ઘરે બેઠા સરળતા થી સમજો, હવે મોબાઈલ થી પાસપોર્ટ બનાવડાવી શકો છો,ફી ફક્ત 1000 રૂપિયા

તમારે વિદેશ ફરવા જવું છે, પણ પાસપોર્ટ નથી. તો હવે બનાવી લો. ખૂબ જ સરળ થઈ ગયું છે હવે બનાવવું.

પાસપોર્ટ માટે હવે દલાલીની ઝંઝન્ટ રહી નથી. માત્ર તમારા મોબાઈલની મદદથી જ પાસપોર્ટ બનાવી શકો છો.

આમ તો ભારતીય વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે.

તેના અંતર્ગત હવે ૧ વર્ષથી ઓછા ના ભાડા કરાર ના પુરાવા પર પણ પાસપોર્ટ બનાવી શકાશે. પરંતુ આ બધું રજીસ્ટ્રાર ઓફિસમા રજિસ્ટર થયેલું હોવું જોઈએ, નોટરીથી બનાવેલા ઘરનાં પુરાવા ચાલશે નહીં.

તેના માટે બધી રજીસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવવું જરૂરી છે. જે લોકો નોકરી કરવા માટે દિલ્હી જેવા શહેરમાં આવે છે તેમના માટે પાસે ભાડા કરાર ના જ પુરાવા એકમાત્ર એડ્રેસ પ્રુફ માટે હોય છે.

નોકરી કરવાવાળા વર્ગમાં પ્રાઇવેટ જોબ કરતા લોકોની સંખ્યા વધુ છે. જેનાથી હવે તેમને રાહત મળશે. અત્યાર સુધી પાસપોર્ટ માટેના જે નિયમ હતા તે અનુસાર એક વર્ષથી જૂના ભાડા કરાર પાસપોર્ટ એપ્લિકેશન માટે ચાલતા પણ હતા. નવા નિયમમાં આ સમય સીમા ઘટાડી દીધી છે.

આવો પહેલાં જાણીએ કેટલા પ્રકારના હોય છે પાસપોર્ટ

1. સાધારણ પાસપોર્ટ (વાદળી રંગનોં)

2. રાજનૈતિક પાસપોર્ટ (મરુણ રંગનો)

3. ઓફિશિયલ પાસપોર્ટ (સફેદ રંગનો)

પાસપોર્ટ ફોર્મ ક્યાંથી લેવું અને ક્યાં જમા કરાવવું:

પાસપોર્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ www.passport.gov.in માંથી એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અથવા પછી પાસપોર્ટ ઓફિસ, જિલ્લા પાસપોર્ટ કેન્દ્ર, અથવા સ્પીડપોસ્ટ કેન્દ્ર માં જઈ લઇ શકો છો. પાસવર્ડ વિભાગ પાસપોર્ટની ડિલિવરી માત્ર સ્પીડપોસ્ટ દ્વારા જ કરે છે.

જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં તમને કાઉન્ટર પર પાસપોર્ટ આપવા નો વાયદો કરાય તો આવેદકે જાતે જવું પડે છે. પાસપોર્ટ વિભાગે speed post કેન્દ્રોને પાસપોર્ટ ફોર્મ વેચવા અને સ્વીકાર કરવા માટે અધિકૃત કર્યા છે. આ કેન્દ્રોની જાણકારી તમે પાસપોર્ટ વિભાગની વેબ સાઈટ www.passport.gov.in માથી લઈ શકો છો.

એપ્લીકેશન ફોર્મ :

ફોર્મ 1

આ ફોર્મનો ઉપયોગ નવો પાસપોર્ટ બનાવડાવા, પાસપોર્ટને ફરીથી ઈશ્યુ કરાવવા, ખોવાઈ અથવા તો ફાટી ગયેલા પાસપોર્ટ ને બદલે નવો પાસપોર્ટ લેવા, નામ અથવા ફોટામાં ભૂલ અથવા તો પાસપોર્ટના પેજ પૂરા થવા પર કરાય છે. બાળકોના પાસપોર્ટ માટે પણ આ જ ફોર્મનો ઉપયોગ થાય છે.

ફોર્મ 2

આ ફોર્મ નો ઉપયોગ પાસપોર્ટ રિન્યુ કરાવવા, N.O.C, ESR (ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ) સ્ટેમ્પ હટાવવા, પતિ/ પત્નીનું નામ દાખલ કરવા, એડ્રેસ બદલવા વગેરે કરાવવા માટે લેવાય છે.

