મજેદાર જોક્સ : પપ્પુ પોતાના મિત્રને બોલ્યો ખબર નહિ લોકો લગ્ન પછી પત્નીથી ગભરાય કેમ છે હું તો સીધો…

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

એક છોકરાએ એક બાળકને પૂછ્યું : ભણવાનું કેવું ચાલી રહ્યું છે?

બાળક બોલ્યો : કાકા, સમુદ્ર જેટલો સિલેબસ છે,

નદી જેટલું વાંચી શકીએ છીએ, ડોલ જેટલું યાદ આવે છે,

ગ્લાસ જેટલું લખી શકીએ છીએ, અને ઢાંકણ જેટલા માર્ક્સ આવે છે.

તેમાં જ ડૂબી મરીએ છીએ.

જોક્સ 2 :

લગ્નના 5 વર્ષ પછી વેલેન્ટાઈન ડે ના દિવસે પતિ પોતાની પત્ની માટે સફેદ રંગનું ગુલાબ લાવ્યો.

પત્ની : આ શું સફેદ ગુલાબ?

વેલેન્ટાઈન ડે ના દિવસે તો લાલ ગુલાબ આપવાનું હોય ને.

પતિ : હવે જીવનમાં પ્રેમથી વધારે શાંતિની જરૂર છે.

જોક્સ 3 :

પ્રેમી : મને આજ સુધી સમજ નથી પડતી કે,

છોકરીઓ આટલી ફેશન કેમ કરે છે?

પ્રેમિકાએ જવાબ આપ્યો,

અરે ડફોળ એટલું પણ નથી જાણતો,

જાળ જેટલું વધારે સુંદર હોય છે,

પક્ષી એટલા વધારે ફસાય છે.

પ્રેમી બેભાન.

જોક્સ 4 :

પત્ની સવારે ઉઠતા જ બૂમો પાડવા લાગી,

જલ્દી ઉઠો અને ફટાફટ નાસ્તો બનાવો, મારે બહાર જવાનું છે.

પતિ : હું આજે જ તારી સાથે છૂટાછેડા લઈશ,

હવે મારે તારી સાથે એક ક્ષણ પણ નથી રહેવું. હું હમણાં જ વકીલ પાસે જાઉં છું.

થોડીવાર પછી પતિ પાછો આવ્યો અને ચુપચાપ નાસ્તો બનાવવા લાગ્યો.

પત્ની : શું થયું?

પતિ : કાંઈ નહિ, વકીલ સાહેબ અત્યારે કપડાં ધોઈ રહ્યા છે.

જોક્સ 5 :

એકવાર બે ઉંદર બાઈક પર જઈ રહ્યા હતા, રસ્તામાં તેમને એક સિંહનું બચ્ચું મળ્યું.

સિંહના બચ્ચાએ કહ્યું, મને પણ બાઈક પર બેસાડી લો.

એટલે ઉંદર થોડીવાર વિચારીને બોલ્યા,

વિચારી લે, પછી તારી મમ્મી કહેશે કે તું ગુંડા સાથે ફરવા લાગ્યો છે.

જોક્સ 6 :

પપ્પુ પોતાના મિત્રને બોલ્યો,

ખબર નહિ લોકો લગ્ન પછી પત્નીથી ગભરાય કેમ છે?

હું તો સીધો આદેશ આપી દઉં છું કે,

ઠંડી વધારે છે, તો વાસણ બપોરે ધોઇશ.

જોક્સ 7 :

એક મહાકંજૂસ પતિ પોતાની પત્ની સાથે ફરવા ગયો.

પત્ની : સાંભળો છો, મને તરસ લાગી છે, પાણીની એક બોટલ લઇ આવોને.

પતિ : તારે દહીં કચોરી ખાવી છે?

પત્ની : હા જરૂર, તેનું નામ સાંભળીને જ મારા મોં માં પાણી આવી ગયું.

પતિ : બસ, તો તે પાણી જ પી લે. બોટલમાં શું સ્વિમિંગ કરવું છે.

જોક્સ 8 :

પત્ની : આજે આટલું મોડું કેમ થયું?

પતિ : એમાં એવું છે ને કે, એક માણસની 2000 ની નોટ ખોવાઈ ગઈ હતી.

પત્ની : અચ્છા… તો તમે તેને શોધવામાં મદદ કરી રહ્યા હતા?

પતિ : અરે ના, હું તો તે નોટની ઉપર ઉભો હતો.

જોક્સ 9 :

સરકારે નિયમ લાગુ કર્યો કે, વાહન ચાલક પુરુષ હોય કે સ્ત્રી,

ટુવ્હીલર ચાલવતા સમયે હેલમેટ પહેરવું જરૂરી છે.

આ સમાચાર વાંચીને પત્નીએ કબાટ ખોલ્યો અને બોલી,

હે ભગવાન આટલા બધા મેચિંગ હેલમેટ ખરીદવા પડશે.

આ સાંભળી પતિએ એક્ટિવા જ વેચી દીધી.

જોક્સ 10 :

એક વ્યક્તિ દારૂ પી ને કાર ચલાવી રહ્યો હતો,

અચાનક કાર એક થાંભલામાં અથડાઈ ગઈ.

પોલીસ : બહાર નીકળ.

વ્યક્તિ : માફ કરી દો સાહેબ.

પોલીસ : દારૂ પી ને ગાડી ચલાવે છે, મોં ખોલ.

વ્યક્તિ : અરે ના સાહેબ, પહેલાથી ઘણું પી લીધું છે હજુ કેટલું પીવડાવશો.

જોક્સ 11 :

રાજુ સમોસું ખોલીને અંદરનો મસાલો ખાઈ રહ્યો હતો.

શ્યામ : અરે, તું આખું સમોસું કેમ નથી ખાતો?

રાજુ : અરે હું બિમારું છું એટલે ડોક્ટરે બહારની વસ્તુ ખાવાની ના પાડી છે.

જોક્સ 12 :

ટપ્પુ અને બીનાના લગ્ન છે, આથી પપ્પુ તેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયો.

પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.

દુકાનદાર : સર, શેના માટે ગિફ્ટ કરવાનું છે?

પપ્પુ : મારા મિત્રના લગ્ન છે તેમાં એને ભેટ આપવા માટે.

દુકાનદાર : આ લો સર, વાવાઝોડાનું સરસ પિક્ચર છે. ભેટ આપવા માટે બેસ્ટ છે.

જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.