હવે પોલીસ વેરીફીકેશન ની જરૂર નથી, હવે ફક્ત 1 અઠવાડિયામાં બની જશે પાસપોર્ટ જાણો રીત

સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપુર ટોચ ઉપર છે. શક્તિશાળી પાસપોર્ટ હોવાને લીધે ત્યાના નાગરિકો વધુમાં વધુ દેશોમાં વિઝા ફ્રી યાત્રા ની સુવિધા મળે છે. તે યાદીમાં ભારતના સ્થાન નીચું ગયું છે. ભારત ભલે પછડાઈને 75 માં સ્થાન ઉપર પહોચી ગયું હોય, પણ દર વર્ષે હજારો ભારતીય પોતાનો પાસપોર્ટ બનાવરાવે છે. પણ હવે તમને થોડા જ દસ્તાવેજોની મદદથી માત્ર અઠવાડિયાની અંદર પાસપોર્ટ મળી જશે.

વિદેશ મંત્રાલયે પણ સરળ બનાવ્યા નિયમ

વર્ષ 2016 ના જ વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવાના નિયમો સરળ બનાવી દીધા છે. ઓનલાઈન અરજી સાથે સાથે થોડા જ દસ્તાવેજોની મદદથી જ હવે 1 અઠવાડિયામાં તમારો પાસપોર્ટ તૈયાર થઈને આવી જશે.

ક્યા છે તે દસ્તાવેજ ?

ઓનલાઈન અરજી સમયે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ અને ગુનાહિત રેકર્ડ ન હોવાનું એફિડેવિટ જમા કરાવવું પડશે. તેના માટે ડોક્યુમેન્ટ્સ ની જુદી યાદી બનાવવી જરૂરી નથી. અરજી કરતા જ તમને ૩ દિવસમાં એપોઇન્ટમેન્ટ મળી જશે. આખી પ્રક્રિયા થયાને બરોબર 7 દિવસ પછી તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે.

પછીથી થશે પોલીસ વેરીફીકેશન

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલયે એવી વ્યવસ્થા કરી કે જેનાથી પબ્લીકને પાસપોર્ટ વહેલામાં વહેલી તકે મળી શકે. તેના માટે પોલીસ વેરીફીકેશન જેમાં સૌથી વધુ સમય લાગે છે તે પાસપોર્ટ બનાવ્યા પછી કરવામાં આવશે. પહેલા પોતાનો પાસપોર્ટ લઇ લો. પછી થી પોલીસ વેરીફીકેશન કરાવો.

આધાર કાર્ડનો ફાયદો

સરકારે આધારકાર્ડની પ્રક્રિયાથી અરજદારની ગુનાહિત જાણકારીઓની ચકાસણીની પ્રણાલી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા દ્વારા જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેમની પાસે આધારકાર્ડ નથી તો, પહેલા તેને આધારકાર્ડ બનાવરાવવો પડતો હતો.

ઓનલાઈન કેવી રીતે બનાવરાવી શકાય પાસપોર્ટ

સ્ટેપ 1 – પાસપોર્ટ સેવા પોર્ટલ ઉપર પોતાને રજીસ્ટર કરો

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલ ની વેબસાઈટ http://wwwડોટpassportindia.gov.in/AppOnlineProject/welcomeLink ઉપર જવું. પેઝ ઉપર register now ની લીંક ઉપર ક્લિક કરો. રજીસ્ટર કરો. તેમાં તમારી ડીટેલ્સ ભરો. ત્યાર પછી તમને ઈ-મેઈલ આઈડી ઉપર લોગઇન આઈડી મળી જશે. પાછા હોમ પેઇઝ ઉપર જાવ.

સ્ટેપ 2 – લોગઇન કરો

ઈ-મેઈલ ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કરીને પોતાનું એકાઉન્ટને એક્ટીવ કરો. યુઝર આઈડી ભરો અને પછી પાસવર્ડ નાખો. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઈશ્યુ ઓફ પાસપોર્ટ લીંક ઉપર ક્લિક કરો. ત્યાર પછી બે ભાગ છે. ઓનલાઈન પાસપોર્ટ અરજી કરવા માટે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરો.

