આ ફળ વીર્ય વધારે છે, હ્રદયરોગને દુર કરે છે, પેટની જીવાતનો નાશ કરે છે

પપૈયા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના ઝાડ લાંબા, પાતળા અને કોમળ હોય છે. પપૈયા ના ઝાડમાં કોઈ ડાળી નથી હોતી. તેની ઉપર આવતા ફળને પપૈયા કહે છે. પપૈયા કાચા હોય ત્યારે લીલા અને પાકે એટલે પીળા રંગના થઇ જાય છે. પપૈયા ની અંદર કાળા રંગના બીજ હોય છે અને બીજ ની ઉપર એક લસા જેવું દ્રવ્ય જામેલ હોય છે. પોપયાના ઝાડ ભારતના ઘણા રાજ્યોમાં મળી આવે છે અને તે કોઈપણ સિઝનમાં ઉગાડી શકાય છે.

કાચા પપૈયા નું શાક અને અથાણું પણ બને છે. પાકા પપૈયા ની ચટણી અને કચુંબર બનાવી શકાય છે. રોજ સવારે પપૈયા નું સેવન કરવાથી કબજિયાત દુર થાય છે અને પાચન શક્તિ વધે છે. તે પેટના ગેસને દુર કરે છે. પોપયામાં પેપ્સીન એંજાઈમ પ્રોટીન ખુબ પ્રમાણમાં મળી આવે છે જે એક પ્રકારનો પાચક રસ છે. પપૈયા પ્રોટીનના પાચક ઉપરાંત આતરડામાં સુકા મળને બહાર કરીને આતરડાને એકદમ સાફ કરી દે છે.

ગુણ : પપૈયા સરળતાથી હજમ થનારું ફળ છે. પપૈયા ભૂખ અને શક્તિ વધારે છે. તે પ્લીહા (તીલ્લી), યકૃત (લીવર), પાંડુ(પીળીયા) વગેરે રોગો મટાડે છે. પેટના રોગોને દુર કરવા માટે પપૈયા નો ઉપયોગ કરવો લાભદાયક રહે છે. પપૈયા નું સેવનથી પાચનતંત્ર ઠીક થાય છે. પપૈયા નો રસ અરુચિ, અનિન્દ્રા (ઊંઘ ન આવવી), માથાનો દુઃખાવો, કબજિયાત કે આંવદસ્ત વગેરે રોગોને ઠીક કરે છે. પપૈયા નો રસ સેવન કરવાથી અમ્લપિત્ત (ખાટા ઓડકાર) બંધ થઇ જાય છે.

પપૈયું પેટ રોગ, હ્રદયરોગ, આંતરડાની નબળાઈ વગેરેને દુર કરે છે. પાકા કે કાચા પપૈયા નું શાક બનાવીને ખાવું પેટ માટે લાભદાયક હોય છે. પપૈયા ના પાંદડાના ઉપયોગથી ઉચ્ચ રક્તચાપમાં લાભ થાય છે અને હ્રદયના ધબકારા નિયમિત થાય છે.

પપૈયા વીર્યને વધારે છે, ગાંડપણને દુર કરે છે અને વાત દોષો નો નાશ કરે છે. તેના સેવનથી વાગ્યાનો ઘા ભરાય છે અને દસ્ત અને પેશાબનો અટકાવ દુર થાય છે. કાચા પપૈયા નું દૂધ ચામડીના રોગ માટે ખુબ લાભદાયક હોય છે.
પપૈયા ના બી જંતુનો નાશ કરનારા અને માસિક ધર્મને નિયમિત બનાવનાર હોય છે, પપૈયા ના દૂધ દુખાવો ઠીક કરે છે, કોઢ ને દુર કરે છે અને સ્તનોમાં દુધને વધારે છે.

પપૈયા ના ચૂર્ણનું સેવન કરવાથી આમાશયની બળતરા, ઘા, અર્બુદ અને અપચો દુર થાય છે.
જુદા જુદા રોગોમાં ઉપચાર

સ્તનમાં દૂધ વધારવા માટે : પાકા પપૈયા ખાવાથી કે કાચા પપૈયા નું શાક બનાવીને ખાવાથી સ્તનોમાં દૂધ વધે છે.
ધાધર: પપૈયા નું દૂધ કાઢીને થોડા દિવસો સુધી ધાધર ઉપર લગાવવાથી ધાધર ઠીક થઇ જાય છે.
પ્લીહા રોગ : પ્લીહા રોગથી પીડિત રોગીને પપૈયા નું સેવન રોજ કરવું જોઈએ. તેના થી પ્લીહા રોગ ઠીક થઇ જાય છે.

