પતિની ગરીબીનું કારણ હોઈ શકે છે પગના વિંછીયા, એટલા માટે પત્નીએ હંમેશા રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન

હિંદુ ધર્મમાં પરણિત મહિલાઓ પગમાં વિંછીયા પહેરે છે. આપણા ધર્મમાં બન્ને પગની વચ્ચેની ત્રણ આંગળીઓમાં વિંછીયા પહેરવાનો રીવાજ છે. મહિલાઓનો શણગાર વિંછીયા અને ટીકાની વચ્ચે હોય છે. એટલે કે વિંછીયા મહિલાઓનો છેલ્લો શણગાર હોય છે. મહિલાઓના માથા ઉપર સોનાનો ટીકો અને પગમાં ચાંદીના વિંછીયા પહેરવાનું કારણ એ છે, કે આત્મ કારક સૂર્ય અને મન કારક ચન્દ્ર બન્નેની કૃપા જીવનભર સાથે જળવાઈ રહે. પરંતુ એ વાત કદાચ તમને ખબર નહિ હોય કે વિંછીયા પતિની ગરીબીનું કારણ પણ બની શકે છે. વાત એકદમ સાચી છે કે વિંછીયા પતિની ગરીબીનું કારણ પણ બની શકે છે.

વિંછીયા કેમ પહેરે છે મહિલાઓ?

હિંદુ ધર્મમાં પરણિત ભારતીય મહિલાઓ વિંછીયા પહેરે છે. વિંછીયા માત્ર એ વાતનું પ્રતિક નથી કે તે પરણિત છે પરંતુ તેની પાછળ વેજ્ઞાનિક સત્ય પણ છે. વૈદોના જણાવ્યા મુજબ એવું માનવામાં આવે છે, કે તેને બન્ને પગમાં પહેરવાથી મહિલાઓનું માસિક ચક્ર નિયમિત રહે છે. ભારતના શહેરી વિસ્તારમાં તેનું ચલણ ઓછું થઇ ગયું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ તેનું મહત્વ જળવાયેલુ છે. વિંછીયાને હંમેશા ડાબા અને જમણા પગની બીજી આંગળીમાં જ પહેરવામાં આવે છે. તે ગર્ભાશયને નિયંત્રિત કરે છે. કેમ કે ચાંદી એક સારું સુચાલક છે એટલે કે તે પૃથ્વીની ધ્રુવીય ઉર્જાને ઠીક કરીને શરીર સુધી પહોચાડે છે જેથી આખું શરીર ફ્રેશ થઇ જાય છે.

ભારતીય પરંપરા મુજબ, દરેક મહિલા લગ્ન પછી પોતાના પગમાં વિંછીયા પહેરે છે. અહિયાં એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે વિંછીયા માત્ર પરણિત મહિલા જ પહેરે છે. કુંવારી છોકરીઓએ વિંછીયા ન પહેરવા જોઈએ. વિંછીયાની પાછળ માન્યતા છે, કે તેનાથી મહિલાઓનું માસિક ચક્ર નિયમિત રીતે આવે છે. તે ઉપરાંત મહિલાઓના વિંછીયા પહેરવાથી ગર્ભધારણમાં પણ કોઈ તકલીફ નથી આવતી. પરંતુ એ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે જો કોઈ પત્ની પગના વિંછીયા સારી રીતે નથી પહેરતી તો વિંછીયા પતિની ગરીબીનું કારણ બની શકે છે.

વિંછીયા પતિની ગરીબીનું કારણ કેવી રીતે?

આપણા દેશમાં હિંદુ મહિલાઓ સોળ શણગાર કરવા માટે જાણીતી છે. માથાની બિંદીથી લઇને પગમાં પહેરવામાં આવતા વિંછીયા સુધી, દરેકનું પોતાનું મહત્વ છે. શું તમને ખબર છે કે મહિલાઓ દ્વારા પગમાં પહેરવામાં આવતા વિંછીયાનો તેમના ગર્ભાશય સાથે ગાઢ સંબંધ હોય છે. લગ્ન પછી મહિલા દ્વારા વિંછીયા પહેરવાનો રીવાજ છે. ઘણા લોકો તેને માત્ર લગ્નનું પ્રતિક ચિન્હ અને પરંપરા માને છે. પરંતુ શું તમને ખબર છે કે વિંછીયાનો ગર્ભાશય સાથે વેજ્ઞાનિક સંબંધ પણ છે. પગના અંગુઠા સાથે જોડાયેલી બીજી આંગળીમાં એક વિશેષ નસ હોય છે જે સીધી ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે, જે ગર્ભાશયને નિયંત્રિત કરે છે અને લોહીના દબાણને સંતુલિત રાખે છે. વિંછીયાના દબાણને કારણે લોહીનું દબાણ નિયમિત અને નિયંત્રિત રહે છે.

પરંતુ વિંછીયા પતિની ગરીબીનું કારણ પણ બની શકે છે. જ્યોતિષના જણાવ્યા મુજબ વિંછીયા પહેરવાનું કારણ એ છે કે તેને સૂર્ય અને ચન્દ્રનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વિંછીયા પહેરવાથી સૂર્ય અને ચન્દ્રની કૃપા પતિ અને પત્ની બન્ને ઉપર જળવાયેલી રહે છે. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે વિંછીયા હંમેશા ચાંદીના જ પહેરવા જોઈએ. ભૂલથી પણ ક્યારેય સોનાના વિંછીયા ન પહેરો. પત્નીના વિંછીયા એટલા ઢીલા ન હોય કે તે પગ માંથી નીકળી જાય. તે વાતનું પણ વિશેષ ધ્યાન રાખો કે પોતાના પહેરેલા વિંછીયા કોઈ બીજાને ન આપો. એમ કરવાથી પતિની ગરીબી અને બીમારીનું કારણ બની શકે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)