પરશુરામેં જે ફરશી થી 21 વખત પૃથ્વી ક્ષત્રિય વિહોણી કરેલી તે ફરસી મળી આવી આ રાજ્યમાંથી.

ભારત રહસ્ય અને ચમત્કારોથી ભરેલો દેશ છે અહીંયા દરેક જગ્યાએ તમને કોઈને કોઈ ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળે છે. સંસ્કૃતિઓથી ભરેલા આ દેશમાં ધણી એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેનો પુરાણોમાં ઉલ્લેખ થયેલો છે.

આજે અમે તમને એક એવા ધામ થી માહિતગાર કરાવવાના છીએ જે ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલ છે અને અહીં આજે પણ ભગવાન પરશુરામની ફરશી રાખેલ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં છે કે આ ફરશીથી ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વીનાં તમામ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો.

ઝારખંડ રાજ્યમાં ગુમલા શહેરથી લગભગ 75 કિલોમીટર દૂર તથા રાંચીથી આશરે 150 કિલોમીટર દૂર ગાઢ જંગલોની વચ્ચે આવેલ છે ટાંગીનાથ નામનું આ ધામ. અહીં ગયા પછી આજે પણ ભગવાન પરશુરામજી ની ફરશી જમીનમાં ખોડેલ જોઈ શકો છો. તમને જણાવી એ કે ઝારખંડમાં ફર્શીને ટાંગી કહેવામાં આવે છે. એટલા માટે આ સ્થાનનું નામ ટાંગીનાથ ધામ પડેલ છે. ધામમાં આજે પણ ભગવાન પરશુરામનાં પગલાંના નિશાનો હયાત છે.

પુરાણોમાં લખાયેલ એક ઉલ્લેખ અનુસાર ભગવાન પરશુરામે આ જગ્યાએ પોતાની એક ભૂલને સુધારવા માટે પશ્ચાતાપ કર્યો હતો. કહેવામાં આવે છે કે ટાંગીનાથ ધામમાં ભગવાન વિષ્ણુનો છઠો અવતાર એવા પરશુરામે તપસ્યા કરી હતી. પરશુરામની ટાંગીનાથ પહોંચવા પાછળની પણ એક કથા છે કે જયારે રામ, રાજા જનક દ્વારા સીતા માટે આયોજન કરેલ સ્વયંવરમાં ભગવાન શિવનું ધનુષ્ય તોડી નાખે છે ત્યારે પરશુરામ ખુબજ ક્રોધિત થઈને ત્યાં પહોંચે છે અને શ્રી રામને શિવજીનું ધનુષ્ય તોડવાને કારણે સારા નરસા શબ્દો કહીને તેમની ખૂબ જ ટીકા કરે છે.

પરશુરામની ટીકા કર્યા બાદ પણ રામ મૌન રહ્યા, જેને જોઈને લક્ષ્મણને ગુસ્સો આવે છે અને તે પરશુરામ સાથે દલીલ કરવા લાગે છે. આ જ દલીલ દરમિયાન પરશુંરામને જ્ઞાન થાય છે કે રામ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે ત્યારે તે ખુબ જ શરમ અનુભવે છે અને ત્યાંથી નીકળીને પસ્તાવો કરવા માટે ઘનઘોર જંગલોની વચ્ચે આવી જાય છે. ઘનઘોર જંગલોની વચ્ચે તે શિવલિંગની સ્થાપના કરીને પોતાની બાજુમાં જ ફરસી ખોડી ને તપસ્યા કરે છે. આ જ જગ્યાને આજે બધા ટાંગીનાથ ધામથી ઓળખે છે.

અહીંયા ખોડેલ લોખંડની ફરસી ની જગ્યાની એક અદ્ધભૂત વિશેષતા એ છે કે હજારો વર્ષથી ખુલ્લામાં રહેવા છતાં પણ આ ફારસી ઉપર કાટ નથી લાગ્યો તેની બીજી વિશેષતા એ છે કે તે જમીનમાં કેટલી નીચે સુધી ખોડેલ છે તેની જાણકારી હજુ સુધી મળી નથી. જેમ કે અનુમાનથી 17 ફૂટનું કહેવામાં આવે છે.

