પરીક્ષા દરમિયાન બાળકોને પિવરાવો આ પાંચ પીણા, વધશે મગજની શક્તિ અને ઓછો થશે સ્ટ્રેસ

દર વર્ષે આ તૈયારીઓ વચ્ચે બાળકોના મગજમાં ડર ઉત્પન થઇ જાય છે કે તેના પેપર કેવા જશે. આ ડર કહો સ્ટ્રેસ ને લીધે જ તેમને ધ્યાન આપવામાં પણ તકલીફ થાય છે.

મહત્વની વાતો

(1) બાળકોને બદામ મિલ્ક પિવરાવો. (2) ડાર્ક ચોકલેટ શેક બનાવીને આપો. (3) ગોળની ચા બાળકોને પિવરાવો.

બાળકોની પરીક્ષા આવવાની છે અને તેવામાં બધા વાલીઓ તેની તૈયારીમાં લાગી જાય છે. તેના માટે જુદા જુદા ટ્યુશન થી લઈને એક્સ્ટ્રા કલાસીસ સુધી, તમામ કરવામાં આવે છે. બાળકોને રાત્રે સુતા પહેલા અભ્યાસ માટે બજારોમાં મળતા તમામ ઠંડા પીણા પણ પીવરાવવામાં આવે છે. જેથી તે પોતાનામાં સારામાં સારી રીતે ધ્યાન આપી શકે. પણ આ બધું કરવા છતાં બાળકો ફોકસ કરવાને બદલે સ્ટ્રેસ માં આવી રહ્યા છે.

દર વર્ષે આ તૈયારીઓ વચ્ચે બાળકોના મગજમાં ડર ઉત્પન થઇ જાય છે કે તેના પેપર કેવા જશે. આ ડર કહો સ્ટ્રેસ ને લીધે જ તેમને ધ્યાન આપવામાં પણ તકલીફ થાય છે. તમારા બાળકો સાથે આવું ન બને એટલા માટે અહિયાં પાંચ પીણા જણાવેલ છે જેને તમે જાતે બનાવી શકો છો. તે પીવરાવવાથી તમારા બાળકોમાં સ્ટ્રેસ ઓછો થશે અને તે સારી રીતે અભ્યાસમાં મન લગાવી શકશે.

(૧) બદામ મિલ્ક :

મેમરી પાવરને વધારવા અને મગજને તેજ રાખવા માટે બદામ સદીઓથી ખાવામાં આવી રહેલ છે. તે બધી મમ્મીઓ પણ પોતાના બાળકને સવારે સવારે તેને પલાળીને ખવરાવે છે. તેમાં રહેલા પ્રોટીન મેમરીને ઈંપ્રૂવ કરે છે. આ બદામને વધુ ફાયદાકારક બનાવવા માટે તમે તેને દુધમાં ભેળવીને બાળકોને આપો. કેમ કે દુધમાં રહેલ ગ્લુથિયોન નામનું એંટીઓક્સીડેંટ પણ મગજને તેજ કરવાનું કામ કરે છે. મોટાભાગે બાળકોને સાદું દૂધ પસંદ પણ નથી. તેથી બદામ અને દૂધ નું આ મિશ્રણ તેમને ખુબ પસંદ પડશે અને તેમાં રહેલ મેમરીને બુસ્ટ કરવાની શક્તિ પણ તેમને મળી જશે.

(૨) બ્લુબેરી અને સ્ટોબેરી સ્મુદી :

સાંભળવામાં કેટલી સ્વાદિષ્ટ છે આ. એન્ટીઓક્સીડેંટ થી ભરપુર બન્ને આ ફળ બ્રેન સેલ્સ ને ડેમેજ થવાથી બચાવે છે. તેમાં રહેલા વિટામીન ‘સી’ મેમરી બુસ્ટ કરે છે. તેથી તે તમારા બાળકોને જરૂર આપો. તે બનાવવા માટે તેમાં દહીં કે દૂધને બ્લેન્ડ કરો. બાળકો આ પીણાને ખુબ આનંદથી પીશે.

(૩) ડાર્ક ચોકલેટ શેક :

આ શેક થી બાળકોની કોંસ્ટ્રેશન પાવર, મેમરી અને પરેશાનીને દુર કરવાની સ્કીલ્સ તમામ બુસ્ટ થાય છે. ચોકલેટમાં રહેલા ફેફીન બાળકોને એક્ટીવ રાખશે અને બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવશે. તે દુધમાં રહેલા ગ્લુટાથિયોન નામનું એન્ટીઓક્સીડેંટ મગજને તેજ કરવાનું કામ કરશે. તે સ્વાદમાં પણ તે બાળકોને ખુબ પસંદ પડશે.

(૪) બીટનો રસ :

સૌથી હેલ્દી પીણું છે આ ફળનો રસ. બીટ માં રહેલા વિટામીન ‘એ’, ‘કે’, ‘સી’, અને બીટા કેરોટીન, એન્ટીઓક્સીડેંટસ, ફોલેટ અને પોલીફેનાલ્સ બાળકોના મગજને એક્ટીવ અને ફ્રેશ બનાવી રાખે છે. આ પીણાથી તે પરીક્ષાના સ્ટ્રેસ થી દુર રહી શકશે.

(૫) ગોળની ચા :

ઘરમાં સરળતાથી મળી આવતી ગોળની ચા પણ બાળકોની ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) બુસ્ટ થાય છે. તે તમે સરળતાથી બનાવી પણ શકો છો.