3.8 લાખ રૂપિયા રિક્ષામાં ભૂલી ગયો મુસાફર, પૈસા જોઈ ડ્રાયવરનુ ઈમાન ડોલ્યું નહિ પણ તેમને અસલી માલિક ન મળ્યો

હંમેશા તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે આજનો સમય જરાય સારો નથી, લોકો પર એક પૈસાનો વિશ્વાસ કરવો મૂર્ખતા છે. વાત સાચી પણ છે આજના સમયમાં પૈસા માટે ભાઈ જ પોતાના ભાઈ તો શું પણ લોકો પોતાને જન્મ આપવા વાળી માં ને પણ મારી નાખે છે. આજના કળિયુગના સમયમાં પૈસા ખુબ મોટી વસ્તુ બની ગઈ છે. પણ આ જ દુનિયામાં ઘણાય લોકો એવા પણ છે જેની માણસાઈ જાગૃત છે, અને તે લોકો પોતાના કામો દ્વારા તેને જાગૃત પણ રાખે છે. કઈક એવું જ કર્યુ એક રીક્ષા ડ્રાઈવરે, જયારે ભૂલથી પેસેન્જર એમની રિક્ષામાં 3.8 લાખ રૂપિયા ભૂલી ગયા, તો તેણે શક્ય તેટલી મહેનત કરી તે પૈસા તેમના સુધી પહોચાડવામાં મદદ કરી. પણ જો તે ઈચ્છતો હતે તો ચુપચાપ તે પૈસાને રાખી શકતો હતો પણ એવું થયું નહી.

ભૂલથી 3.8 લાખ રૂપિયા રીક્ષામાં ભૂલી ગયા પેસેન્જર્સ :

તમિલનાડુના ચેન્નઈમાં એક રીક્ષા ડ્રાઈવરે પોલીસના હવાલે 3.8 લાખ રૂપિયાથી ભરેલી બેગ કરી. તે રીક્ષા ડ્રાઈવરે જણાવ્યું કે આ બેગ એક પેસેન્જરનું છે જે કદાચ કાર ખરીદવાની ઈચ્છાથી તેની રીક્ષામાં બેઠો અને એક શોરૂમ પાસે ઉતર્યો હતો. રીક્ષા ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે બુધવારે સાંજે તેની રીક્ષામાં તુતીકોરીન મોહમ્મદ અજહરુદીન અને ચિન્મય નગરથી બે લોકો બેઠા હતા.

જયારે તે બન્ને રીક્ષામાંથી ઉતર્યાતો પોતાનું લેપટોપ બેગ રીક્ષામાં જ ભૂલી ગયા અને તે શોરૂમમાં જતા રહ્યા. રીક્ષા વાળાએ પૈસા લીધા અને જતો રહ્યો થોડે દુર ગયા પછી તેની નજર પાછળ રાખેલા બેગ પર પડી. તેણે જોયું તો બેગમાં ઘણાય રૂપિયા પડ્યા હતા. તે જોઇને તે ચકિત થઇ ગયા અને તરત તે જ શોરૂમમાં ગયો જ્યાં તે બન્ને ઉતર્યા હતા પણ ત્યાંથી તે જતા રહ્યા હતા.

ત્યારે તે રીક્ષા ડ્રાઈવરના મગજમાં પોલીસ પાસે જવાનું આવ્યું અને તે રૂપિયા લઈને પોલીસ પાસે પહોચી ગયો, અને સંજોગો એવા બન્યા કે જેના રૂપિયા હતા તે પણ ત્યાં જ રીપોર્ટ લખાવી ગયા હતા. જેવા જ રીક્ષા ડ્રાઈવર પોલીસ સ્ટેશન પહોચ્યા તો તેણે આખી ઘટના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને જણાવી. પોલીસે અજહરૂદિનને બોલાવ્યા અને પોતાના પૈસા ગણાવ્યા અને તે ડ્રાઈવરની ઓળખાણ કરાવી, બધું એવું જ થયું જેવું રીક્ષા ડ્રાઈવરે જણાવ્યું. આ વાતને સાંભળીને તે માણસે તેનો ધન્યવાદ કર્યો અને બધા પોલીસ ઓફિસર્સે તાળીઓ સાથે રીક્ષા ડ્રાઈવરને ધન્યવાદ કર્યો.

શહેરના કમિશનરે કર્યુ સન્માન :

રીક્ષા ડ્રાઈવર પ્રથીબનની આ ઈમાનદારીને પોલીસ ઓફિસર્સએ સલામ કરી અને પછી શહેરના કમિશ્નર એ કે વિશ્વનાથમએ તેનુ સન્માન કર્યુ, ઇનામ આપ્યું અને ઈમાનદારી માટે સન્માનિત કર્યા. એકે વિશ્વનાથમએ જણાવ્યું કે જો એવા લોકો ભારતના દરેક રાજ્યમાં હોય તો કદાચ ક્યારેય કોઈ શહેરમાં લુંટ અથવા ચોરી નહી થાય. માણસની અંદર ઈમાનદારી જાગૃત રહેશે ત્યારે ક્રાઈમ ઓછા થશે અને તે વાતની સીખ દરેક વ્યક્તિએ તે રીક્ષા ડ્રાઈવર પાસેથી લેવી જોઈએ.