કયા દસ્તાવેજ જરૂરી છે –

1. એડ્રેસ પ્રૂફ – રાશન કાર્ડ, પાણી અથવા લેન્ડલાઇન ફોન અથવા વિજળી નું બિલ, બેન્ક પાસબુક, 3 વર્ષની ઇન્કમટેક્સ રિટર્ન કોપી, વોટર આઈ કાર્ડ, પતી/પત્ની ના પાસપોર્ટ ની કોપી, બાળકોના મામલા માં પેરન્ટ્સના પાસપોર્ટની કોપી.

એડ્રેસ પ્રૂફ ના રૂપમાં માત્ર રાશન કાર્ડની કોપી લગાવવું નઈ ચાલે . તેની સાથે ઉપર લખેલ પ્રમાણો માંથી કોઈ એક કે તેથી વધુ પ્રમાણ લગાવવું જરૂરી છે.

2. જન્મતિથિ નું પ્રમાણ, અંતિમ શાળા અથવા અન્ય માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનું જન્મતિથિ નું પ્રમાણપત્ર, અભણ અથવા ઓછું ભણેલા આવેદક મેજિસ્ટ્રેટ કે નોટરી દ્વારા એટેસ્ટેડ એફિડેવિટ લગાવો. જો આવેદક નો જન્મ 26.1.89 અથવા ત્યારબાદ થયો હોય તો માત્ર જન્મનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.

ECNR માટે – પાસપોર્ટ પર ઈસીઆર સ્ટેમ્પ લગાવવામાં આવતી નથી, તો માનવામાં આવશે કે અરજદારને ઈસીએનઆર ( ઈમિગ્રેસન ચેક નોટ રિક્વાયર્ડ ) ની પદવી મળેલ છે. એના માટે દસમું અથવા તેનાથી વધુ શિક્ષણ યોગ્યતાનું પ્રમાણપત્ર, વ્યવસાયિક ડિગ્રી જેવી કે ડોક્ટર, એન્જિનિયર, સીએ, અધ્યાપક, વૈજ્ઞાનિક, એડવોકેટ, માન્યતા પ્રાપ્ત થયેલ પત્રકાર, સરકારી અધિકારી વગેરે પોતાની ડિગ્રીનું સર્ટિફિકેટ લગાવી શકે છે.

passport

ઓનલાઇન આવેદન

www.passport.gov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને પ્રિન્ટ જરૂર લેવી. પાસપોર્ટ ઓફિસ તમને એક નિશ્ચિત તારીખ અને સમય પર બોલાવતી એપોઈંટ્મેન્ટ આપશે. તમારી પાસે આવેદન ફોર્મની પ્રિન્ટ, અપેક્ષીત દસ્તાવેજની સાથે મૂળ દસ્તાવેજ અને ફી હોવી જોઈએ. તમે નવો પાસપોર્ટ, રિઈશ્યુ અને ડુપ્લીકેટ પાસપોર્ટ માટે ઓનલાઇન આવેદન કરી શકો છો.

જો કોઈ કારણથી તમે તમારા આવેદન પત્રની પ્રિન્ટ આઉટ ના લઇ શકો તો તમારો આવેદન નંબર જરૂર લખી લેવો. જેથી પછી ક્યારેક આ આવેદન નંબર અને જન્મતારીખ ની મદદથી આવેદન પત્રની પ્રિન્ટ લઇ શક્ય. આવેદન પાત્રમાં કેટલાય કોલમ એવા છે જેને ખાલી હાથ થી ભરી શકાય છે.

( તત્કાલ પાસપોર્ટ )

તત્કાલ સ્કીમના અંતર્ગત નીચે આપેલા દસ્તાવેજોમાંથી કોઈ પણ ત્રણ દસ્તાવેજની સાથે એફિડેવિટ પણ આપવું પડશે. વૉટર આઈ કાર્ડ, સરકાર દ્વારા અપાયેલ સેવાનું આઈ કાર્ડ, અનુસૂચિત જાતી / અનુસૂચિત જનજાતિ / અન્ય પછાત વર્ગનું પ્રમાણપત્ર, સ્વતંત્રતા સેનાની આઈ કાર્ડ, હથિયારનું લાઇસન્સ, સંપત્તિ દસ્તાવેજ, રાસન કાર્ડ, પેન્શન દસ્તાવેજ, રેલવે આઈ કાર્ડ, પાન કાર્ડ, બેંક / ખેડૂત ડાકઘરની પાસબુક, માન્યતાપ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓ દ્વારા માન્ય કરાયેલ સ્ટુડન્ટ આઈ કાર્ડ, ડ્રાંઇવિંગ લાઇસન્સ, બર્થડે સિર્ટીફીકેટ.

