પટનામાં પહેલી વખત એલોપેથીની જેમ આયુર્વેદિક રીતે પણ થશે ઈમરજેંસી સારવાર.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

પટના : આવતા બે ત્રણ મહિનામાં હજારો વર્ષ જૂની અને વિલુપ્ત થવા ઉપર આવી ચુકેલી આયુર્વેદ સારવારની ટેકનીક પોટલી કલ્પ એક વખત ફરીથી પાછી ફરશે. હવે એલોપેથી સારવારની જેમ ઈમરજન્સીમાં પણ આયુર્વેદિક સારવારથી દર્દીઓનો ઈલાજ થઇ શકશે.

પટનાની રાજ્યની આયુર્વેદિક કોલેજ હોસ્પિટલમાં વહેલી તકે ઈલાજ શરુ થશે. તેના માટે મેડીકલ ઈમરજન્સી જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી ગંભીર સ્થિતિમાં દર્દીઓ ત્યાં જઈને ઈલાજ કરાવી શકે. એક સમયમાં ભગવાન બુદ્ધના સમયમાં આ ટેકનીકથી દર્દીઓનો ઈલાજ થતો હતો. પ્રાચીન નાલંદા વીવીના પ્રસિદ્ધ કુપતી આચાર્ય નાગાર્જુન પોટલી કલ્પના જ નિષ્ણાંત માનવામાં આવે છે, પોટલી કલ્પની દવાઓ એટલી અસરકારક હોય છે કે ગંભીર દર્દીને પણ ૧૫ થી ૨૫ એમએલ સુધી આપવામાં આવે છે.

આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના પ્રાચાર્ય વૈદ્ય દીનેશ્વર પ્રસાદ કહે છે કે પોટલી કલ્પ આયુર્વેદની જૂની અને અસરકારક ટેકનીક છે, જે આપણે ત્યાંથી વિલુપ્ત થઇ ગઈ હતી. તેને આપણે પટનામાં પાછી લાવવા જઈ રહ્યા છીએ. બે થી ત્રણ મહિનામાં આ સારવાર થવા લાગશે. તે આયુર્વેદ માટે એક મોટી સિદ્ધી હશે. જે દર્દીઓમાં સામાન્ય દવાઓ કામ નથી કરી શકતી, ત્યાં પોટલી કલ્પ કામ કરશે.

ભગવાન બુદ્ધના સમયમાં વિકસિત હતી પોટલી કલ્પ :-

માન્યતા છે કે ભગવાન બુદ્ધના સમયમાં સર્જરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, ત્યારે આયુર્વેદિક સારવારમાં ઈલાજની થોડી એવી ટેકનીક વિકસતી થઇ હતી, જે ઈમરજન્સીમાં દર્દીઓનો જીવ બચાવવામાં સક્ષમ હતી. સમય સાથે તે વિલુપ્ત થઇ ગઈ. તેમાં દવાઓની લાંબી ગોળી જેવી બનાવવામાં આવે છે અને તેને ઘસીને દર્દીને આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં પટનાના કુમ્હરારમાં આરોગ્ય વિહાર નામથી આંતરરાષ્ટ્રીય સ્તરની આયુર્વેદિક હોસ્પિટલ માનવામાં આવતી હતી. તેની ઓળખ પોટલી કલ્પ સારવારથી પણ થતી હતી.

નિષ્ણાંત વૈદ્યની દેખરેખમાં જ આપવામાં આવે છે પોટલી કલ્પ :-

વૈદ્ય દીનેશ્વર પ્રસાદ કહે છે કે પોટલી કલ્પમાં દવાઓ ઘણી અસરકારક હોય છે. ઘણી ઓછી માત્રા જ દર્દીઓ માટે પુરતી છે. તેવામાં તે દર્દીઓને ખવરાવવામાં ખાસ સાવચેતીની જરૂર હોય છે, નહિ તો લાભને બદલે નુકશાન થઇ શકે છે. હજુ માત્ર મહારાષ્ટ્ર અને કર્નાટક જેવા રાજ્યોમાં થોડી જગ્યા ઉપર જ તેનાથી ઈલાજ થાય છે.

આ દવાઓ બજારમાં નથી મળતી, જે કંપની બનાવે છે તે માત્ર હોસ્પિટલ કે વૈદને જ પૂરી પાડે છે. જેથી યોગ્ય દેખરેખમાં જ તેનું સેવન થાય, આયુર્વેદિક કોલેજ હોસ્પિટલમાં તે શરુ કરતા પહેલા વૈદોને ખાસ તાલીમ આપવામાં આવશે, તાલીમ લેવા અને ઊંડા અભ્યાસ કરવા વાળા વેદ્ય જ તેનો ઈલાજ કરી શકશે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.