ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે હમેશા કામમાં આવનારા ૫૦ સચોટ નુસખા લઇને આવ્યું છે. ખાસ ગોખી લો, યાદ કરી લો કારણ કે આ ખુબ કામમાં આવે તેવા ઉપાય છે.
આપણા જીવનમાં રોગોની અસર પડતી જ રહે છે. આપણે નાની મોટી બીમારીઓનો ઈલાજ જાતે જ કરી શકે છે આજે અમે તમારા માટે લાવ્યા છીએ સામાન્ય નાના મોટા પ્રયોગ જે તમે જરૂર અપનાવો થોડા પ્રયોગ નીચે આપવામાં આવેલ છે જે તમારા ઘરમાં જ રહેલ છે અજમાવો અને લાભ મેળવો.
૧. દમ માટે તુલસી અને અરડૂસી :
દમના રોગીઓ તુલસીના ૧૦ પાંદડા સાથે અરડુસા (વાસા કે વાસક) નું ૧૫૦ મી.લિ. પાણીમાં ઉકાળીને રાબ બનાવીને આપો. લગભગ 21 દિવસ સુધી આ રાબ પીવાથી રાહત મળી જાય છે.
૨. ઋતુની ખાંસી માટે સિંધવ મીઠું :
સિંધવ મીઠાના લગભગ ૫ ગ્રામ ગાંગડાને ચીપિયાથી પકડીને આગ ઉપર, ગેસ ઉપર કે તાવડી ઉપર સારી રીતે ગરમ કરી લો. જયારે લાલ થાય ત્યારે ગરમ ગાંગડાને તરત અડધા કપ પાણીમાં ડુબાડીને કાઢી લો અને હુંફાળું ગરમ પાણીને એક જ વખતમાં પી લો. આવું હુંફાળું પાણી સુતા સમયે સતત બે ત્રણ દિવસ પીવાથી ખાંસી, ખાસ કરીને કફવાળી ખાંસીમાં આરામ મળે છે. મીઠાના ગાંગડાને સુકવીને મૂકી દો એક ગાંગડાનો એક વખત ઉપયોગ કરી શકાય છે.
૩. બેસી ગયેલા ગળા માટે જેઠીમધનું ચૂર્ણ :
જેઠીમધનું ચૂર્ણ પાનના પાંદડામાં મુકીને ખાવાથી બેસી ગયેલ ગળું ઠીક થઇ જાય છે. કે સુતી વખતે એક ગ્રામ જેઠીમધનું ચૂર્ણ મોઢામાં રાખીને થોડી વાર ચાવતા રહો. પછી તેવી જ રીતે મોઢામાં રાખતા જાવ. સવાર સુધીમાં ગળું ચોખ્ખું થઇ જશે. ગળાના દુ:ખાવો અને સોજામાં પણ આરામ થઇ જાય છે.
૪. મોઢું અને ગળાની તકલીફ માટે વરીયાળી અને સાકર :
ભોજન પછી બન્ને સમયે અડધી ચમચી વરીયાળી ચાવવાથી મોઢાની ઘણી બીમારીઓ અને સુકી ખાંસી દુર થાય છે, બેસી ગયેલ અવાજ ખુલી જાય છે, ગળાની ખરાશ ઠીક થઇ જાય છે અને અવાજ મધુર થઇ જાય છે. ગળામાં ખરાશ કે સુકી ખાંસી થવા ઉપર વાટેલ આદુમાં ગોળ અને ઘી ભેળવીને ખાવ. ગોળ અને ઘી ની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકાય છે. રાહત મળશે.
૫. પેટમાં જીવાત માટે અજમો અને મીઠું :
અડધો ગ્રામ અજમાનું ચૂર્ણ તેમાં સ્વાદ મુજબ કાળું મીઠું ભેળવીને રાત્રે રોજ ગરમ પાણી સાથે આપવાથી પેટની જીવાતનો નાશ થાય છે. મોટા માટે ચાર ભાગ અજમાનું ચૂર્ણમાં એક ભાગ કાળું મીઠું ભેળવવું જોઈએ અને બે ગ્રામના પ્રમાણમાં સુતા પહેલા ગરમ પાણી સાથે લેવું જોઈએ.