સ્ટેપ ૩ – વિકલ્પ પસંદ કરો

પહેલી વાર પાસપોર્ટ અરજી માટે અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ (Aplply For Fresh Passport) ઉપર ક્લિક કરો. એપ્લાય કર્યા પછી તમારી સામે ફોર્મ ખુલી જશે. તેમાં જાણકારી માંગવામાં આવશે. ફોર્મ યોગ્ય રીતે ભરો. ધ્યાન રાખશો ફોર્મ ભરવામાં ભૂલ ન થાય. કેમ કે એક વાર પાસપોર્ટની પ્રક્રિયા રીજેક્ટ થશે તો બીજી વખત પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે.

સ્ટેપ 6 – એપ્લીકેશનની રીસીપ્ટ ની પ્રિન્ટ કાઢો

પ્રક્રિયા પૂરી થયા પછી પ્રિન્ટ એપ્લીકેશન લીંક ઉપર ક્લિક કરો અને એપ્લીકેશન ની પ્રિન્ટ કાઢી લો. તેમાં તમારો એપ્લીકેશન રેફરેંસ નંબર અને એપ્લાયન્ટમેંટ નંબર હોય છે.

સ્ટેપ 7 – ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે લઇ જવા

એપોઈન્ટમેન્ટ બુક થયા પછી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે લઇ જાવ. કેન્દ્રમાં તપાસ પ્રક્રિયા પૂરી થયા ના ઠીક એક અઠવાડિયાની અંદર તમારો પાસપોર્ટ ઘરે આવી જશે. તેની નકલ તમે ઓનલાઈન પણ કાઢી શકો છો.

નોંધ : ટપાલ મળવામાં મોડું કે રજાઓ ચાલતી હોય તેથી પાસપોર્ટ મળવામાં મોડું થવાની શક્યતા રહે. સમાચારમાં આપેલ માહિતી માત્ર નિયમાનુસાર છે.

ખાસ ઓનલાઈન કે ગમે ત્યાં ફોર્મ ભરતી વખતે બધા જ ડોક્યુમેન્ટ માં એકસરખા નામ છે કે નહિ એ બધું પરફેક્ટ તપાસ કરસો નહિ તો ઘણા દંડ નાં ચાર્જ વધી જશે અને આવવા માં મોડું થશે. નીચે શૈલેશ સગપરીયા દ્વારા અપાયેલ પાસપોર્ટ બનાવતી વખતે નાં સલાહ સુચન વાંચી લેસો

આજે પાસપોર્ટ માટે હું મારા પરિવાર સાથે રાજકોટની પાસપોર્ટ ઓફિસ પર ગયો હતો. જે કેટલાક અનુભવો થયા અને મારાથી થયેલી કેટલીક ભૂલોને કારણે મને જે તકલીફ પડી તે આપની સાથે શેર કરું છું જેથી આપને કોઈને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. આ વાત આપના મિત્રો સાથે અને શિક્ષકો સાથે ખાસ શેર કરજો.

1. સૌથી અગત્યની વાત શિક્ષક મિત્રો માટે છે. લિવિંગ સર્ટિફિકેટ ખુબ અગત્યનું ડોક્યુમેન્ટ છે એટલે એ તૈયાર કરતી વખતે ખાસ ખાસ ખાસ કાળજી રાખવી. મારા વાઈફના લિવિંગ સર્ટિફિકેટમાં એક અક્ષર સહેજ ઘૂંટેલો હતો એટલે સર્ટિફિકેટ રિજેક્ટ થઇ ગયું. કોઈના લિવિંગ સર્ટિફિકેટમાં છેકછાક ના થાય કે શબ્દો ઘૂંટાઈ ના જાય એની ખાસ તકેદારી રાખવી.

2. આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આ બધા અતિ મહત્વના દસ્તાવેજો છે. આવા દસ્તાવેજો તૈયાર કરાવો ત્યારે એમાં સ્પેલિંગની કોઈ ભૂલ ના રહે એ જોવું. દરેકમાં નામ પણ સરખા જ લખાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. નામની પાછળ કુમાર લાગતું હોય તો બધામાં કુમાર અને ભાઈ લાગતું હોય તો બધામાં ભાઈ લખાય એની તકેદારી રાખવી.

3. બાળકોના નામ શાળામાં દાખલ કરતી વખતે નામની પાછળ કુમાર, ભાઈ, બહેન એવું બધું લખવાનું બંધ કરીને માત્ર છોકરા કે છોકરીનું નામ જ લાખાવવું જોઈએ જેથી ભવિષ્યમાં માથાકૂટ જ નહિ. આપણા માતા-પિતાએ અજાણતા જે ભૂલો કરી છે એવી ભૂલો આપણે કરવી નહિ.

4. સરકારી નોકરી કરનારી વ્યક્તિ નો ઓબ્જેકશન સર્ટિ કે વિદ્યાર્થી બોનાફાઇડ સર્ટિફિકેટ રજુ કરે તો એ વધુમાં વધુ 6 માસ જ વેલીડ હોય છે એટલે આ પ્રમાણપત્રોની તારીખ ખાસ જોવી.

5. જો થોડું ઘણું ભણેલા હોય તો પાસપોર્ટની બધી જ વિધિ જાતે જ કરાવી. વકીલને ખોટી અને મોટી ફી ચુકવવાની જરૂર નથી (વકિલ મિત્રો માફ કરજો). પાસપોર્ટ ઓફિસનો સ્ટાફ ખુબ સપોર્ટિંવ છે અને સિક્યુરિટીથી લઈને અધિકારી સુધીના બધા કામનું ખુબ ભારણ હોવા છતાં બનતી બધી જ મદદ કરે છે.

6. ટીસીએસ કંપનીના કર્મચારીઓ એસએમએસ સેવાના સીધા જ 45 રૂપિયા માંગી લે છે પણ આ સેવા ફરજિયાત નથી એવી કોઈ સ્પષ્ટતા કરતા નથી. તમારે સર્વિસ ચાર્જના 45 રૂપિયા આપવાના છે એમ કહે છે. મારા મતે આ એસએમએસ સેવાની કોઈ જરૂરિયાત નથી (હા, જેના માટે 45 રૂપિયા સાવ તુચ્છ હોય એમના માટે કોઈ પ્રશ્ન નથી ) ખરેખર કર્મચારીઓએ આ સેવા બાબતે ગ્રાહકને સમજાવવું જોઈએ પણ એવું થતું નથી (શક્ય છે કે આવું માત્ર હું જે કાઉન્ટર પર ગયો ત્યાં જ થતું હશે)

7. મને તો એમ હતું કે બહુ ઓછા લોકો પાસપોર્ટ માટે આવ્યા હશે પણ કિડિયારાની જેમ માણસો ઉભરાતા હતા. બેસવાની જગ્યા પણ નહોતી. ખરેખર લોકો પાસપોર્ટનો ઉપયોગ કરતા હશે કે માત્ર કઢાવવા માટે જ કઢાવતા હશે ?

8. તમારો વારો આવવાનો હોય ત્યારે જ આવશે અહિયાં કોઈની કોઈ પ્રકારની લાગવગ ચાલતી નથી માટે ખોટા ઉંબાડીયા કરવા નહિ અને છાનામાના લાઈનમાં ઉભા રહેવું અને આપણો વારો આવે એની રાહ જોવી.

ઉપરની વાતોમાંથી આપને કંઈ લાગુ પડતું હોય તો સ્વીકારવું નહીંતર જેને લાગુપડતું હોય એને મોકલી આપવું.

વિડીયો