યકૃત (જીગર) રોગ :

* જો નાના બાળકને યકૃત ખરાબ રહેતું હોય તો તેને રોજ પપૈયા ખવરાવવા જોઈએ. પપૈયા યકૃત ને શક્તિ આપે છે.

* તે પેટના બધા રોગોને પણ દુર કરે છે.

* પપૈયા અને સફરજન ખાવાથી બાળકને યકૃતની ખરાબી દુર થાય છે.
કબજિયાત :

* કાચા પપૈયા કે પાકા પપૈયા ખાવાથી કબજિયાતની તકલીફ દુર થાય છે.

* પપૈયા કબજિયાતથી પીડિત રોગીને રોજ સવારે પપૈયા નું દૂધ પીવું જોઈએ. તેનાથી કબજિયાત દુર કરીને પેટ સાફ થાય છે.

* ભોજન કર્યા પછી પપૈયું ખાવાથી કબજીયાતની તકલીફ દુર થાય છે.

* પપૈયા ના દૂધ અને આદુનો રસમાં 50 ગ્રામ અજમો ભેળવીને છાયામાં સુકવી દો. સુકાઈ જાય ત્યારે અડધો ચમચી મુજબ ભોજન કરીને તરત જ પાણી સાથે લો. તેનાથી કબજિયાત દુર થાય છે. તે ગેસ બનવાનું, ગળા કે છાતીમાં બળતરા, ભૂખ ન લાગવી, ગુદાની ખંજવાળ વગેરે ને ઠીક કરે છે.

પેટના જીવડા : પપૈયા ના 10 બી ને પાણીમાં વાટીને ચોથા ભાગના પાણીમાં ભેળવીને લગભગ 7 દિવસ સુધી સતત પીવાથી પેટની જીવાત દુર થાય છે.

ગર્ભપાત : પપૈયા ખાવાથી ગર્ભપાત થઇ જાય છે. એટલે કે ગર્ભાવસ્થામાં પપૈયા નું સેવન ન કરવું જોઈએ.
બાળકોને શારીરિક શક્તિ અને ઉચાઇ માટે : જે બાળકને શરીરિક ઉંચાઈ ઓછી હોય કે શરીર નબળું હોય તેમણે રોજ પપૈયા ખવરાવવું જોઈએ.

અપચો : આદ્ધી ચમચી પપૈયાના દૂધ ખાંડ સાથે રોજ લેવાથી અપચો (ભોજન નું ન પચવું) દુર થાય છે.
રક્તગુલ્મ (લોહી જામી જવું) : રોજ સાંજે અડધો કિલો પપૈયા ખાવાથી રક્તગુલ્મ ઠીક થાય છે.

જુનું ખરજવું-ધાધર : પપૈયા નું દૂધ અને સુહાગા(બોરેક્સ) ને ઉકાળતા પાણીમાં નાખીને ધાધર-ખરજવા ઉપર લગાવવાથી ધાધર-ખરજવું દુર થાય છે.

નારૂ રોગ : પપૈયા ના પાંદડાનો રસ અફીણમાં ભેળવીને લેપ કરવાથી નારં તરત જ બહાર નીકળી જાય છે.
હ્રદયનો રોગ :

* પપૈયા ના પાંદડાની રાબ બનાવીને રોજ પીવાથી હ્રદયના રોગ ઠીક થઇ જાય છે. તેના સેવનથી ગભરાટ દુર થાય છે.

* તાવમાં હ્રદયની નબળાઈ અને નાડી વધુ ઝડપથી ચાલવાનો રોગમાં પપૈયા ના પાંદડાની રાબ બનાવીને સેવન કરવી જોઈએ.

* પપૈયા ના પાંદડાને પાણીમાં ઉકાળીને તેના પાણીને ગાળીને પીવાથી હ્રદય રોગમાં લાભદાયક છે.

