પપ્પા… હવે અમારા પ્રોમિસ કોણ પુરા કરશે, મમ્મીનું શું થશે?…

પપ્પા….તમે ઘણા ખરાબ છો. અમને છોડીને જતા રહ્યા. હવે હું તમારી સાથે ક્યારેય વાત નહીં કરું, તમે તો ડોક્ટર બનાવવાની વાત કરી રહ્યા હતા, હવે અમારા અને કૃષ્ણાના પ્રોમિસ કોણ પુરા કરશે… મમ્મીનું શું થશે? તમે જેંટલપરસન અને ભલાઈની વાત કરતા હતા, તો તમારા દુશ્મન કોણ બની ગયા. કોણે કરી પપ્પાની આ હાલત? બધાની આંખો ભીની અને હૃદયને ચીરવાવાળી વેદના અને વિલાપ ભરેલા આ શબ્દ હતા રાકેશ યાદવની દીકરી કશિશના, જે પિતાની અર્થી ઉઠવા પર દુઃખી થઈ ગઈ.

આખી રાત વહેવા વાળા આંસુ આંખોમાંથી સુકાઈ ચુક્યા હતા, પણ એના કરુણ આક્રંદથી દરેકનું હૃદય દ્રવિત થઈ રહ્યું હતું. કયારેક તે પોતાની માં બબિતાને લપેટાઈને પૂછતી કે પપ્પા ક્યાં ચાલ્યા ગયા? કેમ રિસાઈ ગયા મારા વ્હાલા પપ્પા? દાદા ગિરંદના ખભા પર માથું રાખીને તે સવાલ કરતી, પપ્પાને કેમ જવા દીધા? કાકા કમલ યાદવ એને હિંમત આપતા પોતાના આંસુ રોકી શકતા ન હતા.

મામા વીરેશ યાદવ વારંવાર તેને સમજાવતા, સંભાળતા. કાકી રેખા યાદવ, માસી પ્રેમલતા રડતા રડતા પોતે પણ બેભાન થઈ રહી હતી. 11 વર્ષીય ભાઈ કૃષ્ણા અને બિબ્બીની આંખોમાં આંસુ હતા, તે પપ્પા કહેતા કહેતા ક્યારેક માં સાથે લપેટાઈ જતા તો ક્યારેક દાદા ગિરંદ પાસે જઈને પપ્પાને શું થઈ ગયું? એવા સવાલ કરીને એમને નિરુત્તર કરી દેતા.

લઈ ન જાવ, છોડી દો મારા લાલને :

દીકરાના શબ પાસે બેસેલી આશા યાદવ બેભાન જેવી હાલતમાં હતા. અર્થી ઉઠવા પર તે બૂમો પાડી ઉઠી, છોડી દો મારા લાલને. શબયાત્રાની પાછળ પાછળ તે ઘણી દૂર સુધી ચાલ્યા. પરિવારજનોએ ખુબ મુશ્કેલીથી એમને સંભાળ્યા. રાકેશની એકમાત્ર બહેન શિખા ઉર્ફ અંજુ વારંવાર બે ભાન થઈ રહી હતી. રાકેશના નાના ભાઈ રાજેશ યાદવ ઘણા દુઃખી હતા.

બધાને ધીરજ રખાવતા રહ્યા પિતા ગિરંદ :

60 વર્ષની ઉંમરમાં ગિરંદ યાદવ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. અર્થી ઉઠવા પર આંસુઓની ધારા વહી રહી હતી. પણ ગિરંદ બધાને ધીરજ રખાવતા જોવા મળ્યા. ધીરજ રાખો, હિમ્મત રાખો કહેતા તે દરેક સમયે આંસુઓને આંખોમાંથી છલકાવાથી રોકવાનો પ્રયત્ન કરતા રહ્યા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.