શરીરમાં ધ્રુજારી કે પાર્કીન્સન રોગ શું છે? ક્લિક કરી ને જાણો તેના આયુર્વેદિક અને ઘરેલું ઉપાય

* હાથ પગને ધ્રુજવા નો રોગ વાયુને કારણે ઉત્પન થતો રોગ છે.

* આ રોગ થવાથી રોગીનું આખું શરીર હલતું રહે છે. આ રોગમાં રોગીનું શરીર ડાબા થી જમણી બાજુ અને જમણા થી ડાબી બાજુ લટકતું રહે છે.

* રોગી ચાલવા માટે પગ ઉપાડે છે તો પોતાના પગની આંગળીઓને જમીન ઉપર ઘસીને ચાલે છે. રોગીને જો આંખ બંધ કરીને ચલાવવામાં આવે તો તે ૨ પગલા પણ ચાલી શકતો નથી.

હાથ પગનું હલવાના રોગનો આયુર્વેદિક ઉપચાર :

(૧) જ્યોતિષ્મતી – જ્યોતિષ્મતી (માલકાંગણી) ના બીજ ને રાબમાં ૨ થી ૪ લવિંગ નાખીને ૪૦ મી.લી. ના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી હાથ પગ ડોલવાના રોગમાં લાભ મળે છે.

(૨) સેંધા મીઠું – ૧૦ ગ્રામ સિંધા મીઠું ને ૨૫૦ મી.લી. પાણીમાં ભેળવીને ઘોળીને આ ઘોળને પગની એક જગ્યાએ નાખવાથી પગની માંસપેશીઓ ઘણી મજબુત થાય છે. તેનાથી રોગીને ઘણો ફાયદો થાય છે. સિંધા મીઠું રક્તસંચાર (બ્લડપ્રેશર) ને વધારીને કોશિકાઓને સ્વસ્થ રાખે છે.

(૩) અગર – લગભગ ૧ ગ્રામથી ચોથો ભાગ અગર ને રોજ સવારે સાંજે સેવન કરવાથી હાથ પગના ડોલવાના રોગીને ફાયદો થાય છે.

(૪) કુસુમ – કુસુમ ના પંચાંગ (થડ,ફૂલ,પાંદડા,મૂળ,ફળ) થી મળેલ તેલને સરસીયાના તેલમાં ભેળવીને હાથ પગ ઉપર માલીશ કરવાથી હાથ પગના ડોલવાના રોગમાં ફાયદો થાય છે.

(૫) પીપર – પહેલા દિવસ પીપર ને મધ અને સાકર માં સારી રીતે ભેળવીને રોગીને આપો. ત્યાંર પછી રોજ ૩ પીપરના પ્રમાણમાં વધારતા જાવ. આવી રીતે ૧૦ દિવસમાં ૩૦ પીપરનો ડોઝ લો. તેનાથી અગ્યારમાં દિવસ થી ૩ પીપર ઓછી કરતા જાવ. છેલ્લા દિવસે ૩ પીપરનો ડોઝ લો. તેનાથી હાથ પગ ડોલવાનો રોગ ઠીક થઇ જાય છે.

(૬) લસણ – બાયવડીંગ માં લસણનો રસને પકવીને સેવન કરવાથી હાથ પગ ડોલવાના રોગમાં હાથ અને પગ હળવાનું બંધ થઇ જાય છે લસણ માંથી મળેલ તેલ રોગી માટે ખુબ ઉપયોગી હોય છે.

(૭) કાળા મરી – કાળા મરીમાંથી મળેલ તેલનું માલીશ રોગીને બન્ને પગ ઉપર દિવસમાં ઓછામાં ઓછું ૨ વખત માલીશ કરવાથી હાથ પગના ધ્રુજવા નાં રોગીને આરામ મળે છે.

