પરફેક્ટ ફિગર મેળવવા અને બહાર નીકળેલ પેટને ધટાડવા માટે કરો આ 1 યોગાસન, જાણો બીજા ઘણા ફાયદા.

યોગથી શરીરની ઘણી બીમારીઓનો નાશ થાય છે. યોગ ન માત્ર શારીરિક અને માનસિક ક્રિયાઓ સ્વસ્થ જાળવી રાખવામા મદદ કરે છે, પરંતુ તેનાથી ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. આજે અમે તમને ઉત્તાનપાદાસન યોગાસન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે ઘણી બીમારીઓને દુર કરી શકો છો. ઉત્તાનપાદાસનનો અર્થ થાય છે ઉપર ઉઠેલા અને પાદનો અર્થ છે પગ.

આ આસનમાં પગને ઉપર ઉપાડવામાં આવે છે, એટલા માટે તેને ઉત્તાનપાદાસન કહે છે. તે નિયમિત રીતે કરવાથી તમે ન માત્ર ટોંડ બોડી મેળવી શકો છો, પણ તેનાથી ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓ પણ દુર રહે છે. તો આવો જાણીએ ઉત્તાનપાદાસન યોગની રીત અને તેનાથી થતા લાભ.

ઉત્તાનપાદાસન કરવાની રીત :-

આ આસન કરવા માટે સૌથી પહેલા જમીન ઉપર મેટ પાથરીને પીઠના બળ ઉપર સુઈ જાવ. હવે પગ વચ્ચે અંતર રાખ્યા વગર તેને ફેલાવી દો. ત્યાર પછી તમારા બન્ને હાથને શરીરની નજીક રાખીને હથેળીઓને જમીન સાથે લગાવી લો. ત્યાર પછી શ્વાસ અંદર લઇને પગને વાળ્યા વગર ધીમે ધીમે ૩૦ ડીગ્રીનો ખૂણો બનાવતા ઉપાડો.

હવે ધીમે ધીમે શ્વાસને અંદર લો અને પછી ધીમે ધીમે બહાર છોડો. થોડી વાર સુધી આ પોઝીશનમાં રહ્યા પછી ઊંડા શ્વાસ છોડતા સામાન્ય અવસ્થામાં આવી જાવ. તમે તેને તમારી ક્ષમતા મુજબ ૩-૪ વખત કરી શકો છો. જો તમારી કમરમાં દુ:ખાવો છે, તો આ આસન કરતા પહેલા એક પગ સાથે પછી બીજા પગ સાથે કરી શકો છો.

ઉત્તાનપાદાસનના ફાયદા :

૧. વજન ઘટાડવા માટે

જો તમે ઝડપથી પેટની ચરબી ઓછી કરવા માગો છો? તો ઉત્તાનપાદાસન તમારા માટે ઉત્તમ છે. નિયમિત રીતે આ આસન કરવાથી તમે ટોંડ બોડી ફિગર મેળવી શકો છો. તે ન માત્ર તમને અટ્રેક્ટીવ ફિગર આપે છે પણ તમે આ યોગથી વજન કંટ્રોલમાં પણ રાખી શકો છો. ઉત્તાનપાદાસન એટલું અસરકારક હોય છે કે તે રોજ કરવાથી શરીરમાં એબ્સ બનવા લાગે છે.

૨. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ :

જો તમે ગેસ, એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓ છે, તો આ નિયમિત રીતે કરો. તેને યોગ્ય રીતે અને નિયમિત રીતે કરવાથી તમને આ સમસ્યાઓ માંથી છુટકારો મળી જશે.

૩. સારી પાચન ક્રિયા :

આ આસન કરવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. આ આસન ભોજન પચાવવા સાથે શરીરની ઉર્જામાં વધારો પણ કરે છે. સવારે આ આસન કરવાથી આખો દિવસ તમારા શરીરમાં એનર્જી જળવાયેલી રહેશે.

૪. પગની મજબુતી :

તમે પગને મજબુત અને સુદ્રઢ બનાવવા માગો છો? તો રોજ આ આસન કરો. માત્ર પગ જ નહિ આ યોગાસન માંસપેશીઓને મજબુત બનાવે અને તેના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે.

૫. કબજિયાતથી છુટકારો :

આ આસન કબજિયાત માંથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે. તે ઉપરાંત તેનાથી અપચો, પેટનો દુ:ખાવો અને હરસમાં પણ ફાયદો થાય છે.

૬. હ્રદયના રોગ :

આ રોગ હ્રદયને સ્વસ્થ રાખવા સાથે આરોગ્યની ઘણી તકલીફ દુર કરે છે અને શરીરને લચીલું બનાવે છે. તેની સાથે જ તે કરવાથી શ્વાસ સંબંધી રોગ પણ દુર થાય છે.

૭. નાભીનો ઉપચાર :

નાભીનો ઉપચાર અને નાભીને યોગ્ય કરવા માટે આ એક ઉત્તમ યોગાભ્યાસ છે. આ આસન કરવાથી નાભીનું કેન્દ્ર સંતુલિત રહે છે. જો નાભી પોતાની જગ્યાએથી હટી ગઈ હોય તો તે કરવાથી તે પોતાની જગ્યા ઉપર આવી જશે.

૮. પગમાં દુ:ખાવો :

ઉત્તાનપાદાસનમાં પગ ઉપાડતી વખતે માંસપેશીઓ ઉપર દબાણ પડે છે, જેનાથી પગમાં થતી ઝણઝણાટી અને દુ:ખાવાની તકલીફ દર થઇ જાય છે. તે ઉપરાંત આ આસન કરવાથી પગમાં સોજાની સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.

રાખો આ સાવચેતીઓ :

૧. પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ આસન ભૂલથી પણ ન કરવું જોઈએ.

૨. જો તમારા પેટની કોઈ સર્જરી થઇ છે, તો પણ આ આસન ન કરવું.

૩. કમરમાં દુ:ખાવો કે સાઈટીકાથી પીડિત વ્યક્તિ એ પણ આ આસન ન કરવું જોઈએ.

૪. આ આસનને સવારના સમયે કે સાંજે ખાલી પેટ જ કરવું જોઈએ.