આ દસ્તાવેજ સ્વયં પ્રમાણિત નકલની સાથે ઓરીજનલ બતાવવામાં આવે છે.

ફી : તત્કાલ પાસપોર્ટ માટે ફી સામાન્ય પાસપોર્ટની ફી કરતા વધારે હોય છે. તેની ચુકવણી નગર અથવા સંબંધિત પાસપોર્ટ અધિકારીના નામ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે.

તત્કાલ પાસપોર્ટ માટે વધુ ફી આ પ્રમાણે છે :

1. આવેદનની તારીખથી 1-7 દિવસની અંદર – 1500 રૂપિયા + 1000 રૂપિયા પાસપોર્ટ ફી

2. આવેદનની તારીખથી 8-14 દિવસની અંદર – 1000 રૂપિયા + 1000 રૂપિયા પાસપોર્ટ ફી.

ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવડાવા ( ખોવાય ગયો હોય / કે બીજા કોઈ કારણ થી પાસપોર્ટના બદલામાં )

1. આવેદનની તારીખથી 1-7 દિવસની અંદર – 2500 રૂપિયા + 2500 રૂપિયા ડુપ્લીકેટ પાસપોર્ટ ફી.

2. આવેદનની તારીખથી 8-14 દિવસની અંદર – 1500 રૂપિયા + 2500 રૂપિયા ડુપ્લીકેટ પાસપોર્ટ ફી.

પાસપોર્ટ રિન્યુઅલના મામલા માં

1. આવેદનની તારીખથી ત્રણ કામના દિવસોની અંદર – 1500 રૂપિયા + 1000 રૂપિયા પાસપોર્ટ ફી.

2. સામાન્ય રીતે પાસપોર્ટ 10 વર્ષ માટે બનાવવામાં આવે છે. ઈચ્છો તો ઓછા સમય માટે પણ બનાવી શકો છો.

3. બાળકોના પાસપોર્ટ 5 વર્ષ અથવા 18 વર્ષ ની ઉંમરમાં પહોંચ્યા ( જે પણ ઓછી હોય ) સુધી બને છે.

( પાસપોર્ટ ફી )

~> 36 પાનાના પાસપોર્ટ માટે : 1000 રૂપિયા 60 પાનાંના પાસપોર્ટ માટે : 1500 રૂપિયા.

~> બાળકોના પાસપોર્ટ માટે : 600 રૂપિયા

~> 36 પાનાંના ડુપ્લીકેટ પાસપોર્ટ માટે : 2500 રૂપિયા

~> 60 પાનાંના ડુપ્લીકેટ પાસપોર્ટ માટે : 3000 રૂપિયા

~> એડ્રેસ, નામ, જન્મતિથિ, જન્મસ્થાન બદલવા, જીવનસાથીનું નામ ચડાવવા પર તાજા પાસપોર્ટની બુકલેટ માટે : 1000 રૂપિયા.

નીચે ની વિડીયો માં ઓનલાઈન કેવીરીતે પાસપોર્ટ માટે એપ્લાય કરાય એ દેખાડવા માં આવ્યું છે.

નીચે પાસપોર્ટ વિષે ધ્યાન માં રાખવા જેવી બાબતો શૈલેશ સગપરીયા દ્વારા

આજે પાસપોર્ટ માટે હું મારા પરિવાર સાથે રાજકોટની પાસપોર્ટ ઓફિસ પર ગયો હતો. જે કેટલાક અનુભવો થયા અને મારાથી થયેલી કેટલીક ભૂલોને કારણે મને જે તકલીફ પડી તે આપની સાથે શેર કરું છું જેથી આપને કોઈને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. આ વાત આપના મિત્રો સાથે અને શિક્ષકો સાથે ખાસ શેર કરજો.

