‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ પણ છોકરાએ કરી નાખ્યું ગંદુ કામ, વિડિઓ થયો વાયરલ

પાપા કહતે હે બડા નામ કરેગા.. બેટા હમારા એસા કામ કરેગા, મગર યહ તો કોઈ નાં જાને.. કી મેરી મંજિલ કહા.. ૯૦ ના દશકામાં આ ગીત ગાયક ઉદિત નારાયણ એ ગયું હતું પણ આજના સમયમાં તેનો દીકરો આદિત્ય નારાયણ તે ગીતના શબ્દોની બિલકુલ વિરુદ્ધ પોતાના કરેલ ખરાબ કામને કારણે ચર્ચામાં આવી ગયેલ છે. જી હા ગાયક ઉદિત નારાયણ ના દીકરા અને ટીવી એંકર આદિત્ય નારાયણનો વિમાનમથક ઉપર કરવામાં આવેલ ખરાબ વર્તનનો વિડીયો સામે આવેલ છે.. આ વિડીયોમાં આદિત્ય નારાયણ ઈન્ડીગો એયરલાઈન્સ ના કર્મચારી ને સામાન્ય રીતે ગાળો આપતો જોવા મળી રહેલ છે.

 

શિવસેના સાંસદ ગાયકવાડ ની એયરઇન્ડિયા કર્મચારી સાથે મારપીટ પછી હવે ગાયક ઉદિત નારાયણ ના દીકરા સિંગર આદિત્ય નારાયણએ ઈન્ડીગો એયરલાઈન્સ ના એક કર્મચારી સાથે અસભ્ય વર્તન કરેલ. આ બાબતે એક વિડીયો સામે આવેલ છે જેમાં તે રાયપુર વિમાનમથક ઉપર ઈન્ડીગો એયરલાઈન્સના કર્મચારી સાથે ખરાબ વર્તન કરતો જોવા મળી રહેલ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આદિત્ય, વિમાનમથકના સ્ટાફ ઉપર બુમો પાડતા કહી રહેલ છે, ‘તું ક્યારેક તો મુંબઈ આવીશ ને. ત્યારે જો તારું પેન્ટ ન ઉતરાવું, તો મારું નામ આદિત્ય નારાયણ નહી,.’ જાણવા મુજબ રાયપુર વિમાનમથક ઉપર આદિત્ય નારાયણ એ નિયત વજન કરતા વધુ વજનનો સમાન લઈને ઈન્ડીગોના અધિકારી સાથે માથાકૂટ કરેલ અને તેને ધમકી આપેલ.

 

આ હતી બાબત

ખાસ કરીને આદિત્ય નારાયણ પાંચ લોકો સાથે એયરલાઈન્સ નંબર 6E -૨૫૮ માં રાયપુર થી મુંબઈ મુસાફરી માટે નીકળ્યા હતા અને તેની પાસે કુલ ૪૦ કિલો વજન વધારાનો હતો. નિયમ મુજબ એયરલાઈન્સ એ વધારાના સામાન માટે ૧૩૦૦૦ રૂપિયા ચુકવવા માટે કહેલ પણ આદિત્યએ વધારાના સામાન માટે ૧૦૦૦૦ થી વધુ રૂપિયા આપવાની ના કહી. અને સાથે જ તેમણે મહિલા સ્ટાફ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરેલ. ઈન્ડીગો એયરલાઈન્સ મુજબ વિડીયો બનાવતા દરમિયાન આદિત્યે ડ્યુટી મેનેજર તરફ આંગળી દેખાડી ખરાબ ઈશારો કરેલ જ્યારે એક અધિકારીએ તેને આવા પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવા નો આગ્રહ કર્યો તો આદિત્ય પહેલા થી વધુ જોર જોરથી બુમો પાડીને ગાળો દેવાનું શરુ કરી દીધું.

ઈન્ડીગો એયરલાઈન્સે આદિત્યને કહ્યું કે સતત આ પ્રકારે ખોટી ભાષાનો ઉપયોગ કરતો રહીશ તો, તો તેને ટ્રેવલ નહી કરવા દેવામાં આવે. ત્યાર પછી આદિત્યે ઈન્ડીગોના સ્ટાફની માફી માગી અને તેને બોડીંગ પાસ આપવામાં આવેલ.

વીડિઓ :