(૮) અમલતાસ – વાંકા વાળીને ચાલવા વાળા રોગીને અમલતાસ ના પાંદડા નો રસ ૧૦૦ થી ૨૦૦ મી.લી. ના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી લાભ મળે છે. તેના રસથી પગનું સારી રીતે માલીસ કરવાથી ફાયદો થાય છે.
કંપવાત ના ૧૯ સરળ અને અસરકારક ઘરગથ્થું ઉપચાર

લક્ષણ : શરીરના કોઈપણ અંગનું કે આખા શરીરનું નિયંત્રણ ન રહેવાથી ધ્રુજારી થતી રહે છે. આ એક જેવી જ વાત છે તેથી કંપવાત કહે છે.

ભોજન અને પરેજી :

ઘઉંની રોટલી, ઘી અને ખાંડ નાખેલ હળવો, સાઠી ચોખા-પુનર્નવા ના પાંદડા નો રસ, અનાર, કેરી, દ્રાક્ષ, એરંડી નું તેલ અને અગ્નિમાન્ધ (પાચનક્રિયા નું ધીમું થવું) ન હોય તો અડદ ની દાળ લઇ શકો છો.

વાતરોગ માં ચણા, વટાણા, સોયાબીન, બટેટા, મગ, કટહલ, વધુ મહેનત, રાત્રે જાગવું, વ્રત કરવા, ઠંડા પાણીથી ન્હાવું જેવા કર્યો ન કરવા જોઈએ. રોગીને અડદની દાળ, દહીં, મૂળા વગેરે વસ્તુ ન ખાવી જોઈએ કેમ કે આ બધી વસ્તુ કબજિયાત ઉત્પન કરે છે.

ઉપાય :

(૧) તગર : લગભગ ૧ ગ્રામથી ચોથો ભાગ થી લગભગ ૧ ગ્રામ તગરનું ચૂર્ણ યશદ ભસ્મ સાથે સવાર સાંજ સેવન કરવાથી કંપન ના રોગીને ફાયદો થાય છે.

(૨) જટામાસી : હાથ પગ ધ્રુજવા ઉપર કે કોઈ બીજા અંગનું પોતાની જાતે હળવા ઉપર જટામાંસી ની રાબ ૨ ચમચીના પ્રમાણમાં સવાર સાંજ નિયમિત સેવન કરવું જોઈએ.

(૩) લસણ :

* શરીરની ધ્રુજારી ઓછી કરવા માટે બાયવિડંગ અને લસણના રસને પકવીને સેવન કરવાથી રોગીને ફાયદો થાય છે.

* લસણના રસને શરીર ઉપર માલીશ કરવાથી રોગીને ધ્રુજારી દુર થાય છે.

* ૪ જાવા લસણ ફોતરા કાઢીને વાટી લો. તેને ગાયના દૂધમાં ભેળવીને રોજ સેવન કરવાથી ધ્રુજારી નો રોગ ઠીક થઇ જાય છે.

(૪) ઘી : ૧૦ ગ્રામ ગાયનું ઘી અને ૪૦ મી.લી. દૂધ ને ૪ ભાગ (૧૦-૧૦મિ.લી.ના પ્રમાણમાં) લઈને હળવા તાપ ઉપર પકાવી લો. આ ચારે ભાગોમાં ૩ થી ૬ ગ્રામ અસગંધ નાગોરી નું ચૂર્ણ ભેળવી લો. આ મિશ્રણ રોજ સવાર સાંજ સેવન કરવાથી ધ્રુજારીનો રોગ વહેલા ઠીક થઇ જાય છે.

કુચલા :

* અડધી ચમચી અજમો અને સુંઠ નું ચૂર્ણ અને કુચલાના બીજ મજ્જા (બીજનો ભાગ) નું ૧૦૦ ગ્રામ ચૂર્ણ ભેળવીને સવાર સાંજ ખાવ. તેનાથી શરીરની ધ્રુજારી ઠીક થાય છે.

* લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગ શુદ્ધ કુચલા નું ચૂર્ણ સવાર સાંજ કરવાથી ધ્રુજારી માં લાભ મળે છે.

