પપૈયું અને લીંબુનું એક સાથે સેવન કરવાથી થાય છે આ આશ્ચર્યચકિત કરી દેતા ફાયદા

વિટામીન A, B અને C તથા ફાઈબર થી ભરપુર પપૈયું અને લીંબુ પેટ, આંખ અને ચામડી માટે ખુબ જ ફાયદાકારક છે. તેના સિવાય ફોસ્ફરસ, પોટેસીયમ, આયર્ન, એન્ટીઓક્સીડેન્ટસ, કાબ્રેહાઈડ્રેટ, પ્રોટીન, સોડીયમ તથા અન્ય ખનીજ તત્વો પણ આવેલ હોય છે, જે સ્વસ્થ રહેવા માટે આવશ્યક હોય છે.

કબજીયાતની ફરિયાદ દુર થાય છે : તમને જણાવી દઈએ કે પપૈયાનું સેવન પેટ માટે સારું હોય છે. પપૈયાના નાના-નાના ટુકડા કરીને તજનું ચૂર્ણ, સિંધાલુ અને લીંબુનો રસ ભેળવીને સેવન કરવાથી ભોજન કરવાની અરુચિ ની ફરિયાદ પણ દુર થાય છે અને ભોજન સરળતાથી પચી જાય છે. આમાં પપાઈન નામનું એક ઇન્જાઈમ મળે છે, જે ખોરાકને પચાવવામાં અત્યંત મદદગાર છે. આનું સેવન કરવાથી મંદાગ્નિ ની ફરિયાદ દુર થાય છે. આમાં ઝાડા અને પેશાબ ની સમસ્યા દુર કરવાનો ગુણ છે.

લીવર, સીરોસીર અને કેન્સરથી બચાવ: પપૈયું અને લીંબુનો રસ લીવર સીરોસીર માટે ઘણો લાભકારી ઘરગથ્થું ઉપચાર છે. પપૈયું લીવરને ઘણી મજબૂતી પ્રદાન કરે છે અને લીંબુ લીવરને પિત્ત (બાઈલ) નસ ઉત્પાદનમાં સહાય કરે છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી દરરોજ બે ચમચી પપૈયાના રસમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પીઓ. આ બીમારીથી પૂર્ણ રીતે છુટકારો મેળવવા માટે આ મિશ્રણનું સેવન ત્રણ થી ચાર અઠવાડિયા માટે કરો. આના સેવનથી કોલન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને બ્લડ કેન્સર વગેરેની કેન્સર કોશિકાઓ પર પણ પ્રતિકુલ પ્રભાવ પાડે છે.

આંખો માટે ફાયદાકારક: પપૈયું અને લીંબુમાં આવેલ વિટામીન એ આંખોની કમજોરી દુર કરે છે. પપૈયાં માં કેલ્સિયમ, કેરોટીનની સાથે વિટામીન એ વિટામીન બી, અને સી, ડી ની ભરપુર માત્રા હોય છે. જે આંખોની તકલીફોને ખત્મ કરી દે છે. આના સેવનથી રતાંધણા રોગનું નિવારણ થાય છે અને આંખોની જ્યોતિ વધે છે. આંખોની દ્રષ્ટી સારી બનાવી રાખવા માટે આનું સેવન જરૂર કરો. જે બાળકોને ઓછી ઉંમરે જ ચશ્માં આવી ગયા હોય તેમના માટે આ ખુબ જ લાભકારી હોય છે. આના સિવાય વિટામીન એ પણ ઉમર સંબંધિત ધબ્બેદાર પતનના વિકાસને રોકે છે અને આંખો માટે સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે.

વજન ઘટાડવામાં કારગર: નિયમિત રૂપથી સવારે ખાલી પેટે પપૈયા અને લીંબુના રસનું સેવન કરો. લીંબુ અને પપૈયા માં પેક્ટીન ફાઈબરની પ્રચુર માત્રા હોય છે જે ભૂખની પ્રબળ ઈચ્છાથી લડવામાં મદદ કરે છે અને તમે એક લાંબા સમય માટે તૃપ્તતા અનુભવશો. પેટને ભર્યું ભર્યું અનુભવ કરાવવાની સાથે સાથે આ આંતરડા ના કાર્યો સરખા રાખે છે જેના ફળરૂપે વજન ઘટાડવું સરળ રહે છે. ત્યાર બાદ પોતાનું વજન ચેક કરો તેમાં નિશ્ચિત ઓછુ દેખાશે. આના સેવનથી કમરની વધારાની ચરબી ઓછી થાય છે.

હૃદય અને બ્લડ પ્રેસર રાખો સુરક્ષિત: લીંબુ અને પપૈયા ફાઈબર, વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપુર છે અને ધમનીઓમાં કોલેસ્ટ્રોલના નિર્માણને ઓછુ કરે છે. ખુબ જ વધારે કોલેસ્ટ્રોલનું નિર્માણ ધમનીઓને બ્લોક કરી શકે છે અને હૃદય હુમલો આવવાનું કારણ બની શકે છે. લીંબુનું સેવન નસોમાં નિરંતર લોહીનું સંચાર કરવામાં સક્ષમ છે. અને હૃદય હુમલા અને એટેકને રોકવામાં સક્ષમ છે.

લીંબુમાં પોટેસીયમ પણ હોય છે જે બ્લડ પ્રેસરને નિયંત્રિત કરે છે અને બ્રેન અને નર્વસ સિસ્ટમને દુરસ્ત બનાવે છે. પપૈયામાં પણ બ્લડ પ્રેશર સરખું કરવાના પ્રાકૃતિક ગુણ છુપાયેલા છે. આ બંનેના સેવનથી કેટલાક સમય માટે તેનું શરીર રીલેક્સ થઇ જાય છે કારણ કે તેના શરીરમાંથી તણાવ દુર કરવાવાળા હોર્મોન્સની માત્રા વધી જાય છે. આમાં રહેલ કેટલાક પોષક તત્વો શરીરને ઋતુ બદલવાની થી થતા સંક્રમણો થી દૂર રાખવામાં મદદ કરે છે.