પાસપોર્ટની જરૂર નથી હવે Aadhaar સાથે કરી શકો છો વિદેશ પ્રવાસ, પરંતુ આ છે શરત

વિદેશ એટલે નેપાળ, ભૂટાન જેવા દેશોમાં જવા માટે હવે પાસપોર્ટની જરૂર નહિ રહે, હવે ભારતીય ત્યાં જવા માટે પોતાના ઓળખ કાર્ડને આધાર તરીકે ઉપયોગ કરી શકશે. આ માત્ર નેપાળ અને ભૂટાન જવા માટે જ માન્ય રહેશે. સાથે જ તેમાં શરત એ પણ છે કે ભારતના ૧૫ વર્ષથી ઓછા અને ૬૫ વર્ષથી વધુના નાગરિક નેપાળ અને ભૂટાન પ્રવાસ માટે આધાર કાર્ડને માન્ય પ્રવાસ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશે. ગૃહ મંત્રાલયની હાલમાં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં આ જાણકારી આપવામાં આવી છે.

બીજા કોઈ ભારતીય નથી કરી શકતા ઉપયોગ :

બન્ને પાડોશી દેશોના પ્રવાસ માટે આ બન્ને વર્ગો ઉપરાંત બીજા ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ નથી કરી શકતા. બન્ને દેશોના પ્રવાસ માટે ભારતીયોને વીઝાની જરૂરિયાત નથી રહેતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભૂટાન જવા વાળા ભારતીય નાગરિકો પાસે જો માન્ય પાસપોર્ટ, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ કે ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ઓળખ કાર્ડ છે તો તેને વીઝાની જરૂર નથી. તેમાં પહેલા ૬૫ વર્ષથી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ આ બે દેશોના પ્રવાસ માટે પોતાની ઓળખ સાબિત કરવા માટે પોતાનું પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર આરોગ્ય સેવા (સીજીએચએસ) કાર્ડ કે રેશન કાર્ડ દેખાડી શકે છે, પરંતુ આધારનો ઉપયોગ કરી શકતા ન હતા.

કાઠમંડુથી જાહેર પ્રમાણ પત્ર માન્ય નથી :

ગૃહ મંત્રાલયના એક વિરષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આધાર કાર્ડને હવે દરેક વિભાગમાં જોડી દેવામાં આવ્યું છે. અધિકારીએ ‘પીટીઆઈ-ભાષા’ દ્વારા કહ્યું, ‘હવે ૬૫ વર્ષથી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમર વર્ગના લોકો માટે માન્ય પ્રવાસ દસ્તાવેજ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની માન્યતા રહેશે. અધિકારીએ જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે ભારતીય દુતાવાસ, કાઠમંડુ દ્વારા જાહેર પંજીકરણ પ્રમાણ પત્ર ભારત અને નેપાળ વચ્ચે પ્રવાસ માટે માન્ય પ્રવાસ દસ્તાવેજ નથી. તેમણે જાહેરાતના આધારે કહ્યું, નેપાળમાં ભારતીય દુતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા કટોકટી પ્રમાણ પત્ર અને ઓળખ પ્રમાણ પત્ર ભારત પાછા ફરતી વખતના પ્રવાસ કરવા માટે માત્ર એક પ્રવાસ તરીકે માન્ય રહેશે.

૧૫ થી ૧૮ ની ઉંમર વાળા માટે કેમ?

અધિકારીએ કહ્યું કે ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને તેમની સ્કુલના આચાર્ય દ્વારા આપવામાં આવેલા ઓળખ પ્રમાણ પત્રના આધારે ભારત અને નેપાળ વચ્ચે પ્રવાસ કરવાની મંજુરી આપવામાં આવશે. ભૂટાનના પ્રવાસ કરવા વાળા ભારતીય નાગરિકો પાસે છ મહિનાની ઓછામાં ઓછા સમયગાળા સાથે કે ભારતીય પાસપોર્ટ કે ભારત નીર્વાચીન આયોગ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ઓળખ કાર્ડ હોવું જોઈએ.

ભૂટાન – નેપાળમાં પણ ભારતીય :

ભૂતાન જે ભારતીય રાજ્યો જેવા કે સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સાથે સરહદ સંધી કરે છે, તેમાં લગભગ ૬૦,૦૦૦ ભારતીય નાગરિક છે. જે મોટાભાગે પાણી, વીજળી અને નિર્માણ ઉદ્યોગમાં કાર્યરત છે. તે ઉપરાંત સરહદી ગામોમાં દરરોજ ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ ની વચ્ચે દરરોજ કર્મચારી ભૂટાન અવરજવર કરે છે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ લગભગ છ લાખ ભારતીય નેપાળમાં રહે છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો, સિક્કિમ, પશ્ચિમ બંગાલ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે ૧,૮૫૦ કી.મી. થી વધુ સરહદ સંધી કરે છે.