પશુપાલન માટે 7 લાખ રૂપિયા સુધીનો લોન અને 25% સબસીડી પણ, વાંચો સંપૂર્ણ સમાચાર.

ભારત એક તરફ જ્યાં ખેતી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને બીજી તરફ પશુપાલન પણ તેનું મહત્વનું અંગ ગણાય છે. દેશના ખેડૂતો માટે હંમેશાથી જ ખેતી જેટલી મહત્વની રહી છે, એટલું જ પશુપાલન પણ રહ્યું છે. પરંતુ હાલના સમયમાં ભારતમાં પશુપાલન ધંધાની વાત કરીએ તો પશુધન સંખ્યા ૨૦૧૨ની સરખામણીમાં ૪.૬ ટકા વધુ છે.

જે એ દર્શાવે છે કે ભારતમાં હજુ પણ પશુપાલકોમાં પશુપાલનનો ક્રેજ છે અને પશુપાલન ધંધા માંથી તે સારો એવો ફાયદો મેળવી રહ્યા છે. ખેડૂતો માટે પશુપાલન નફો કરી આપતો ધંધો છે. ખેડૂતો માટે પશુપાલન એક એવો ધંધો ગણવામાં આવે છે, જેમાં નુકશાન થવાની શક્યતા ઘણી ઓછી રહે છે.

હાલના સમયમાં પશુપાલનમાં આજે ઘણી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસિત થઇ ગઈ છે, જે ખેડૂતો માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ રહી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ડેરી ઈંટરપ્રેન્ચ્યોર ડેવલેપમેંટ સ્કીમ સંચાલિત કરી છે. આ સ્કીમ હેઠળ ૧૦ ભેંસની ડેરીને ૭ લાખની લોન પશુધન વિભાગ પૂરી પડશે. દરેક વર્ગ માટે સબસીડીની પણ જોગવાઈ છે. યોજનાનો લાભ તમામને મળે, તેના માટે કાર્યયોજના બનાવી છે.

કામઘેનુ અને મીની કામઘેનુ યોજના પૂર્વમાં સંચાલિત કરવામાં આવી હતી. જેના માટે ભેંસ ઉછેર કરવા વાળાને પોતાની પાસે પણ મોટી રકમ રોકાણ કરવાની રહેતી હતી. જમીન પણ જરૂરી રહેતી, તો તમામ શરતો હતી, જે દરેક માણસ સરળતાથી પૂરી કરી શકતા ન હતા. આ યોજના જયારે શરુ થઇ તો નાની ડેરીની યોજનાઓ બંધ થઇ ગઈ. લગભગ એક વર્ષ પહેલા આ મોટો પ્રોજેક્ટ પણ બંધ થઇ ગયો.

હવે કેન્દ્ર સરકારે ગામડામાં લોકોને રોજગારી પૂરી પાડવા સાથે જ દૂધ ઉત્પાદન વધારવા માટે ડેરી ઈંટરપ્રેન્ચ્યોર ડેવલપમેંટ સ્કીમ શરુ કરી છે. સરકાર તરફથી ફાઈલ મંજુર થતા જ બે દિવસની અંદર સબસીડી પણ આપવામાં આવશે. સામાન્ય વર્ગ માટે ૨૫ ટકા અને મહિલા અને એસસી વર્ગ માટે ૩૩ ટકા સબસીડી આપવામાં આવશે. આ સબસીડી સંબંધિત ડેરી સંચાલકના ખાતામાં રહેશે.

આ માહિતી કૃષિ જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.