પેપર નેપકીન બનાવવાના બિઝનેશ ની વાત કરીએ,તો શરૂમાં તેને 2-5 લોકો દ્વારા નાના પાયા ઉપર સરળતાથી શરૂ કરી શકાય છે.
ટીશ્યુ પેપર એટલે કે નેપકિન આજના સમયમાં એક એવી વસ્તુ બનું ગઈ છે જેનો ઉપયોગ બધે જ થાય છે જેમ કે રેસ્ટોરન્ટ,હોટલ,રેંકડી,ઓફિસ કેન્ટીન,બાથરૂમ લગભગ તમામ જગ્યાએ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.
પેપર નેપકીન બિઝનેશ શરૂ કરવામાં બીજા બિઝનેશની સરખામણીમાં લેબરની ઓછી જરૂર પડે છે. જ્યાં સુધી પેપર નેપકીન બનાવવાના મશીનનો પ્રશ્ન છે તે 4-5 લાખ સુધીની કિંમતમાં બજારમાં સરળતાથી ઉપલબદ્ધ છે, આમ તો આ બિઝનેશને શરૂ કરવામાં થનાર મુખ્ય બે ખર્ચા છે.
જો તમે પેપર નેપકીન બનાવવાનું યુનિટ લગાડવા માંગો છો તો સૌથી પહેલા લગભગ 3.50 લાખ રૂપિયા ની વ્યવસ્થા જરૂરી છે તમે કોઈ પણ બેન્કની પાસે મુદ્રા સ્કિમદ્વારા લોન માટે એપ્લાય કરી શકો છો. 3.50 લાખ રૂપિયા તમારી પાસે હોવાના કારણે બેન્ક તમને લગભગ ટર્મ લોન ઉપર લગભગ 3 લાખ 10 હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 5 લાખ 30 હજાર રૂપિયા સુધી આપી શકે છે.
નીચે વિડીયો માં જોઈ શકો છો લાઈવ ડેમો અને બધી જ જાણકારી
તમે વર્ષમાં લગભગ 1 લાખ 50 હજાર કિલોગ્રામ પેપર નેપકીન નું ઉત્પાદન કરી શકો છો. આ નીપકીન લગભગ 65 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી શકાય છે. એટલે કે વર્ષે લગભગ 97 લાખ 50 હજાર રૂપિયા નું ટર્નઓવર કરી શકો છો.
આવામાં જો તમે બધા ખર્ચા ભેગા કરો તો લગભગ 92 લાખ 50 હજાર રૂપિયા ખર્ચ થશે. એટલે કે પહેલા વર્ષે 5 લાખ રૂપિયા બચાવી શકો છો. એટલે કે તમે લગભગ 42 હજાર રૂપિયા મહિનાનો નફો થશે.
નીચે વિડીયો માં જોઈ શકો છો લાઈવ ડેમો અને બધી જ જાણકારી
વિડીયો
ફૂલની ખેતી અને ખજૂરની ખેતીના બિઝનેસ વિષે થોડી જાણકારી મેળવી લો.
બિઝનેસ: ફૂલની ખેતી
કમાણી: 10 થી 12 લાખ રૂપિયા સુધી
– એગ્રિકલ્ચર માં ફલોરીકલ્ચર એટલે કે ફૂલની ખેતી આ દિવસો માં સારી આવક નું સાધન બની શકે છે.
– અત્યારે જરબેરા ની ખેતી કંઈક આવી જ રીતે લોકોની સારી આવક નો સ્ત્રોત બની રહી છે. તેના માટે સરકાર સારી એવી સબસીડી પણ આપે છે.
– જો તમારી પાસે પણ ફક્ત અડધો એકર જમીન છે અને શરૂઆત માં 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો તો તમે પણ આ જરબેરા ની ખેતી થી આવક કરી શકો છો.
– વાર્ષિક આવક ની વાત કરીએ તો આટલા રોકાણ માં તમે સરળતાથી 10 થી 12 લાખ રૂપિયા કમાઈ શકો છો.
આમણે મેળવ્યો એ મુકામ
પંજાબના ફ્લાવર કીંગ ના નામથી પ્રસિદ્ધ યુવાન ખેડૂત ગુરપ્રીત શેરગિલ એ એન્જિનિરીંગ છોડીને ફૂલની ખેતી શરુ કરી હતી. આજે તે આ ખેતીની મદદથી કરોડપતિ બની ગયા છે.
4. બિઝનેસ: ખજૂરની ખેતી
કમાણી: 10 થી 20 લાખ રૂપિયા
– રાજસ્થાનના રણમાં કેટલાક ખેડૂતો ખજૂરની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
– ખજૂરની ખેતી શરુ કરતા પહેલા તમારે થોડું સંશોધન કરવાની જરૂર પડશે. તમારે જોવું પડશે કે તમારી જમીન તેના માટે યોગ્ય છે કે નહિ.
– ખજૂરની ખેતી માટે જમીન અને મૂળમાં ભેજ હોવો જોઈએ. ત્યાં, સારો તડકો પણ તેના માટે જરૂરી છે.
– વૈજ્ઞાનિકો ની મદદથી ખજૂરની ખેતી હવે રાજસ્થાન, ગુજરાત અને દેશના અન્ય ક્ષેત્રોમાં ખજૂરની ખેતી ને સંભવ બની છે.
આમણે મેળવ્યો મુકામ
ક્યારેક ઈસરો માં વૈજ્ઞાનિક રહી ચૂકેલા ધ્રુવરાજ ગોદારા હવે ખજૂરની ખેતી કરી રહ્યા છે. તેનાથી તેમને 10 થી 20 લાખ રૂપિયાની આવક થાય છે.
આ જાણકારી તમને આંગળી ચીંધવા છે. મહત્વ નું આ ધંધા માં લાંબા સમય સુધી ક્યા વેચાણ કરસો એ છે. એટલે આનાથી વધુ અમારી પાસે કોઈ માહિતી નથી. આગળ નો રસ્તો તમારે જાતે શોધવા નો છે. ને નુકશાન જાય તો અમને દોશી નાં કેતા. ધંધા માં રિસ્ક ને નુકશાન રહેલું છે જ.