કહેવામાં આવે છે કે એક વખત આ વિસ્તારમાં રહેવાવાળી લુહાર જ્ઞાતિના અમુક લોકોએ લોખંડ મેળવવા માટે ફરસીને કાપવાનો પ્રયત્ન કર્યો. તે લોકો ફરસીને તો ન કાપી શક્યા પરંતુ તેમની તમામ જ્ઞાતિના લોકોને આ દુઃસાહસની ખુબજ મોટી કિંમત ચૂકવવી પડી અને તેના પરિણામ સ્વરૂપ તે લોકોની આપોઆપ અચાનક મૃત્યુ થવા લાગ્યું. આ ડરને કારણે તમામ લુહાર જ્ઞાતિએ તે વિસ્તાર છોડી દીધો અને આજે પણ આ ધામથી 15 કિલોમીટર ના વિસ્તારમાં લુહાર જાતિ ના લોકો વસવાટ નથી કરતા.

અહીંયા અમુક લોકો આ ફરસીને ભગવાન પરશુરામ સાથે જોડીને જુવે છે તો તેમના અમુક લોકો ટાંગીનાથ ધામમાં ખોડેલ ફર્શીને ભગવાન શિવનું ત્રિશુલ દર્શાવતા તેનો સબંધ શિવજી સાથે પણ જોડે છે.

ભગવાન શિવથી જોડતા લોકો પૌરાણિક એક કથાનો ઉલ્લેખ કરે છે. જેના અનુસાર એકવાર ભગવાન શિવ કોઈ વાત પર શનિ દેવ પર ક્રોધિત થયા હતા અને ગુસ્સામાં તે પોતાના ત્રિશુળથી શનિ દેવ પર પ્રહાર કરી દે છે. શનિ દેવ ત્રિશુલના પ્રહારથી કોઈ રીતે પોતાને બચાવી લે છે પરંતુ શિવજીનું ફેંકેલું ત્રિશુલ એક પર્વતની ટોચ પર જઈને ઘસાઈ જાય છે. તે ઘસાયેલું ત્રિશુલ આજે પણ ત્યાં જ યથાવત પડ્યું છે. કારણ કે ટાંગીનાથ ધામમાં દાટેલી ફરસીની ઉપરની આકૃતિ થોડી થોડી ત્રિશુલ સાથે મળે છે તેથી લોકો આને શિવજીનું ત્રિશુલ પણ મને છે.

ટાંગીનાથ ધામમાં થયું હતું ખોદકામ, નીકળ્યા હતા પ્રાચીન સોના અને ચાંદીના બહુમૂલ્ય ઘરેણાં

તમને જણાવીએ કે 1989 માં પુરાતત્વવિભાગ દ્વારા ટાંગીનાથ ધામમાં ખોદકામ થયું હતું. ખોદાણ કરતા તેમને સોના ચાંદીના ઘરેણાં સહીત અનેક મૂલ્યવાન વસ્તુઓ મળી હતી, પરંતુ કેટલાક કારણોથી અહીંયા ખોદકામ બંધ કરી દેવાયું અને પછી ક્યારેય અહીં ખોદકામ કરાયું નહિ. ખોદાણમાં હીરાજડિત મુકુટ, ચાંદીના અર્ધગોળાકાર સિક્કા, સોનાના કડા, કાનની સોનાનીબુટ્ટી, તાંબાથી બનેલ ટિફિન જેમાં કાળા તલ અને ચોખા રાખેલ હતા, વગેરે વસ્તુઓ મળી હતી. આ બધી વસ્તુઓ આજે પણ ડુમરી પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખેલ છે.

ટાંગીગીનાથ ધામના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ અસંખ્ય અવસેસ આ જણાવવા માટે પર્યાપ્ત છે કે આ ક્ષેત્ર કોઈ જમાનામાં હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ રહેલું હશે પરંતુ કોઈ અજ્ઞાત કારણોથી આ ક્ષેત્ર ખડેરમાં બદલાઈ ગયું અને ભક્તોનું અહીંયા આવનજાવન ઓછું થઇ ગયું.

નક્સલવાદ અને ઉપરથી સરકારના આળસુ રવૈયાથી પણ આ ધામનું કોઈ મહત્વ નથી અપાયું જે કારણથી લોકોને આ વિષે ખબર નથી પડી. બની શકે કે સરકાર કદાચ આ ઉપર કોઈ ધ્યાન દે ને કામ કરે તો આ પણ મોટું તીર્થસ્થાન બની જાય.