૬. અરુચિ માટે મુનક્કા(કાળી દ્રાક્ષ) હરડે અને ખાંડ :
ભૂખ ન લાગતી હોય તો સરખા ભાગે મુનક્કા (બીજ કાઢી નાખો) હરડે અને ખાંડને વાટીને ચટણી બનાવી લો. તેને પાચ છ ગ્રામના પ્રમાણમાં (એક નાની ચમચી) થોડું મધ ભેળવીને ખાતા પહેલા દિવસમાં બે વખત ચાટો.
૭. શરીરના દુ:ખાવામાં કપૂર અને સરસીયાનું તેલ :
૧૦ ગ્રામ કપૂર, ૨૦૦ ગ્રામ સ્ર૨સિયાનું તેલ – બન્નેને બોટલમાં ભરીને ઢાંકણું સારી રીતે પેક કરો અને બોટલ તડકામાં રાખી દો. જયારે વસ્તુઓ ભળીને એક રસ થઈને ભળી જાય પછી તે તેલનાં માલીશથી નસોનો દુ:ખાવો, પીઠ અને કમરનો દુ:ખાવો અને માસપેશીઓના દુ:ખાવામાં સારું થઇ જાય છે.
૮. સાંધાના દુ:ખાવા માટે બથુઆનો રસ :
બથુઆના તાજા પાંદડાનો રસ પંદર ગ્રામ રોજ પીવાથી ગઠીયા દુર થાય છે. આ રસમાં મીઠું ખાંડ વગેરે કઈ ન ભેળવો. રોજ સવારે ખાલી પેટ લો અને પછી સાંજે ચાર વાગ્યે તે લેવાથી આગળ પાછળ બે બે કલાક કાંઈજ ન ખાવ. બે ત્રણ મહિના સુધી લો.
૯. પેટમાં વાયુ ગેસ માટે મઠા અને અજમો :
પેટમાં વાયુ બનવાની સ્થિતિમાં ભોજન પછી ૧૨૫ ગ્રામ દહીંને મઠામાં બે ગ્રામ અજમો અને અડધો ગ્રામ કાળા મરી ભેળવીને ખાવાથી વાયુ ગેસ મટે છે. એકથી બે અઠવાડિયા સુધી જરૂર મુજબ દિવસના ભોજન પછી લો.
૧૦. ફાટેલા હાથ પગ માટે સરસીયા કે જેતુનનું(ઓલીવ ઓઈલ) તેલ :
નાભિમાં રોજ સરસીયાનું તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી, અને ફાટેલા હોઠ સુવાળા અને સુંદર થઇ જાય છે. સાથે જ આંખોની ખંજવાળ અને સુકાપણું દુર થઇ જાય છે.
૧૧. શરદી તાવ અને શ્વાસના જુના રોગો માટે તુલસી :
તુલસીના 21 પાંદડા ચોખ્ખા ખરલ કે સીલબટ્ટે (જેની ઉપર મસાલા ન વાટવામાં આવેલ હોય) ઉપર ચટણી જેમ વાટી લો, અને ૧૦ થી ૩૦ ગ્રામ મીઠા દહીંમાં ભેળવીને રોજ સવારે ખાલી પેટ ત્રણ મહિના સુધી ખાવ. દહીં ખાટું ન હોય. જો દહીં માફક ન આવે તો એક બે ચમચી મધમાં ભેળવીને લો. નાના બાળકોને અડધો ગ્રામ તુલસીની ચટણી મધ સાથે ભેળવીને આપો. દૂધ સાથે ભૂલથી પણ ન આપો. ઔષધી સવારે ખાલી પેટ લો. અડધો એક કલાક પછી નાસ્તો લઇ શકો છો.
૧૨. વધુ ગુસ્સા માટે આંબળાનો મુરબ્બો અને ગુલકંદ :
વધુ ગુસ્સો આવતો હોય તો સવારે આંબળાનો મુરબ્બો એક નિયમિત રીતે ખાવ અને સાંજે ગુલકંદ એક ચમચી ખાઈને ઉપર દૂધ પી લો. ગુસ્સો આવવાનો શાંત થઇ જશે.
૧૩. ગોઠણના દુ:ખાવા માટે અખરોટ :
સવારે ખાલી પેટ ત્રણ કે ચાર અખરોટનો ગરબ ખાવાથી ગોઠણના દુ:ખાવામાં રાહત થઇ જાય છે.
