4 બાળકોના બાપ સાથે લગ્ન કરવા માંગે છે પરણિતિ ચોપડા, જેણે પહેલાથી જ કરેલા છે બે બે લગ્ન.

આ છે પરણિતિ ચોપડાનો ક્રશ, 2 લગ્ન અને 4 બાળકો હોવા છતાં પણ પરણિતિની છે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા.

હિન્દી ફિલ્મોની અભિનેત્રી પરણિતિ ચોપડાએ પોતાના કામથી પોતાના બળ ઉપર હિન્દી સિનેમામાં સારી ઓળખ ઉભી કરી છે. તે હજુ વધુ સફળ તો નથી થઇ શકી, પણ દર્શકોએ મોટા પડદા ઉપર તેમને પસંદ કરી છે. પોતાની 10 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેણીએ ઘણી વખત દર્શકોના દિલ જીત્યા છે.

પરણિતિ ચોપડા આજે હિન્દી સિનેમાનું એક જાણીતું નામ છે અને તેમની ઉપર લાખો કરોડો છોકરાઓ અને યુવકો ફીદા છે. પણ શું તમે એ જાણો છો કે, તે પોતે કોના ઉપર ફિદા છે? પરણિતિ ચોપડાએ એક વખત કહ્યું હતું કે, તે હિન્દી સિનેમાના એક અભિનેતાને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પણ સમસ્યા એ છે કે, તે કલાકાર પહેલાથી પરણિત છે અને બે બે લગ્ન કરી ચુક્યા છે.

પરણિતિ ચોપડાનો ક્રશ હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા સૈફ અલી ખાન છે. પોતાના ઈન્ટરવ્યુંમાં અભિનેત્રીએ એ વાતનો ખુલાસો કર્યો હતો. અને ઘણી વખત પરણિતિ ચોપડા જણાવી ચુકી છે કે, સૈફ અલી ખાન તેનો ક્રશ છે. તે એવું પણ જણાવી ચુકી છે કે, તે સૈફ સાથે લગ્ન કરવા માંગે છે અને તક મળે તો તેનું હરણ પણ કરી લેશે.

એક વખત પરણિતિ ચોપડા પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ માં ગઈ હતી. તે પોતાની કોઈ ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી અને તે દરમિયાન શો માં તેણીએ સૈફને લઈને વાત કરી હતી. પછી જયારે સૈફ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા અત્યારે તેમને પરણિતિ ચોપડાનો વિડીયો દેખાડવામાં આવ્યો હતો. જેમાં તેમણે સૈફને લઈને કહ્યું હતું કે, તક મળે તો હું સૈફનું હરણ કરી લઈશ. કરીનાને પહેલાથી આ વાતની ખબર છે અને તે જાણે છે કે, હું સૈફ અલી ખાનને કેટલા પસંદ કરું છું.

પરણિતિ ચોપડાનો વિડીયો જોઈ સૈફ અલી ખાન પણ ચક્તિ રહી ગયા હતા. ત્યાર પછી કપિલ શર્માએ મજાક કરતા કહ્યું હતું કે, ભાગ્ય હોય તો સૈફ અલી ખાન જેવું, તેમને પહેલાથી જ કરીના પત્ની તરીકે મળી છે અને હવે પરણિતિ ચોપડા પણ તેમનુ જ હરણ કરવા માંગે છે. ત્યાર પછી બધા લોકો હસવા લાગે છે.

પરણિતિ ચોપડા અવાર નવાર કોઈને કોઈ કારણ સર સમાચારોમાં જળવાઈ રહે છે. પોતાના એક ઈન્ટરવ્યુંમાં અભિનેત્રીએ પોતાની સાથે બનેલી એક ઘટનાનું વર્ણન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્કુલના સમયમાં કેટલાક છોકરાઓ તેમનો પીછો કરતા હતા અને તેમની સાથે છે ડતી કરતા હતા.

પરણિતિ ચોપડાના જણાવ્યા મુજબ, તે સાયકલ પર સ્કુલ જતી હતી અને કેટલાક છોકરા તેનો પીછો કરી તેની મશ્કરી કરવાનો પ્રયત્ન કરતા હતા. એ કારણે જ તેણીને પોતાના માતા પિતા સાથે પણ નફરત થવા લાગી હતી. ખાસ કરીને પરણિતિ ચોપડાને એવું લાગતું હતું કે, તેના પિતાએ કાર ન ખરીદી આથી તેણીએ સાયકલ પર સ્કુલે જવું પડતું હતું. જો કે પાછળથી અભિનેત્રીને એ વાતનો અહેસાસ થયો હતો કે, તેમના માતા પિતા પાસે તે સમયે કાર ખરીદવાના પૈસા ન હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો પરણિતિ ચોપડા વહેલી તકે સાઈના નેહવાલના જીવન ઉપર આધારિત ફિલ્મમાં જોવા મળશે. અને સૈફના વર્કફ્રંટની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મોમાં આદિપુરુષ, બંટી ઓર બબલી 2 અને વિક્રમ વેધા સામેલ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.