લગ્નના 7 વર્ષ પછી પતિ કરાવશે પોતાની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન, ફિલ્મ નહિ પણ હકીકત છે

વર્ષ ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ તો તમને યાદ જ હશે? આ ફિલ્મની કહાની તમે જોઇને શું કહ્યું હશે,! આ તો ફિલ્મ છે વાસ્તવિક જીવનમાં કોઈ પતિ આવું ક્યારે પણ ન કરે. દરેક માણસને પોતાની આબરૂ વ્હાલી હોય છે પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એવું બને છે બસ આપણી સામે નથી આવી શકતું.

આજનો સમયમાં સોશિયલ મીડયાનો છે અહી કોઈપણ સમાચાર છુપાતા નથી. આજે અમે તમને એવી જ એક ઘટના  જણાવવા જઈ રહ્યા છીએ. લગ્નના ૭ વર્ષ પછી પતિ કરાવશે પોતાની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન, પ્રેમી ૭ વર્ષથી પોતાની પ્રેમિકાની રાહ જોઈ રહ્યો છે.

પતિ કરાવશે પોતાની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલની એક ફિલ્મી ઘટના સામે આવી છે. સાત ફેરા લીધાના ૭ વર્ષ પછી પણ આજે જયારે પત્ની પોતાના પ્રેમી વગર રહી નથી શકતી તો પતિ હવે તેના લગ્ન કરાવવા જઈ રહ્યો છે. મહિલા પોતાના પ્રેમી સાથે ખુશ રહે એટલા માટે તે આવું કરવા જઈ રહ્યો છે. પતિનું માનવું છે કે પત્ની સાથે ઘણા પ્રયાસ કરવા છતાં પણ ન તો તે ખુશ છે અને ન તો તેની પત્ની.

પત્ની ફેશન ડિઝાઈનર છે. છૂટાછેડા લેવાનો નિર્ણય જે પતિએ લીધો છે તે સોફ્ટવેર એન્જીનીયર છે. બંને ભોપાલના કોલાર વિસ્તારમાં રહે છે અને બંનેના લગ્નના ૭ વર્ષ થઇ ગયા છે. આ લગ્નથી બે બાળકો પણ છે અને બંનેનું જીવન જેમ તેમ પસાર થઇ રહ્યું હતું. પરંતુ બંનેના સંબંધમાં ભૂકંપ આવી ગયો જયારે મહિલાના જીવનમાં જુનો પ્રેમી ફરી પાછો આવી ગયો.

એન્જીનીયર પતિની પત્નીના જીવનમાં જુના પ્રેમીની એન્ટ્રી સોશિયલ મીડિયા દ્વારા થઇ. ત્યાર પછી તે પતિ પત્ની વચ્ચે અંતર વધવા લાગ્યું અને વાત ત્યાં સુધી પહોચી ગઈ કે પત્ની પોતાના પ્રેમી સાથે ઘર છોડવા વિષે વિચારવા લાગી.

ત્યાર પછી ફેમીલી કોર્ટમાં પહોચી ગઈ અને પતિ પત્નીને વકીલોએ ઘણા સમજાવ્યા પરંતુ બંનેએ કોઈની વાત ન સાંભળી. ત્યાર પછી પતિએ છૂટાછેડા લેવાનો નિર્ણય લઇ લીધો. ખાસ વાત એ છે કે પત્ની પહેલા લગ્ન કરવા માગતી જ ન હતી પરંતુ એક જ જ્ઞાતિ હોવાથી પિતાએ તેના લગ્ન એક એન્જીનીયર સાથે કરાવી દીધા. છોકરીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થયા પરંતુ તેણે તેના પ્રેમીને પ્રેમ કરવાનું આજ સુધી નથી છોડ્યું. ત્યાં પ્રેમી પણ કુંવારો જ છે અને તેણે પણ ક્યાય લગ્ન નથી કર્યા.

કાઉન્સલિંગ પછી પતિએ ઘણા પ્રયાસ કર્યા કે પત્નીને ઘરમાં ખુશ રાખવામાં આવે પરંતુ તમામ પ્રયાસ પછી પણ તે ખુશ ન રહી શકી. તે પ્રેમીને ભૂલી શકતી ન હતી અને કાઉન્સલરો સામે પણ તેણે સ્વીકારી લીધું કે તે પોતાના પ્રેમીને ભૂલી નથી શકતી અને તેની સાથે જ રહેવા માંગે છે. સાથે જ તેણે એ પણ કહી દીધું કે પતિ બાળકોને પોતાની સાથે ન રાખવા માગે તો તે તેને સાથે લઇ જશે.

તે પતિ હવે છૂટાછેડા લેવાનો નિર્ણય લઇ ચુક્યા છે અને તેની સાથે જ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવવા જઈ રહ્યા છે. આ પ્રેમકથા સાંભળીને ફેમીલી કોર્ટના વકીલ પણ આશ્ચર્યચકિત છે. અને તેની સામે એમ પણ કહી દીધું કે તેમની દ્રષ્ટીએ આ એક અનોખો કિસ્સો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.