૧૪. કાળા ધબ્બા માટે લીંબુ અને નારીયેલ તેલ.
ચહેરા અને કોણી ઉપર કળા ડાઘ દુર કરવા માટે અડધી ચમચી નારીયેલ તેલમાં અડધા લીંબુનો રસ નીચોવી લો અને ત્વચા ઉપર ઘસો, પછી હુફાળા પાણીથી ધોઈ લો.
૧૫. કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ સોપારીથી :
ભોજન પછી કાચી સોપારી ૨૦ થી ૪૦ મિનીટ સુધી ચાવો પછી મોઢું સાફ કરી લો. સોપારીનો રસ લાળ સાથે ભળીને લોહીને પાતળું કરવાનું કામ કરે છે. જેથી કોલેસ્ટ્રોલ નીચું આવે છે અને લોહીનું દબાણ પણ ઓછું થઈ જાય છે.
૧૬. પેઢાનાં સોજા માટે અજમો :
પેઢામાં સોજો આવવા ઉપર અજમાના તેલમાં થોડા ટીપા પાણીમાં ભેળવીને કોગળા કરવાથી સોજામાં રાહત મળી જાય છે.
૧૭. હ્રદય રોગમાં આંબળાનો મુરબ્બો :
આંબળાનો મુરબ્બો દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી તે હ્રદયની નબળાઈ, ધબકારાનું સામાન્ય થવું અને હ્રદયના રોગોમાં ખુબ લાભ થાય છે, સાથે જ પિત્ત, તાવ, ઉલટી, બળતરા વગેરેમાં પણ રાહત મળે છે.
૧૮. શારીરિક નબળાઈ માટે દૂધ અને તજ :
બે ગ્રામ તજનું ચૂર્ણ સવાર સાંજ દૂધ સાથે લેવાથી શારીરક નબળાઈ દુર થાય છે, અને શરીર સ્વસ્થ થઇ જાય છે. બે ગ્રામ તજની જગ્યાએ એક ગ્રામ જાયફળનું ચૂર્ણ પણ લઇ શકાય છે.
૧૯. અટકાવું કે તોતડાપણું દુર કરવા માટે દૂધ અને કાળા મરી :
અટકાવું કે તોતડાપણું દુર કરવા માટે ૧૦ ગ્રામ દુધમાં ૨૫૦ ગ્રામ કાળા મરીનું ચૂર્ણ ભેળવીને મુકી દો. ૨-૨ ગ્રામ ચૂર્ણ દિવસમાં બે વખત માખણ સાથે ભેળવીને ખાવ.
૨૦. શ્વાસ રોગો માટે દૂધ અને પીપર :
એક ૨૫૦ ગ્રામ દુધમાં 5 પીપર નાખીને ગરમ કરો, તેમાં ખાંડ નાખીને સવાર અને સાંજે પીવાથી શ્વાસની નળીના રોગ જેવા કે ખાંસી, જુકામ, દમ, ફેફસાની નબળાઈ અને વીર્યની ઉણપ વગેરે દુર થઇ જાય છે.
૨૧. સારી ઊંઘ માટે મલાઈ અને ગોળ :
રાત્રે ઊંઘ ન આવતી હોય તો મલાઈમાં ગોળ ભેળવીને ખાવ અને પાણી પી લો. થોડી વારમાં ઊંઘ આવી જશે.
૨૨. નબળાઈ દુર કરવાના સરળ ઉપાય :
એક એક ચમચી આદુ અને આંબળાના રસમાં બે કપ પાણીમાં ઉકાળીને ગાળી લો. તેને દિવસમાં ત્રણ વખત પીવો. સ્વાદ માટે કાળું મીઠું કે મધ ભેળવો.
૨૩. ચમોરિયા માટે મુલતાની માટી :
ચમોરિયા ઉપર મુલતાની માટીમાં પાણી ભેળવીને લગાવવાથી આખી રાતમાં આરામ થઇ જાય છે.
૨૪. પેટના રોગ દુર કરવા માટે મઠો :
મઠામાં કાળું મીઠું અને શકેલું જીરું ભેળવો અને હિંગનો ટેસ્ટ લગાવી દો. આવો મઠો પીવાથી દરેક પ્રકારના પેટના રોગમાં લાભ મળે છે. તે વાસી કે ખાટા ન હોવા જોઈએ.