સોંદર્ય વધારવા માટે :

* પાકા પપૈયા ને છોલીને વાટી લો અને તેને ચહેરા ઉપર લગાવો. તેને લગાવીને 15-20 મિનીટ પછી જયારે તે સુકાઈ જાય તો ચહેરાને પાણીથી ધોઈ લો અને મોટા રૂમાલથી ચહેરો સારી રીતે સાફ કરો. તે પછી ચહેરા ઉપર તેલ કે નારીયેલનું તેલ લગાવો. આવી રીતે ઉપયોગ કરવાથી 1 કે 2 અઠવાડિયામાં જ ચહેરાના ડાઘ, ધબ્બા અને ફોડકી ઠીક થઇ જાય છે અને ચહેરો સુંદર બને છે. તેનાથી ચહેરાની ઝુરીયા અને કાળા ઘેરા વગેરે પણ દુર થાય છે.

* છોકરીઓને પોતાની કમર સુંદર અને સુડોળ બનાવવા માટે રોજ થોડા મહિના સુધી પપૈયા ખાવું જોઈએ. તેનાથી કમર પાતળી અને સુડોળ બને છે.

* 10 ગ્રામ પપૈયા નો માવો, 10 ગ્રામ લીંબુનો રસ, અડધી ચમચી ગુલાબજળ અને 10 મી.લી. ટમેટાનો રસ ભેળવીને ચહેરા અને શરીર ના બીજા ભાગ ઉપર લેપ કરો. લેપ કરવાના 15-20 મિનીટ પછી હળવા ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આવી રીતે થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી ત્વચા સુવાળી, લીસી, અને મુલાયમ બને છે.

* લોહીની ઉણપ થાય ત્યારે રોગી ને રોજ પપૈયું ખાવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને લોહી બને છે.

* જો પ્રસુતિ પછી સ્ત્રીઓના સ્તનમાં દૂધ ન બનતું હોય તો તેને રોજ પપૈયા નું સેવન કરવું જોઈએ. તેનાથી સ્તનોમાં દૂધ વધે છે.

* લગભગ 300 ગ્રામ પપૈયા રોજ ખાવાથી મોટાપો દુર થાય છે.

* ચહેરાની ત્વચા સુકી અને ખડબચડી થાય ત્યારે જાળવણી માટે રોજ પપૈયા ખાવું જોઈએ.

* ચહેરા ઉપર નિખાર માટે એક કપ પપૈયા નો રસ અને એક કપ અમરુદનો રસ ભેળવીને દિવસમાં 2 વખત પીવો જોઈએ. તેનાથી થોડા જ દિવસોમાં ચહેરા ઉપર ચમક આવી જાય છે.

* બધા ચામડીના રોગમાં પપૈયા નો રસ, ગાજરનો રસ અને અડધી ચમચી જેટલું પાલકનો રસ ભેળવીને પીવાથી ત્વચા રોગ ઠીક થઇ જાય છે.

* ચહેરાના ખીલ ફોડકી કરચલી વગેરેને દુર કરવા માટે પાકા પપૈયા અને આદુનો રસ ભેળવીને દિવસમાં 2-૩ વાર ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરાના ખીલ ફોડકા અને કરચલી દુર થાય છે.

* પપૈયા થી મળનારા રસાયણિક તત્વો ચહેરા ઉપર જામેલા તૈલી પદાર્થને દુર કરવામાં ખુબ લાભદાયક રહે છે. એક બરોબર પાકેલા પપૈયા ને અંદરથી મસળીને લઈને સારી રીતે તેનો લેપ બનાવી લો, 15 મિનીટ સુધી પપૈયા ના ગુદાનો લેપ ચહેરા ઉપર ઘસવાથી થોડી વાર પછી હુફાળા પાણીથી ધોઈ લો. જો ત્વચા સુકી હોય તો પપૈયા ના ગુદામાં ગુલાબજળ, ચંદન નો ભૂકો અને હળદર ભેળવીને લેપ બનાવીને લગાવી લો. અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

નુકશાનકારક અસર : ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે પાકું પપૈયા ન ખાવું જોઈએ. જે સ્ત્રીઓને માસિક ધર્મ વધુ આવે છે તેમણે પણ પપૈયા ન ખાવા જોઈએ. પ્રમેહ, કૃષ્ઠ અને અર્શ (બબાસીર) ના રોગીઓ માટે એક કાચું પપૈયું નુકશાન કારક હોય છે. પપૈયા ના બી નું સેવન કરવાથી ગર્ભપાત થઇ શકે છે.