માતા-પિતાના ઝગડામાં જીત કોઈની પણ થાય, પરંતુ હાર હંમેશા બાળકોની જ થાય છે : સુપ્રીમ કોર્ટ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

સુપ્રીમ કોર્ટે લગ્નોના ઝગડાને વહેલી તકે ઉકેલવા ઉપર ભાર આપતા જણાવ્યું, એવા કેસોમાં મોડું થવાની સૌથી વધુ અસર બાળકો ઉપર પડે છે કેમ કે તે માતા પિતાનો પ્રેમ અને વ્હાલથી વંચિત રહે છે. બાળકોની કબજાને લઈને લડાઈમાં ભલે માતા કે પિતા માંથી કોઈની પણ જીત થાય, પરંતુ બાળકોની હંમેશા હાર થાય છે. કોર્ટે જણાવ્યું કે પ્રયાસ થવો જોઈએ કે આવા ઝગડાને ઉકેલવા મધ્યસ્થી દ્વારા થાય.

જસ્ટીસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ અજય રસ્તોગીની સમિતિએ મંગળવારના રોજ જણાવ્યું કે માતા પિતાના ઝગડાની બાળકોએ સૌથી વધુ કિંમત ચૂકવવી પડે છે. બાળકોનું જીવન ત્યારે ઉજ્જડ બની જાય છે, જયારે કોર્ટ ન્યાયિક પ્રક્રિયા દ્વારા બાળકોને માતા પિતા માંથી કોઈ એક સાથે રહેવાનો વિકલ્પ આપે છે. જેની સાથે રહેવું તે યોગ્ય સમજે.

સમિતિએ જણાવ્યું કે પ્રયાસ એ હોવો જોઈએ કે વિવાહિત ઝગડાને ઉકેલવાનું મધ્યસ્થી દ્વારા થાય અને મધ્યસ્થતા પ્રક્રિયા નિષ્ફળ થઇ જાય તો ન્યાયિક પ્રક્રિયા દ્વારા પતિ પત્ની વચ્ચેના ઝગડાનો ઉકેલ વહેલામાં વહેલી તકે કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એ વાત દિલ્હી નિવાસી પતિ પત્નીના છુટાછેડાની કાર્યવાહી અને બાળકોનો કબજો સોપવાની વાતમાં જણાવ્યું.

સમિતિએ જણાવ્યું કે કેસમાં મોટી કોર્ટ પતિ પત્નીની હઠ અને બાળકોને નૈનીતાલની બોડીંગ સ્કુલમાં મોકલવાને લઈને કાર્યવાહી શરુ કરવી જોઈતી હતી. સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે દંપત્તિના બંને બાળકોને દશેરા, દિવાળી અને શિયાળો માતા પિતા સાથે પસાર કરવાને લઈને વિસ્તૃત આદેશ બહાર પાડવામાં આવ્યા હતા.

મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં તે અંતરીક વ્યવસ્થાને વધારવાનો આદેશ આપ્યો છે અને પતિ પત્નીને બાળકોનો કબજો અને સંરક્ષણનું વહેલી તકે ઉકેલ કાઢવાનું જણાવવામાં આવ્યું હતું.

આ માહિતી અમર ઉજાલા, અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.