૨૫. ખંજવાળની ઘરેલું દવા :
ફટકડીના પાણીથી ખંજવાળની જગ્યા ધોઈને સાફ કરો, તેની ઉપર કપૂર કે નારીયેલનું તેલ ભેળવીને લગાવો ફાયદો થશે.
૨૬. ખીલ માટે સંતરાના છોતરા :
સંતરાના છોતરાને વાટીને ખીલ ઉપર લગાવવાથી તે જલ્દી ઠીક થઇ જાય છે. નિયમિત રીતે ૫ મિનીટ સુધી રોજ સંતરાના છોતરાને વાટેલ મિશ્રણ ચહેરા ઉપર લગાવવાથી મુહાંસેના ડાઘ દુર થઈને રંગમાં નિખાર આવી જાય છે.
૨૭. બંધ નાક ખોલવા માટે અજમાની વરાળ :
એક ચમચી અજમાને વાટીને ગરમ પાણી સાથે ઉકાળો અને તેની વરાળમાં શ્વાસ લો. થોડી જ મીનીટોમાં આરામનો અહેસાસ થશે.
૨૮. ચામડીના રોગો માટે ટેસુ અને લીંબુ :
ટેસુના ફૂલને સુકવીને ચૂર્ણ બનાવી લો. તેને લીંબુના રસમાં ભેળવીને લગાવવાથી દરેક પ્રકારના ચામડીના રોગમાં લાભ થાય છે.
૨૯. માઈગ્રેન માટે કાળા મરી, હળદર અને દૂધ :
એક મોટી ચમચી કાળા મરીનું ચૂર્ણ એક ચપટી હળદર સાથે એક કપ દુધમાં ઉકાળો. બે ત્રણ દિવસ સુધી સતત લેતા રહો. માઈગ્રેનના રોગમાં રાહત મળશે.
૩૦. ગળામાં ખરાશ માટે જીરું :
એક ગ્લાસ ઉકળતા પાણીમાં એક ચમચી જીરું અને એક ટુકડો આદુ નાખો ૫ મિનીટ સુધી ઉકાળવા દો. તેને ઠંડુ થવા દો. હળવું હુંફાળું દિવસમાં બે વખત પીવો. ગળાની ખરાશ અને શરદીમાં લાભ થશે.
૩૧. શરદી જુકામ માટે તજ અને મધ :
એક ગ્રામ તજમાં એક ચમચી મધ ભેળવીને ખાવાથી શરદી જુકામમાં રાહત મળશે.
૩૨. ટોન્સિલ માટે હળદર અને દૂધ :
એક કપ (૨૦૦ મી.લિ.) દુધમાં અડધી નાની ચમચી (૨ ગ્રામ) વાટેલી હળદર ઉકાળો. ગાળીને ખાંડ ભેળવીને પીવા આપો. ખાસ કરીને સુતા સમયે પીવાથી ત્રણ ચાર દિવસમાં આરામ મળે છે. રાત્રે તે પીધા પછી મોઢું સાફ કરવું જોઈએ પણ કાંઈજ ખાવું પીવું ન જોઈએ.
૩૩. લ્યુકોરિયાથી મુક્તિ :
લ્યુકોરિયા નામનો રોગ નબળાઈ, ચીડિયાપણુંની સાથે ચહેરાની ચમક પણ ઉડાડી દે છે. તેનાથી બચવાનો એક સરળ એવો ઉપાય. એક એક પાકા કેળા સવાર અને સાંજે આખી એક ચમચી દેશી ઘી સાથે ખાઈ લો ૧૧ – ૧૨ દિવસમાં આરામ જોવા મળશે. આ પ્રયોગ ૨૧ દિવસ સુધી ચાલુ રાખવો જોઈએ.
૩૪. મધુમેહ માટે આંબળા અને કારેલા :
એક કપ કરેલાના રસમાં એક મોટી ચમચી આંબળાનો રસ ભેળવીને રોજ પીવાથી બે મહિનામાં મધુમેહની તકલીફમાંથી રાહત મળી જાય છે.
