પરિણીત મહિલાઓ નવરાત્રીમાં જરૂર કરો આ 9 કામ, આવતા 9 વર્ષ સુધી થશે આ ખાસ લાભ.

નવરાત્રી શરુ થઇ ગઈ છે. દેશ આખામાં મહિલાઓ માતા રાનીને પ્રસન્ન કરવામાં વ્યસ્ત છે. અને પુરુષ વર્ગ પણ તેમાં પાછળ નથી. અખંડ સૌભાગ્યવતિ મહિલાઓ માટે નવરાત્રીનો તહેવાર થોડો વધુ જ મહત્વ ધરાવે છે. તે દરમિયાન લગભગ તમામ મહિલાઓ એક્ટીવ રહે છે. તેવામાં આજે અમે તમને ૯ એવા કામો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો એક અખંડ સૌભાગ્યવતિ મહિલાઓ નવરાત્રીના દિવસોમાં કરે છે તો તેને ઢગલાબંધ લાભ થશે.

તે કામ કરવાથી માત્ર તમને નહિ પરંતુ તમારા પતિ અને બાળકોને પણ ફાયદો થશે. અને ૯ વર્ષ સુધી રહેશે વિશેષ લાભ. એક વાતનું ધ્યાન રાખશો કે આ બધા ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસ અને સમયે કરી શકો છો. બસ તમે તેને સ્નાન કર્યા પછી જ કરો. તો આવો આ કામો વિષે જાણી લઈએ.

૧. નવરાત્રીમાં કોઈ ગરીબ અખંડ સૌભાગ્યવતિ મહિલાને ચુંદડી કે સાડી દાન કરો, આ સાડીનો રંગ લાલ, મરુન કે પીળો હોવો જોઈએ. એમ કરવાથી તમને એક અખંડ સૌભાગ્યવતિની દુવા મળશે અને અખંડ સૌભાગ્ય એટલે પતિ હંમેશા સહી સલામત રહેશે.

૨. નવરાત્રીના કોઈ પણ દિવસે લોખંડનું દાન કરો. એમ કરવાથી તમારા ઘરની તમામ સમસ્યા કે કોઈ દોષ દુર થઇ જશે. એમ કરવાથી તમને દુર્ભાગ્યથી પણ છુટકારો મળી જશે.

૩. નવરાત્રીમાં સવારે અને સાંજે બંને સમયે તમે સ્વયં માતા રાનીની આરતી કરો. તેનાથી આખું વર્ષ તમારી ઉપર માતાની કૃપા જળવાઈ રહેશે.

૪. નવરાત્રીમાં દુર્ગા ચાલીસા પાઠનું પણ ઘણું મહત્વ રહે છે. એટલા માટે તેને પણ રોજ વાચો. તેનાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દુર રહેશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે.

૫. અખંડ સૌભાગ્યવતિ મહિલાઓમાં કોઈ માતા રાનીના મંદિરમાં પૈસાનું દાન જરૂર કરે. તેનાથી તમારા પતિની પ્રગતી ઉપર પ્રગતી થશે. જો તમે કોઈ જોબ કરો છો, તો તમને પણ તેનો લાભ મળશે. આ કામ કરવાથી તમને ધન કમાવાની ઘણી નવી તકો પણ પ્રાપ્ત થશે.

૬. દરેક અખંડ સૌભાગ્યવતિ મહિલાઓએ આઠમ કે નોમના દિવસે પોતાના પતિ સાથે બેસીને માતા રાનીના પૂજા પાઠ જરૂર કરવા જોઈએ. તેનાથી તમારા દામ્પત્ય જીવનમાં કોઈ મુશ્કેલી નહિ આવે.

૭. નવરાત્રીમાં માતાના શૃંગારનું પણ પોતાનું અલગ મહત્વ રહે છે. એક અખંડ સૌભાગ્યવતિ મહિલાએ પોતાના હાથોથી માતાનો શૃંગાર કરવો જોઈએ. તેનાથી તમે માતાની કૃપાથી હંમેશા સ્વસ્થ રહેશો. સાથે જ તમારા જીવનમાં ભોગ વિલાસ વધી જશે.

૮. નવરાત્રીમાં કન્યા ભોજન જરૂર કરાવવું જોઈએ. જે ઘરમાં પણ કન્યા હયાત છે તે ધન્ય બની જાય છે. તે દરમિયાન દરેક અખંડ સૌભાગ્યવતિ મહિલાએ ભોજન માટે આવેલી કન્યાઓના પગ ધોવા અને સ્પર્શ કરવા જોઈએ. સાથે જ તમે તેને ઘરેથી વિદાય કરતા પહેલા કાંઈક ભેંટ જરૂર આપો.

૯. અખંડ સૌભાગ્યવતિ મહિલાઓ નવરાત્રીમાં માતાના નામનું વ્રત પણ જરૂર રાખે. તેનાથી માતા રાની જલ્દી પ્રસન્ન થાય છે. આમ તો જો તમે ગર્ભવતી છો, વૃદ્ધ છો કે કોઈ બીમારીથી પીડિત છો, તો આ વ્રત ન રાખો. માતા રાની પણ તમારી મજબુરી સારી રીતે સમજે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.