પથરીનો દુઃખાવો દૂર કરો ફક્ત એક મિનિટમાં, જુઓ વિડીયોમાં આ એક પોઇન્ટ દબાવીને થશે ચમત્કાર

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજકાલ ઘણા બધા લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. અને દિવસે દિવસે લોકોમાં આ સમસ્યાનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે. એટલું જ નહિ આજકાલ તો ઓછી ઉંમરના લોકોમાં પણ પથરીની સમસ્યા જોવા મળી રહી છે.

પથરીનો દુઃખાવો ઘણો જ પીડા દાયક હોય છે. અને તો તમે એનાથી બચવા માંગો છો, તો દિવસ દરમ્યાન વધારે પાણી પીવાનું રાખો. તેમજ પેશાબને રોકવાની આદત હોય તો એને આજથી છોડી દો. કારણ કે પેશાબ દ્વારા શરીર બધો કચરો બહાર ફેંકે છે, અને જો તમે પેશાબ રોકી રાખો છો, તો ધીરે ધીરે નાના નાના કણ ભેગા થઈને પથરીનું સ્વરૂપ ધારણ કરે છે. જે આગળ જતા સમસ્યા ઉભી કરે છે.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, પથરી બે પ્રકારની હોય છે. એક તો કિડનીની પથરી અને બીજી પિત્તાશયની પથરી. જયારે કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી થાય છે, ત્યારે તેને પેટના નીચલા ભાગમાં અસહ્ય દુ:ખાવો થાય છે. અને જો આ પથરીની સાઈઝ નાની હોય તો કેટલીક વાર તે પેશાબના માર્ગેથી બહાર પણ નીકળી જાય છે. અને કોઈ વ્યક્તિને જ્યારે પિત્તાશયમાં પથરી થાય છે, ત્યારે પેટના ડાબા ભાગમાં અસહ્ય દુ:ખાવો થાય છે. અને મોટા ભાગના લોકો તેને સર્જરી દ્વારા કઢાવી નાખે છે.

જો તમને પથરી થઈ ગઈ હોય અને એ તમને ગમે ત્યારે અચાનક પીડા આપી રહી હોય, તો એવા સંજોગોમાં રાહત મેળવવા માટે અમે તમને એક ટેકનીક જણાવવાં જઈ રહ્યા છીએ. તમે આ ટેકનીકથી તમને થતી પીડામાં રાહત મેળવી શકો છો. જણાવી દઈએ કે આ ટેકનીકમાં તમારે તમારા હાથનો એક પોઈન્ટ દબાવવાનો હોય છે, અને પછી તમારો દુઃખાવો શાંત થઈ જશે. અને દુઃખાવો શાંત થયા પછી તમે ડોક્ટર પાસે જઈને એની સારવાર કરાવી શકશો.

એટલે કે આ ટેકનીક તમને અચાનક ઉપાડતા પથરીના દુઃખાવામાં રાહત આપશે, અને તમને ડોક્ટર પાસે જવા માટે પુરતો સમય આપશે. એના માટે તમારે તમારા હાથની ટચલી આંગળી અને અનામિકા આંગળીના હાડકાની વચ્ચે અને હથેળીના ભાગમાં થોડી નીચેની તરફ આવેલા પોઈન્ટ પર દબાણ આપવાનું રહે છે. એનાથી તમારો દુઃખાવો તરત જ બંધ થઈ જશે.

તેમજ ત્યાંથી આગળ એક નસ અનામિકા આંગળીમાં જાય છે. અને અનામિકા આંગળીમાં થોડુ નીચેની તરફ એક પોઈન્ટ પર દબાણ આપવાથી કે પછી ત્યાં કોઈ પણ દાળનો દાણો મુકીને એની પર સેલોટેપ મારી દેવાથી તમને દુ:ખાવા માંથી તરત આરામ મળી જશે, અને તમને ડોક્ટર પાસે જવા માટે પુરતો સમય પણ મળી રહેશે.

જે પોઈન્ટ દબાવવાથી તમને પથરીના દુઃખાવા માંથી રાહત મળશે, એના વિષે તમે નીચે રહેલા વિડીયોમાં જોઈ શકો છો. તેમજ જણાવી દઈએ કે, જો તમને શરીરના ડાબા ભાગમાં દુઃખાવો થતો હોય તો તમારે ડાબા હાથના પોઈન્ટને દબાવવાનો રહેશે. અને જો તમને જમણા ભાગમાં દુઃખાવો હોય તો તમારે જમણા હાથનો પોઈન્ટ દબાવવાનો રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

વીડિઓ :