૩૫. મધુમેહ માટે કાળી ચા :
મધુમેહમાં સવારે ખાલી પેટ એક કપ કાળી ચા આરોગ્યવર્ધક હોય છે. ચા માં ખાંડ દૂધ લીંબુ ન ભેળવવું જોઈએ. તે કિડનીની કાર્યપ્રણાલીને ફાયદો કરે છે, જેથી મધુમેહમાં પણ ફાયદો થાય છે.
૩૬. ઉચા લોહીના દબાણ માટે મેથી :
સવારે ઉઠીને ખાલી પેટ આઠ દસ મેથીના દાણા ગળી લેવાથી ઊંચા લોહીના દબાણને નિયંત્રિત રાખવામાં સફળતા મળે છે.
૩૭. માઈગ્રેન અને માથાના દુ:ખાવા માટે સફરજન :
માથાના દુ:ખાવા અને માઈગ્રેન થાય તો સવારે ખાલી પેટ એક સફરજન મીઠું લગાવીને ખાવ તેનાથી આરામ આવી જશે.
૩૮. અપચા માટે ચટણી :
ખાટા ઓડકાર, ગેસ બનવો, પેટ ફૂલવું, ભૂખ ન લાગવી આમાંની કોઈપણ વસ્તુથી પરેશાન છો તો સિરકામાં ડુંગળી અને આદુ વાટીને ચટણીમાં કાળું મીઠું નાખો. એક અઠવાડિયા સુધી રોજ ભોજન સાથે લો, આરામ થઇ જશે.
૩૯. ખીલથી મુક્તિ :
જાયફળ, કાળા મરી લાલ ચંદન ત્રણેનો પાવડર સરખા ભાગે ભેળવી રાખી દો. રોજ સુતા પહેલા ૨-૩ ચપટી પાવડર હથેલી ઉપર લઈને તેમાં એટલું પાણી ભેળવો કે મલમ જેવું બની જાય ખુબ ભેળવો અને પછી તેને ચહેરા ઉપર લગાવી લો અને સુઈ જાવ. સવારે ઉઠીને સાદા પાણીથી ચહેરો ધોઈ લો. ૧૫ દિવસ સુધી આ કામ કરો. તેની સાથે રોજ ૨૫૦ ગ્રામ મૂળા ખાવ જેથી લોહી શુદ્ધ થઇ જાય અને અંદરથી ત્વચાને સ્વસ્થ પોષણ મળે. ૧૫-૨૦ દિવસમાં ખીલથી મુક્ત થઈને ત્વચામાં નીખાર આવશે.
૪૦. બળતરા ઉપર સારવાર ચોખાથી :
કાચા ચોખાને 8-૧૦ દાણા સવારે ખાલી પેટ પાણી સાથે ગળી લો. 21 દિવસ સુધી નિયમિત આમ કરવાથી પેટ અને છાતીની બળતરામાં આરામ થશે. ત્રણ મહિનામાં આ એકદમ ઠીક થઇ જશે.
૪૧. દાંતની તકલીફમાં તલનો ઉપયોગ :
તલને પાણીમાં ૪ કલાક પલાળી દો પછી ગાળીને તે પાણીથી મોઢું ભરો અને ૧૦ મિનીટ પછી કાઢી નાખો. ચાર પાંચ વખત આવી રીતે કોગળા કરો, મોઢાની ઈજા, દાંતમાં સડાને કારણે થતા ચેપ અને પાયરીયા માંથી મુક્તિ મળે છે.
૪૨. ઝેરમાંથી મુક્તિ :
૧૦-૧૦ ગ્રામ હળદર, સિંધા મીઠું અને મધ અને ૫ ગ્રામ દેશી ઘી સારી રીતે ભેળવી લો. તે ખાવાથી કુતરા, સાંપ, વિછી, દેડકા, કાચીંડા વગેરે ઝેરીલા જાનવરોનુ ઝેર ઉતરી જાય છે.
૪૩. ખાંસીમાં ડુંગળી :
જો બાળકોને ખાંસી સાથે કફ વધુ નીકળી રહેલ છે તો એક ચમચી ડુંગળીના રસમાં ખાંડ કે ગોળ ભેળવીને ચટાડી દો. દિવસમાં ત્રણ ચાર વખત આમ કરવાથી ખાંસી માંથી તરત આરામ મળે છે.