(૬) નિર્ગુન્ડી :

નીર્ગુન્ડી નું તાજું થળ અને લીલા પાંદડા નો રસ કાઢીને તેમાં ચોથા ભાગનું તલનું તેલ ભેળવીને ગરમ કરીને સવાર સાંજ ૧-૧ ચમચી પીવાથી અને માલીશ કરતા રહેવાથી ધ્રુજારી, સંધિવા ના રોગ અને વાયુના રોગ મટે છે.

સ્વર્ણમાલતી ની ૧ ગોળી અથવા ૧ ગ્રામ કોંચ નો પાવડર દૂધ સાથે લેવાથી લાભ થાય છે.

(૭) લસણ : લસણના રસમાં વાયવિડિંગ ને પકવીને ખાવાથી અને લસણમાંથી મળેલ તેલનું માલીશ કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૮) મહાલીંબુ : લગભગ ૧૦ થી ૨૦ મી.લી. મહાલીંબુ (ચકોતરા) ના પાંદડાનો રસ સવાર સાંજ સેવન કરતા રહેવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૯) સુંઠ : મહાસ્નાદી માં સુંઠ નું ચૂર્ણ ભેળવીને સવાર સાંજ પીવું અને રોજ રાત્રે ૨ ચમચી એરંડિયાનું તેલ દુધમાં ભેળવીને સુતા પહેલા સેવન કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૧૦) દૂધ : ચાર કળી લસણ ને દુધમાં સારી રીતે ઉકાળી લો. પછી તેમાં ૨ ચમચી એરંડિયાનું તેલ ભેળવીને રોજ સુતા પહેલા સેવન કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૧૧) ગાયનું ઘી : ગાયનું ઘી અને ગાયનું ચાર ગણું દૂધ લઈને ઉકાળો પછી તેમાં સાકર ભેળવીને ૩ થી ૬ ગ્રામ અસગંધ નાગોરી નું ચૂર્ણ સાથે સવાર સાંજ પીવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૧૨) જટામાંસી : લગભગ ૧ ગ્રામ નો ચોથો ભાગ થી લગભગ અડધું જટામાંસી ને ફેટીને રોજ બે થી ત્રણ વખત સેવન કરવાથી ફાયદો થાય છે.

(૧૩) કુચલા : લગભગ ૧ ગ્રામથી ચોથો ભાગ શુદ્ધ કુચલા નું ચૂર્ણ સવાર સાંજ સેવન કરવાથી શરીરની ધ્રુજારી દુર થાય છે.રોગીને ઘણી રાહત નો અહેસાસ થશે.

(૧૪) અસગંધનાગોરી : લગભગ ૩ થી ૬ ગ્રામ અસગંધનાગોરી ને ગાયના ઘી અને તેનું ચાર ગણું દૂહ ના ઉકાળીને સાકર ભેળવીને પીવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે. તેનાથી રોગીને ઘણો ફાયદો થાય છે.

(૧૫) તલ: તલના તેલમાં અફીણ અને આંકડા ના પાંદડા ભેળવીને ગરમ કરીને લેપ કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૧૬) આશાકંદ : લગભગ ૨ ગ્રામ આશાકંદ નું ચૂર્ણ દૂધ સાથે લેવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૧૭) ગોરખમુંડી : હાથ પગની આંગળીઓની ધ્રુજારી દુર કરવા માટે ગોરખમુંડી અને લવિંગનું ચૂર્ણ ખાવાથી રોગીને ફાયદો મળે છે.

(૧૮) ભાંગરો : લગભગ ૨૦ ગ્રામ ભાંગરા ના બીજનું ચૂર્ણ ૩ ગ્રામ ઘી ભેળવીને મીઠા દૂધ સાથે ખાવાથી હાથ પગની ધ્રુજારી દુર થઇ જાય છે.

(૧૯) મોટી હરડે : હાથ પગની આંગળીઓની ધ્રુજારી દુર કરવા માટે મોટી હરડે નું ચૂર્ણ ખાવાથી રોગીનો રોગ ઠીક થઇ જાય છે.