મિત્રો તમે જયારે પણ લગ્ન પાર્ટી કે કોઈ કાર્યક્રમમાં જાવ છો તો તમે ડિસ્પોજલ પ્લેટનો ઉપયોગ જરૂર કર્યો હશે. આ પ્લેટ માર્કેટ માં ડઝન ઉપર મળે છે. તમે પણ ઘણી વાર તે ખરીદી હશે, આજે આપણે તે બિજનેશ વિશે વાત કરવાના છીએ. ડોસ્પોજલ પેપર પ્લેટ, નાનો વાટકો, જેને ડ્રોન પણ કહેવામાં આવે છે. અને મોટી પ્લેટ જેમાં આરામથી ભોજન કરી શકીએ છીએ. આ બિજનેશ ખુબ ઓછા રોકાણમાં શરુ થઇ શકે છે. અને તમે તમારા ઘરમાં જ શરુ કરી શકો છો. તો ચાલો તેના વિષે વિસ્તારથી જાણીએ,
આ બિજનેશ ખુબ જ આસાન છે અને કોઈ પણ શરુ કરી શકે છે. ડોસ્પોજલ પેપર પ્લેટ મશીનનો ઉપયોગ કરવો પણ ખુબ સરળ છે. કોઈ પણ તેને ૧૫-૨૦ મીનીટમાં શીખી શકે છે. જયારે પણ કોઈ નવો ધંધો શરુ કરીએ છીએ તો પૈસાનો સૌથી પહેલો પ્રશ્ન થાય છે. તે માટે આ મશીન લગભગ કોઈ પણ ખરીદી શકે છે. કેમ કે તેની કિંમત ફક્ત ૪૦ હજાર થી શરુ થાય છે. તમે પહેલા સેમી પેપર પ્લેટ મેકિંગ મશીનથી શરૂઆત કરી શકો છો. ધીમે ધીમે તમે ઓટોમેટીક મશીન થર્મોકોલ પ્લેટ, પ્લાસ્ટિક કપ વગેરે ના યુનિટ શરુ કરી શકો છો.
પેપર પ્લેટ ઉદ્યોગ શરુ કરવવા માટે જરૂરી સમાન :
* ડોસ્પોજલ પેપર પ્લેટ મશીન*૪૦૦-૫૦૦ ચોરસ ફૂટ જગ્યા
* વીજળીનું જોડાણ
* ૮૦ gsm papr ( raw material)
* લેબર
કાચો માલ (રો મટીરીયલ)
raw material એટલે તે પેપર પ્લેટ જેનાથી તમે પ્લેટ, વાટકા બનાવશો.આ પેપર ૮૦ gsm થી લઈને ૨૦૦ gsm સુધી રહે છે. gsm નો અર્થ કે gram per square meter અર્થ જેટલો વધુ gsm હશે તેટલો સારો તમારો પેપર કપ હશે અને તેટલી જ સારી જાતની તમારી પ્લેટ હશે
તમારે તમારા શહેરની માર્કેટમાં જવું પડશે કે ત્યાં કઈ જાતની પ્લેટ ચાલે છે, અને પછી તે રીતે તમે પેપર લઇ શકો છો. આ પેપર સામાન્ય ૪૦ થી ૫૦ Kg મળે છે. હવે તમે વિચારશો કે રો મટીરીયલ અમને ક્યાંથી મળશે? રો મટીરીયલ મશીન સપ્લાયર આપી દેશે. તેની ક્વોલીટી અને ભાવ જોઇને તમે રો મટેરિયલ ની પસંદગી કરી શકો છો.
મશીનની જાણકારી
હવે તમે વિચારી રહ્યા હશો કે આ મશીન કેટલાનું હશે તો જેમ અમે કહ્યું હતું કે આ કોઈ પણ ખરીદી શકે છે ઓટોમેટીક મશીન માત્ર ૪૦ હજાર થી ૭૫ હજાર સુધી તમને મળી જશે. જો તમે ફૂલ ઓટોમેટીક લેશો તો તે થોડું મોઘું હશે એક લાખ થી ઉપર તમને તે મળી જશે. તમને એક ડાઈ વાળું પણ મશીન મળી જશે, પણ તેમાં તમારે સમય વધુ લાગશે. ડબલ ડાઈ વાળા પણ મશીન માં ઓછા સમયમાં વધુ પ્લેટ બનાવી શકો છો.
તમે ઇન્ડિયામાર્ટ નામની વેબસાઈટ ઉપર તેનું કોટેશન જોઈ શકો છો. ત્યાં તમને જુદી જુદી કિંમત માં આ મશીન તમને મળી જશે. તમે સૌથી પહેલા વિચારી લો કે કયું મશીન તમારે લેવું છે ત્યાર પછી જુદી જુદી જગ્યાએથી કોટેશન કાઢી શકો છો અને જ્યાં તમને કિંમત ઠીક લાગે ત્યાં ઓર્ડર કરવો. ઇન્ડિયા માર્ટ વેબસાઈટ ઉપર ઘણી બધી કંપની નાં પેપર મશીન મળી જશે.
આજે અમે તમને મશીનનો વિડીયો પણ બતાવીશું આ વિડીયોમાં તમને Metro Machinery Pvt. Ltd નામની કંપનીનું ફૂલી ઓટોમેટીક મશીન વિષે જાણકારી આપેલ છે. આ મશીન ૨૦૦૦ થી ૨૪૦૦ પ્લેટ એક કલાકમાં તૈયાર કરી દે છે. આ મશીનથી તમે ૧૨ થી ૧૬ ઇંચ ની સાઈઝ ની પ્લેટ તૈયાર કરી શકો છો. આ મશીનને ચાલવા માટે 2HP ની મોટર લાગેલી હોય છે.
આ મશીન કેવી રીતે કામ કરે છે તે માટે વિડીયો જુવો.
વિડીયો