૪૪. સ્વસ્થ ત્વચા નો ઘરેલું નુસખા :
મીઠું, હળદર અને મેથી ત્રણે સરખા ભાગે લઈને વાટી લો, ન્હાવાના પાંચ મિનીટ પહેલા પાણી ભેળવીને તેનો મલમ બનાવી લો. તેને સાબુની જેમ આખા શરીર ઉપર લગાવો અને ૫ મિનીટ પછી ન્હાઈ લો. અઠવાડિયામાં એક વખત પ્રયોગ કરવાથી ધમોરિયા, ફુંસિયા અને ત્વચાની તમામ બીમારીઓમાંથી મુક્તિ મળે છે. સાથે જ ત્વચા સુંવાળી અને ચમકદાર પણ થઇ જાય છે.
૪૫. પેટ સાફ રાખે જામફળ :
કબજીયાતથી પરેશાન હો તો સાંજે ચાર વાગ્યે ઓછામાં ઓછું ૨૦૦ ગ્રામ જામફળ મીઠું લગાવીને ખાવ, ફાયદો પછીના સવારથી જ જોવા મળશે. ૧૦ દિવસ સતત ખાવાથી જૂની કબજિયાતમાં લાભ થશે. પછી જયારે જરૂરિયાત જણાય ત્યારે ખાવ.
૪૬. બીજ પોપૈયાના આરોગ્ય આપણું :
પાકા પોપૈયાના બીજને ખુબ ચાવી ચાવીને ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. આ બીજને સુકવીને પાવડર બનાવીને પણ રાખી શકાય છે. અઠવાડિયામાં એક વખત એક ચમચી પાવડરની ફાકી લેવાથી અનેક પ્રકારના રોગાણુંથી રક્ષણ થાય છે.
૪૭. જેઠીમધ પોષ્ટિક અલ્સર માટે :
જેઠીમધ વિષે તો બધા જાણતા જ હશો. તે સરળતાથી બજારમાં મળી જાય છે. પોષ્ટિક અલ્સરમાં જેઠીમધનું ચૂર્ણ અમૃત જેવું કામ કરે છે. બસ સવાર સાંજ અડધી નાની ચમચી પાણી સાથે ગળી જાવ. આ જેઠીમધનું ચૂર્ણ આંખોની શક્તિ પણ વધારે છે. આંખો માટે તેને સવારે અડધી ચમચીથી થોડું વધુ પાણી સાથે લેવું જોઈએ.
૪૮. સરસીયાનું તેલ માત્ર પાંચ દિવસ :
રાત્રે સુતી વખતે બન્ને નાકમાં બે બે ટીપા સરસીયાનું તેલ પાંચ દિવસ સુધી સતત નાખો તો ખાંસી શરદી અને શ્વાસની બીમારીઓ દુર થઇ જશે. શરદીમાં નાક બંધ થઇ જવાની તકલીફમાંથી મુક્તિ મળશે અને શરીરમાં હળવાશ અનુભવાશે.
૪૯. ભોજન પહેલા આદુ :
ભોજન કરતા પહેલા દસ મિનીટ પહેલા આદુના નાના એવા ટુકડાને સિંધા મીઠામાં ભેળવીને (થોડી વધુ પ્રમાણમાં ) સારી રોતે ચાવી લો. દિવસમાં બે વખત તે આપણા ભોજનનું જરૂરી ભાગ બનાવી લો, તેનાથી હ્રદય મજબુત અને સ્વસ્થ બની રહેશે, હ્રદય સાથે જોડાયેલ કોઈ બીમારી થશે નહી અને નિરાશા અને અવસાદ માંથી મુક્તિ મળી જશે.
૫૦. અજમાનો અઠવાડિયાનો પ્રયોગ :
સવારે ખાલી પેટ અઠવાડિયામાં એકવખત એક ચા ની ચમચી અજમો મોઢામાં રાખો અને પાણીથી ગળી લો. ચાવશો નહિ. તે શરદી, ખાંસી, જીકામ, શરીરનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, પેટનો દુ:ખાવો, કબજીયાત અને ગોઠણના દુ:ખાવાથી દુર રાખશે. ૧૦ વર્ષથી નીચેના બાળકોને અડધી ચમચી ૨ ગ્રામ અને ૧૦ વર્ષથી ઉપર બધાને એક ચમચી એટલે ૫ ગ્રામ લેવું જોઈએ.