કાગળના ગ્લાસ બનાવવાનો વ્યવસાય શરૂ કરીને ૨.૫ લાખ રૂપિયા મહીને કમાઈ શકો છો

આજકાલ બધા શહેરમાં હવે ઉપભોક્તા વધારેમાં વધારે કાગળના કપનો ઉપયોગ કરી રહ્યા છે. પ્લાસ્ટિક નાં કપ ખુબ નુકશાનકારક છે એટલે કાગળ નાં કપ ની માંગ વધી છે. અને કાયદા પણ એવા છે જે પ્લાસ્ટિક નાં કપ નાં વેચાણ પર પ્રતિબંધ લગાવે છે પણ પાલન ઓછુ થાય છે. આનાથી શહેરમાં કાગળના કપની ઉણપ આવી ગઈ. બહારથી સપ્લાય પણ બંધ થઇ રહી છે. ૧૦ થી ૧૨ લાખ રૂપિયામાં કાગળના કપ બનાવવાની ફેક્ટરી લગાવી શકાય છે.

માત્ર થોડી ૨૦૦ થી ૩૦૦ ફૂટ જગ્યા જોઈએ. કપ બનાવીને વેચવાથી પ્રતિ ઓછામાં ઓછા કપ ૨૫ થી ૩૦ પૈસાની બચત છે. જેનાથી દર મહીને તમે ૨.૫ લાખ મહિના સુધી કમાઈ શકો છો.(વેચાણ માટે તમારી પાસે પરફેક્ટ રસ્તો હોય તો આ કરવું જોઈએ)

શહેરના હોલસેલ વિક્રેતાઓ મુજબ આ સમયે શહેરમાં દરરોજ જ્યાં ચાર લાખ કપ વેચાય છે. તેમાંથી ૭૫ ટકા કાગળના કપ વેચાઈ રહ્યા છે. બાકી ૨૫ ટકા જ પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપ વેચાય રહ્યા છે.

કેવી રીતે લગાવીએ કાગળના કપ બનાવવાનો ઉદ્યોગ : ઈન્ટરનેટ ઉપર કાગળના કપ બનાવવાની મશીન નિર્માતાઓની જાણકારી મળી જશે. જે પ્રકારની મશીન તમારે લગાવવી છે, તેની જાણકારી અને મશીનનો આકાર, ઉત્પાદન ક્ષમતા વગેરે બધું લખેલું હોય છે.

ઉદ્યોગ લગાવવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી લો. જો તમારે તમારા ઉદ્યોગ માટે બેંકમાંથી ફાઈનાન્સ કરાવવું છે તો એમએસએમઈ (માઈક્રો સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઈઝેઝ)ની વેબસાઈટ પર પોતાના ઉદ્યોગનું રજીસ્ટ્રેસન કરાવી લો. ત્યાર બાદ બેંકમાં ફાઈનાન્સ માટે આવેદન કરી શકો છો. તેનાથી લોન મળવામાં સહેલાઇ થશે.

ક્યાં મળે છે મશીન

કાગળના કપ બનાવવાની મશીન દિલ્લી, હૈદરાબાદ, આગ્રા અને અમદાવાદ તથા કેટલાક બીજા શહેરોમાં મળે છે. તમે કેટલા કપ બનાવવાની ક્ષમતાની મશીન ઈચ્છો છો. તે હિસાબથી મશીન મંગાવો. જો ફાઈનાન્સ કરાવ્યું છે તો બેંકની મદદથી જ મશીન આવશે, તેનું પેમેન્ટ પણ બેંકના માધ્યમથી થશે.

કેટલો ખર્ચો

દિલ્લીમાં કાગળના કપ બનાવવાની મશીનના નિર્માતા એ ખલીલ રહમાને જણાવ્યું કે સામાન્ય રીતે મશીનની કિંમત ૭.૨૫ લાખ રૂપિયા છે. જો પ્રતિ કલાક નાની સાઈઝના ત્રણ હજાર કપ બનાવે છે. સાથે જ પાંચ લાખ રૂપિયાની કાર્યશીલ પુંજી ની જરૂરત છે. એક નાની સાઈઝના કપ બનાવવાની કિંમત ૩૫ પૈસા છે. જેને તમે ૫૦ પૈસાથી લઈને ૬૦ પૈસા સુધી વેચી શકો છો.

બીજા અલગ અલગ બિજનેશ માટે નીચે ની લીંક પર ક્લિક કરી શકો છો

ઓછા રોકાણ નાં ધંધા ની ખોજ માં હોય તો આવી રીતે શરૂ કરી શકો છો અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ

આવી રીતે શરૂ કરો તમારો પેપર નેપકીન બનાવવાનો બિઝનેસ જાણો રોકાણ અને નફા વિશે

જાણો કેવીરીતે માત્ર 50હજાર નાં રોકાણ માં ટી-શર્ટ પ્રિન્ટિંગ બીઝનેસ કરી શકાય જુયો કેવીરીતે કરે છે કામ

તમારા ઘરમાં આવી રીતે તૈયાર કરો LED બલ્બ અને કમાઓ 20 થી 25 હજાર રૂપિયા મહિનામાં

દેશમાં ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ ઝડપ થી વિકાસ પામી રહ્યો છે શરુ કરો આ 4 ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ

વીડિઓ માં જુઓ