.

– ડુંગળીને ઝીણી સમારી લો.

– ટમેટા, આદુ અને લીલા મરચાને ગ્રાઈન્ડ કરી લો.

– એક પેનમાં માખણ ગરમ કરો.

– તેમાં ડુંગળીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

– હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો.

– તેને મધ્યમ આંચ પર પાકવા દો જેથી ઘી છૂટુ પડી જાય.

– હવે ગેસ બંધ કરી દો.

– તેમાં પનીરના ટુકડા, દહીં, મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર, ગરમ મસાલો અને સૂકા ફૂદિનાના પાન ઉમેરીને બરાબર મિક્સ કરો.

– મિશ્રણને એક કલાક સુધી એમ જ રહેવા દો.

– હવે તે પેનને ફરી ગેસ પર મૂકીને ગરમ કરો અને તેમાં દૂધ ઉમેરો.

– 5 મિનીટ ઉકળવા જો અને પછી ગેસ પરથી ઉતારી લો.

– ગરમા ગરમ પનીર પસંદા તૈયાર છે.

વિડીયો માં ડુંગળી લસણ વિના ની રીત છે થોડા ફેરફાર સાથે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નો બનાવી શકો છો.

વિડીયો