‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની યુવાન સાસુ સુવર્ણા પારુલે મંદિરમાં કર્યા બોયફ્રેન્ડ સાથે લગ્ન

સિરિયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ માં આ દિવસોમાં નાયરાની સાસુ સુવર્ણાનું પાત્ર ભજવી રહેલી ટીવી અભિનેત્રી પારુલ ચૌહાણના ફેન્સ માટે સારા સમાચાર છે. જણાવી દઈએ કે પારુલે પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા ચિરાગ ઠક્કર સાથે લગ્ન કરી લીધા છે. પારુલ અને ચિરાગે ખાસ અને વિચિત્ર રીતે લગ્ન કર્યા છે. જેના વિષે જાણ્યા પછી તમે પણ ખુશ થશો.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ટીવીની પ્રખ્યાત સ્ટાર પારુલ અને ચિરાગએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે પારુલ અને ચિરાગે 12 ડિસેમ્બરના રોજ ઇસ્કોન મંદિરમાં સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા છે. આ દરમ્યાન બસ પારુલ અને ચિરાગના પરિવાર વાળા જ હાજર હતા. લગ્ન પછી હવે પારુલ અને ચિરાગના લગ્નના ઘણા બધા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે પારુલ અને ચિરાગના પતિ-પત્નીના જોડામાં જોઈ શકો છો.

પોતાના લગ્નના ફોટામાં પારુલ જ્યાં કાંજીવરમની લાલ સાડીમાં સોનાના ઘરેણાં સાથે ઘણી સુંદર દેખાઈ રહી છે. ત્યાં પારુલના પતિદેવ ચિરાગ ક્રિમ અને મરૂન કલરની શેરવાનીમાં ઘણા હેન્ડસમ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે પારુલ અને ચિરાગ ઘણા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ એક યોગ્ય મુહૂર્ત જોઈને બંનેએ લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે પહેલા બંનેની મહેંદીની વિધિના ફોટા સામે આવ્યા હતા જે ઘણા વાયરલ થયા છે.

પારુલ ચૌહાણ એક ભારતીય ટીવી કલાકાર છે, એમનો જન્મ લખિમપૂર ખેરી, મધ્યપ્રદેશમાં થયો હતો. એમણે સ્ટારપ્લસની લોકપ્રિય સિરિયલ ‘સપના બાબુલ કા…બિદાઈ’ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પારુલે ‘ઝલક દિખલાજા’ અને ‘કોમેડી સર્કસમાં’ પણ કામ કર્યુ છે. એમની સુંદરતા અને અભિનયના આજે લાખો દીવાના છે. એમણે પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સ્થાન પર પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરવી પડી છે. ઘણું સ્ટ્રગલ કર્યા પછી તે આ સ્થાન પર પહોંચી છે. એકવાર એમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કઈ રીતે એમણે ઘણી મહેનત કરીને ટીવીની દુનિયામાં આ સ્થાન મેળવ્યું છે.

યે રિશ્તા ક્યા કેહલાતા હૈ એક ભારતીય હિંદી સિરિયલ છે, જે સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવે છે. આ સિરિયલ સ્ટાર પ્લસ પર 12 જાન્યુઆરી, 2009 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. એટલે કે એનો પહેલો એપિસોડ 12 જાન્યુઆરી 2009 ના રોજ ટીવી પર આવ્યો હતો. આ એક પરંપરાગત લગ્નમાં પ્રેમ દર્શાવતી સિરિયલ છે. એનું નિર્માણ રાજન શાહીએ કર્યુ છે. 12 જાન્યુઆરી 2012 ના રોજ આ સિરિયલે 800 એપિસોડ પુરા કરી લીધા હતા. 26 જુલાઈ 2018 ના રોજ આ સિરિયલ 2700 એપિસોડ પુરા કરી લીધા હતા. એપિસોડની ગણતરીના આધાર પર આ સિરિયલ ભારતમાં પ્રસારિત થતી સૌથી લાંબી હિંદી સિરિયલ છે.

લગ્નના અવદર પર ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ માં પારુલ ચૌહાણના પતિનું પાત્ર ભજવવા વાળા સચિન ત્યાગી, અલી હસન, શિવાંગી જોશી જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટા આ સમાચાર વાયરલ થતા જ એમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. એમના ફેન્સ એમને શુભકામના પાઠવી રહ્યા છે.

જુઓ વીડિઓ :