પતિના કહેવા પર ફિલ્મી કરિયરને ઠોકર મારી ચુકી છે આ એક્ટ્રેસ, એક તો સલમાન ખાનની ફેવરેટ હતી

બોલીવુડની અભિનેત્રીઓનો કાર્યકાલ ઘણો નાનો માનવામાં આવે છે, કદાચ જ કોઈ અભિનેત્રી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ઘણી બધી અભિનેત્રીઓને તો ફિલ્મોમાં કામ કરતા કરતા નોન-બોલીવુડ લોકો સાથે પ્રેમ થઇ જાય છે અને પછી તે લગ્ન કરીને પોતાની કારકિર્દીને હંમેશા માટે પૂરી કરી લે છે. આજે અમે તમને એવી જ થોડી અભિનેત્રીઓ વિષે જણાવીશું જે પતિના કહેવાથી ફિલ્મી કારકિર્દી છોડી ચુકી છે, તેમાથી કઈ અભિનેત્રી તમારી ફેવરીટ છે?

પતિના કહેવાથી ફિલ્મી કારકિર્દી છોડી ચુકી છે આ હિરોઈનો

બોલીવુડમાં કામ કરનારી ઘણી ઘણી અભિનેત્રીઓએ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું જયારે અમુક અભિનેત્રીઓ લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે છે. અહિયાં અમે તેની વાત કરીશું જેમણે પોતાના વિવાહિત જીવનને જાળવવામાં પોતાની ફિલ્મી કારકિર્દી છોડી દીધી.

આઈશા ટાકિયા

સલમાન ખાનની ફેવરીટ હિરોઈન આઈશા ટાકિયાએ રાજકારણ સાથે સંબંધ ધરાવતા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારપછી તે ફિલ્મોથી દુર થઇ ગઈ. આઈશા સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ સહીત ટારઝેન ધ વંડર કાર, સોચા ના થા, દિલ માંગે મોર, ડોર, સલામ-એ-ઈશ્ક, શાદી નંબર-૧ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આમના શરીફ

પોપ્યુલર ટીવી સીરીયલ ‘કહી તો હોગા’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરનારી હિરોઈન આમના શરીફે બોલીવુડમાં એન્ટ્રી લીધી અને થોડી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ ૨૦૧૩માં તેમણે બિઝનેસમેન અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મો સાથે સંબંધ તોડી લીધો. આમ તો સમાચાર છે કે તે ૨૦૨૦માં ફિલ્મ રૂહ-આફ્જા માં જોવા મળશે. આમનાએ બોલીવુડમાં એક વિલન, આલુ ચાટ, આવો વિશ કરે અને શકલ પે મત જા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

સેલિની જેટલી

બોલીવુડની હોટ હિરોઈન સેલિની જેટલીએ ફેમસ થવા માટે ઘણા વધુ બોલ્ડ સીન કર્યા પરંતુ તેનો સિક્કો બોલીવુડમાં ન ચાલી શક્યો. હારીને તેમણે વિદેશી બિઝનેસમેન સાથે વર્ષ ૨૦૧૧માં લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૧૬માં સેલીનાને બે જોડિયા બાળક થયા અને વર્ષ ૨૦૧૮માં ફરી તેને બે જોડિયા બાળકો થયા તો હવે સેલીના ૪ બાળકોની માતા બની ચુકી છે. ઇન્ડસ્ટ્રીમાં તેમણે જાનશીન, નો એન્ટ્રી, અપના સપના મની મની, જવાની દીવાની, ગોલમાલ રીટર્ન્સ, ટોમ, ડીક એંડ હેરી, થેંક્યુ, મની હે તો હની હે જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ઈશા દેઓલ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલે બોલીવુડમાં પોતાનું ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે પ્રવેશ કર્યો. પરંતુ તેને ઘણી ફિલ્મો કર્યા પછી પણ કોઈ પ્રસિદ્ધી ન મળી. ત્યારપછી તેની પાસે લગ્ન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. ઈશાએ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કરી ફિલ્મોથી દુર થઇ ગઈ. હવે તે એક દીકરાની મા પણ છે, ઈશાએ બોલીવુડમાં ધૂમ, ના તુમ જાનો ન હમ, યુવા, નો એન્ટ્રી, ક્યા દિલ ને કહા, દસ, કાલ, કુછ તો હે, શાદી નંબર-૧, વન ટુ કા ફોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કરિશ્મા કપૂર

૯૦ના દશકની સૌથી પોપ્યુલર હિરોઈન કરિશ્મા કપૂરની કારકિર્દી ઘણી સારી રહી છે. તેમણે દિલ તો પાગલ હે, હીરો નંબર-૧, કુલી નંબર-૧, જીત ગોપી-કિશન, સાજન ચલે સસુરાલ, રાજા બાબુ, રાજા હિન્દુસ્તાની, જુડવા, બીબી નંબર-૧, અંદાઝ અપના અપના, હમ સાથ સાથ હે, અનાડી, સુહાગ, જીગર, દુલ્હન હમ લે જાએંગે, હસીના માન જાએગી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

પરંતુ વર્ષ ૨૦૦૩માં તેના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા અને ત્યારપછી પતિના કહેવા ઉપર તેણે ફિલ્મી દુનિયા છોડી દીધી. પાછળથી તે પતિથી અલગ થઇ ગઈ પરંતુ પછી તેની પોઝીશનમાં ઘણી બીજી હિરોઈનોએ સ્થાન બનાવી લીધું અને તેની કારકિર્દી ડૂબતી ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.