પારસે અડધી રાત્રે માહિરાને કરી કિસ તો ભડકી ગઈ એની ગર્લફ્રેન્ડ, બોલી ‘આપણો 3 વર્ષનો સંબંધ…’

બીગ બોસ ૧૩ની સીઝનમાં રોજ કાંઈક નવું અને આશ્ચર્યજનક જોવા મળતું રહે છે, આ આખા શો માં એક લવ સ્ટોરી ઘણી જ હાઈલાઈટ બની છે. ખાસ કરીને અમે અહિયાં પારસ છાબડા અને માહિર શર્માની વાત કરી રહ્યા છીએ. પારસ અને માહિરા શરુ થી જ ઘરમાં સારા દોસ્ત રહ્યા છે. તે બંને બીગ બોસ હાઉસમાં હંમેશા સાથે જોવા મળતા.

પારસને કારણે જ માહિરા ઘણી વખત બેઘર થવાની રેસમાં સેફ થઇ છે. પારસને બીગ બોસ હાઉસમાં ઘણી વખત માહિરા સાથે ફલર્ટ કરતો પણ જોવા મળ્યો છે. આમ તો માહિરા દરેક વખતે તેને એ યાદ અપાવતી હતી કે તે બંને માત્ર દોસ્ત છે. આમ તો લેટેસ્ટ એપીસોડમાં માહીરાની લાગણીઓમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ એપિસોડમાં અડધી રાત્રે પારસ મહીરાને કિસ કરતા જોવા મળ્યો હતો.

તે દરમિયાન માહિરાનું દિલ પણ પીગળી ગયું અને તેને પણ ઈશારો કરીને પોતાના દિલની વાત સામે મૂકી હતી. તે એ પળ હતી જયારે દર્શકોને લાગ્યું કે માહીરા અને પારસ વચ્ચેનો સંબંધ હવે દોસ્તીથી વધુ આગળ જઈ રહ્યો છે. તે બંને એકબીજાનો પ્રેમ જાહેર કરતા જોવા મળી રહ્યા છે. તે દરમિયાન પારસ માહિરાને કિસ પણ કરી દે છે.

આમ તો બીગ બીસ હાઉસની બહાર પારસ છાબડાની પહેલા થી જ એક ગર્લફ્રેન્ડ (આકાંક્ષા પૂરી) છે. જયારે પારસ અને માહિરાના કિસ વાળા સીનનો વિડીયો સામે આવ્યો ત્યારે તે જોઈને પારસની પ્રેમિકા આકાંક્ષાએ પણ રીએક્ટ કર્યું છે.

એક ઈન્ટરવ્યુંમાં આકાંક્ષાએ શંકા કરતા જણાવ્યું કે પારસ અને માહિરાને આવી રીતે જોતા એવું લાગી રહ્યું છે કે મારી અને પારસની ત્રણ વર્ષ જૂની રીલેશનશીપ તૂટી ગઈ છે. તેમણે જણાવ્યું કે જેવી રીતે પારસ અને માહિરા ઘરની અંદર જોવા મળી રહ્યા છે તે જોઈ એવું લાગે છે કે અમારા 3 વર્ષ જુના સંબંધ નબળા પડી ગયા.

હવે મને પારસ ઉપર શંકા થવા લાગી છે. આમ તો આકાંક્ષા હજુ પણ તે વાતને લઈને સ્પષ્ટ નથી કે પારસ છેલ્લા ત્રણ મહિનાથી બીગ બોસ હાઉસમાં માહિરા સાથે જે કરી રહ્યો છે તે સાચું છે કે ખોટું. આકાંક્ષાએ જણાવ્યું કે તે હાલ તો તે પારસના બહાર નીકળવાની રાહ જોઈ રહી છે.

આકાંક્ષાએ એ પણ કહ્યું કે તેણે જ પારસને માહીરા સાથે ફ્રેન્ડશીપ કરવાનું સજેશન આપ્યું હતું હવે તે તેની ઉપર ભારે પડી રહ્યું છે. આમ તો હાલમાં તે કોઈપણ પરિણામ ઉપર નથી પહોચવા માગતી અને પારસના બહાર આવવાની રાહ જોઈ રહી છે. તે પહેલા પારસે બીગ બોસ હાઉસમાં જ તેની ગર્લફ્રેન્ડ આકાંક્ષાના નામનું ટેટુ હાથ ઉપર બનાવડાવવાથી લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.

તેમણે અરહાનને કહ્યું હતું કે તે હંમેશા તેની પાછળ લાગેલી રહેતી હતી કે તું મારી સાથે પ્રેમ નથી કરતો. પછી મેં તેને શાંત રાખવા માટે હાથ ઉપર તેના નામનું ટેટુ બનાવડાવી લીધું. આમ તો આ ટેટુ એવી રીતે બનાવડાવ્યું છે કે પાછળથી તેને સરળતાથી કઢાવી શકાય. આમ તમને શું લાગી રહ્યું છે પારસ ખરેખર માહિરાને પસંદ કરે છે કે બીગ બોસમાં ફૂટેજ લેવા માટે નાટક કરી રહ્યો છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.