‘પતિ, પત્ની અને વો’ ની સક્સેસ પાર્ટી અધવચ્ચે છોડી અનન્યા પહોંચી દુબઇ, આમને આપ્યું સરપ્રાઈઝ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલીવુડની નવી અભિનેત્રી અનન્યા પાંડેની બીજી ફિલ્મ જોરદાર સફળ રહી અને હજુ પણ તે સિનેમાઘરોમાં દર્શકોને હસાવી રહી છે. ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ ની સ્કેન્ડ લીડ હિરોઈન અનન્યા પાંડે હાલના દિવસોમાં ફૂલી નથી સમાતી કેમ કે, તેને પોતાની ફિલ્મની સફળતાની પાર્ટી વચ્ચે જ એક બીજી પાર્ટી મનાવવાની તક મળી ગઈ છે. ‘પતિ પત્ની ઔર વો’ ની સફળતા પાર્ટીને વચ્ચે છોડી અનન્યા પહોંચી દુબઈ, પરંતુ એ દોસ્ત કોણ છે જે તેના ખાસ છે, આવો જાણીએ.

‘પતિ પત્ની ઔર વો’ ની સફળ પાર્ટી વચ્ચે છોડી અનન્યા પહોંચી દુબઈ :

ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ માં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર ઉપરાંત અનન્યા પાંડે મુખ્ય હિરોઈન છે. ફિલ્મની જોરદાર ઓપનીંગ થઇ અને હવે આ ફિલ્મ સફળતા પૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે. તેવામાં વચ્ચે અનન્યા પાંડે પોતાના ખાસ દોસ્તનો જન્મ દિવસ મનાવવા દુબઈ જતી રહી, અને હવે પોતાના તમામ દોસ્તો સાથે ક્વોલેટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

અનન્યા પોતાના સોશિયલ મીડિયા ઉપર સતત તસ્વીરો શેયર કરતી રહી છે. અને તે પોતાના દોસ્તો સાથે સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. અનન્યાની દોસ્તે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે અને તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે.

તે ઉપરાંત થોડી તસ્વીરોમાં અનન્યા એકલી ઉભી છે. તેણે સોશિયલ મીડિયા ઉપર જે તસ્વીરો શેયર કરી છે, તેમાં લખ્યું છે જ્યાં સુધી મારી પાસે તમે છો, મને ખબર છે કે હું મારા બાકી જીવનના બાકી દિવસો હસતા હસતા પસાર કરી શકું છું. હેપ્પી બર્થડે ડી. અનન્યા પાંડે બોલીવુડ કલાકાર ચંકી પાંડેની દીકરી છે, અને પોતાના પપ્પાની ઘણી નજીક છે. અને અનન્યા પાંડે શાહરૂખની દીકરી સુહાના અને સંજય કપૂરની દીકરી શીનાની ઘણી ક્લોઝ ફ્રેન્ડ છે. જેના ફોટા હંમેશા પોતાના સોશિયલ મીડિયા ઉપર જોયા જ હશે.

આ વર્ષની શરુઆતમાં અનન્યાએ ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ યર 2’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. તેને કરણ જોહરે લોન્ચ કરી હતી જે સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે જાણીતા છે. અનન્યા પાંડેની બંને જ ફિલ્મ હીટ રહી અને હવે એવા સમાચાર છે કે, અનન્યા પાસે ત્રણ બીજા પ્રોજેક્ટ છે તેની ઉપર તે કામ કરી રહી છે, જેમ કે તેને સ્ક્રીપ્ટ પસંદ આવી જશે તે ફિલ્મ સાઈન કરી લેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.