1. સૌથી અગત્યની વાત શિક્ષક મિત્રો માટે છે. લિવિંગ સર્ટિફિકેટ ખુબ અગત્યનું ડોક્યુમેન્ટ છે એટલે એ તૈયાર કરતી વખતે ખાસ ખાસ ખાસ કાળજી રાખવી. મારા વાઈફના લિવિંગ સર્ટિફિકેટમાં એક અક્ષર સહેજ ઘૂંટેલો હતો એટલે સર્ટિફિકેટ રિજેક્ટ થઇ ગયું. કોઈના લિવિંગ સર્ટિફિકેટમાં છેકછાક ના થાય કે શબ્દો ઘૂંટાઈ ના જાય એની ખાસ તકેદારી રાખવી.

2. આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આ બધા અતિ મહત્વના દસ્તાવેજો છે. આવા દસ્તાવેજો તૈયાર કરાવો ત્યારે એમાં સ્પેલિંગની કોઈ ભૂલ ના રહે એ જોવું. દરેકમાં નામ પણ સરખા જ લખાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. નામની પાછળ કુમાર લાગતું હોય તો બધામાં કુમાર અને ભાઈ લાગતું હોય તો બધામાં ભાઈ લખાય એની તકેદારી રાખવી.

3. બાળકોના નામ શાળામાં દાખલ કરતી વખતે નામની પાછળ કુમાર, ભાઈ, બહેન એવું બધું લખવાનું બંધ કરીને માત્ર છોકરા કે છોકરીનું નામ જ લાખાવવું જોઈએ જેથી ભવિષ્યમાં માથાકૂટ જ નહિ. આપણા માતા-પિતાએ અજાણતા જે ભૂલો કરી છે એવી ભૂલો આપણે કરવી નહિ.

4. સરકારી નોકરી કરનારી વ્યક્તિ નો ઓબ્જેકશન સર્ટિ કે વિદ્યાર્થી બોનાફાઇડ સર્ટિફિકેટ રજુ કરે તો એ વધુમાં વધુ 6 માસ જ વેલીડ હોય છે એટલે આ પ્રમાણપત્રોની તારીખ ખાસ જોવી.

5. જો થોડું ઘણું ભણેલા હોય તો પાસપોર્ટની બધી જ વિધિ જાતે જ કરાવી. વકીલને ખોટી અને મોટી ફી ચુકવવાની જરૂર નથી (વકિલ મિત્રો માફ કરજો). પાસપોર્ટ ઓફિસનો સ્ટાફ ખુબ સપોર્ટિંવ છે અને સિક્યુરિટીથી લઈને અધિકારી સુધીના બધા કામનું ખુબ ભારણ હોવા છતાં બનતી બધી જ મદદ કરે છે.

6. ટીસીએસ કંપનીના કર્મચારીઓ એસએમએસ સેવાના સીધા જ 45 રૂપિયા માંગી લે છે પણ આ સેવા ફરજિયાત નથી એવી કોઈ સ્પષ્ટતા કરતા નથી. તમારે સર્વિસ ચાર્જના 45 રૂપિયા આપવાના છે એમ કહે છે. મારા મતે આ એસએમએસ સેવાની કોઈ જરૂરિયાત નથી (હા, જેના માટે 45 રૂપિયા સાવ તુચ્છ હોય એમના માટે કોઈ પ્રશ્ન નથી ) ખરેખર કર્મચારીઓએ આ સેવા બાબતે ગ્રાહકને સમજાવવું જોઈએ પણ એવું થતું નથી (શક્ય છે કે આવું માત્ર હું જે કાઉન્ટર પર ગયો ત્યાં જ થતું હશે)

7. મને તો એમ હતું કે બહુ ઓછા લોકો પાસપોર્ટ માટે આવ્યા હશે પણ કિડિયારાની જેમ માણસો ઉભરાતા હતા. બેસવાની જગ્યા પણ નહોતી. ખરેખર લોકો પાસપોર્ટનો ઉપયોગ કરતા હશે કે માત્ર કઢાવવા માટે જ કઢાવતા હશે ?

8. તમારો વારો આવવાનો હોય ત્યારે જ આવશે અહિયાં કોઈની કોઈ પ્રકારની લાગવગ ચાલતી નથી માટે ખોટા ઉંબાડીયા કરવા નહિ અને છાનામાના લાઈનમાં ઉભા રહેવું અને આપણો વારો આવે એની રાહ જોવી.

ઉપરની વાતોમાંથી આપને કંઈ લાગુ પડતું હોય તો સ્વીકારવું નહીંતર જેને લાગુપડતું હોય એને મોકલી આપવું.

વિડીયો – ૧ 

વિડીયો – ૨

વિડીયો – ૩