પતિએ કર્યો વિડિયો કૉલ, પત્નીને કહ્યું – મારી સામે કર આ કામ, પછી …

પતિની ઉશ્કેરણીથી પત્નીએ કરી આત્મ હત્યા નોંધાયો કેસ, જાણો શું છે આખી ઘટના

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક પતિએ પોતાની પત્નીને જીવ આપવા ઉપર મજબુર કરી દીધો. પતિએ વિડિયો કૉલ ઉપર એવી વાતો કહી કે પત્નીએ તેની સામે જ મૃત્યુને ભેંટી ગઈ.

જીલ્લાના કેરાકત પોલીસ સ્ટેશન વિસ્તારના પસેવા ગામના રહેવાસી રાધેશ્યામ મોર્યાનું કુટુંબ ઝારખંડના ગુમલા જીલ્લાના ચેનપુર માં રહે છે. રાધેશ્યામ તેની પુત્રી કિરણ મોર્યા ના લગ્ન 2015 માં ઝારખંડના જમશેદપુર નિવાસી રવિન્દ્ર મોર્યા ઉર્ફ રવિ સાથે કર્યા હતા. લગ્ન પછી કિરણ મોર્યાની ભરતી તેમના પિતૃક ગામ પસેવામાં સહાયક શિક્ષકના હોદા ઉપર થઇ ગઈ.

ત્યાર પછી કિરણ કેરાકત થાના ક્ષેત્રે દેવકલી ગામમાં ભાડેના મકાનમાં રહેવા લાગી. કુટુંબિજનો એ જણાવ્યું કે લગ્ન પછીથી જ રવિન્દ્ર પોતાના પત્નીને પત્નીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો. જેને લઇને ઘણી વાર કિરણના ઘરવાળાએ સાસરિયા પક્ષમાં ફરિયાદ પણ કરી.

તે દરમિયાન રવિન્દ્ર એ કિરણને આર્થિક રીતે પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું. કિરણનું એટીએમ કાર્ડ છીનવીને રવિન્દ્ર ઝારખંડ પાછો જતો રહ્યો. જેવો કિરણનો પગાર તેના બેંક ખાતામાં આવતો હતો, રવિન્દ્ર બધા પૈસા ઉપાડી લેતો હતો.

માં ને તડપતા જોઈ રડી પડી અઢી વર્ષની માસૂમ …

પતિ-પત્નીમાં આ મતભેદ હંમેશાં ચાલતા રહેતા હતા. આ જ રીતે રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે રવિન્દ્રને કિરણના મોબાઇલ ઉપર ફોન કર્યો. ત્યાર પછી બન્ને ની વચ્ચે ઘણો સમય ઝઘડો થયો. પછી પતિએ કહ્યું કે તું મરી કેમ નથી જતી. તેના પછી કિરણ ગુસ્સામાં બજાર માંથી સલ્ફોસ ખરીદી લાવી.

તેના થોડા સમય પછી રવિન્દ્રએ વિડિયો કૉલ કરી અને કિરણને પૂછ્યું કે હજુ તું મરી નથી? તેથી ગુસ્સામાં કિરણને રવિન્દ્રને સલ્ફોસનું પેકેટ બતાવ્યું. રવિન્દ્રે કહ્યું કે જ્યારે ઝેર લાવી છો, તો ખાઈને મારી સામે મરી જા. રવિન્દ્રનું આટલું કહેતા જ કિરણને ઝેર ખાઈ લીધું.

જે સમયે કિરણએ ઝેર ખાધું તેની પાસે તેની બે વર્ષની દીકરી સોના મોર્યા પણ બેઠી હતી. પોતાની માતાને તડપતા જોઈ સોના રડવા લાગી. તેના અડધા કલાક પછી રવિન્દ્રને કિરણના ગામમાં રહેતા કાકા ના દીકરા ભાઈ અમિત હર્ષ મોર્યાને ફોન કરી ને જણાવ્યું કે કિરણએ ઝેર ખાઈ લીધું. જેથી અમિત કિરણના મકાન ઉપર પહોંચ્યા અને તેને તાત્કાલિક કેરાકતના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ ગયા.

સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં કિરણની સ્થિતિ ગંભીર જોઈને ડોક્ટર દ્વારા જિલ્લા હોસ્પિટલ માટે રીફર કરાવી દીધી. જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે સાંજે 4 વાગ્યે કિરણ એ જીવ છોડી દીધો.

કુટુંબિજનો એ પોલીસ સ્ટેશનમાં આપી અરજી.

તે અંગે કોઈએ તેની માહિતી ઝારખંડમાં કિરણના કુરુંબીજનો ને આપી દીધી. ત્યાર પછી તાબડતોબ માં ને કિરણ ના કુટુંબિજનો ઝારખંડ થી જૌનપુર માટે રવાના થઈ ગયા. સ્થળ ઉપર પહોંચેલા પોલીસએ લાશ ને કબ્જા માં લઇને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવી. ત્યાં કિરણના પરિવારજનોએ રવિન્દ્ર વિરુદ્ધ આત્મહત્યા માટે ભડકાવવા બાબતમાં અરજી આપી દીધી છે. ત્યાર પછી પોલીસ તપાસમાં લાગી ગઈ છે.