ડોક્ટરને લોકો ભગવાન માને છે. ઓપરેશન દરમ્યાન ડોક્ટર જ એવી વ્યક્તિ હોય છે જેના પર વ્યક્તિનું જીવન અને મૃત્યુ નિર્ભર રહેલું હોય છે. પણ ઘણીવાર ડોકટરો પોતાની ફરજ ભૂલી જાય છે અને ખોટી રીતે પૈસા કમાય છે. એવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ.
કાનપુર શહેરના સર્વોદય નગરમાં એક ખાનગી હોસ્પિટલ દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ યુવકના મૃત્યુ પછી પણ, ઓપરેશનના નામ ઉપર કુટંબીજનો પાસેથી લાખોની વસુલાતનો કેસ સામે આવ્યો છે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રીપોર્ટસ દ્વારા ડોકટરોના એક કારસ્તાનનો ખુલાસો થયો છે. પીએમ રીપોર્ટમાં મૃત્યુ વધુ લોહી વહી જવાના કારણે જણાવવામાં આવ્યું છે.
આમ તો હજુ સુધી મરનારના કુટુંબીજનો તરફથી પોલીસમાં ફરિયાદ નથી આપવામાં આવી. રીપોર્ટસના જણાવ્યા મુજબ મરનારની ઓળખ ૧૮ વર્ષના રોહિત તરીકે થઇ છે, જે ઇલાહાબાદનો રહેવાસી હતો. રોહિત એક ખાનગી કંપનીમાં આસીસ્ટન ફિટરનું કામ કરતો હતો. આ કંપની કાનપુર ફરુખાબાદ રેલ્વે લાઈન ઉપર ઈલેક્ટ્રીફીકેશનનું કામ કરી રહી છે. બુધવારની સવારે ૧૨ કર્મચારીઓ પીકઅપ દ્વારા સાઈટ ઉપર જઈ રહ્યા હતા. બીલ્હોરમાં જીટી રોડ ઉપર અકસ્માત થઇ ગયો. તેમાં રોહિત ઘાયલ થઇ ગયો. કંપનીના મેનેજર હર્ષિતએ જણાવ્યું કે તેને સર્વોદય નગરમાં રહેલી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આરોપ છે કે ગુરુવારના રોજ ઓપરેશનના નામ ઉપર ડોકટરો એ બે વખત ૩.૩૦ લાખ રૂપિયા જમા કરાવ્યા. શુક્રવારના રોજ જયારે કંપનીના કર્મચારી રોહિતની ખબર જાણવા આઈસીયુ પહોંચ્યા, તો ડોકટરોએ તેના મૃત્યુની જાણકારી આપી. રીપોર્ટસના જણાવ્યા મુજબ, રોહિતના પીએમ કરવા વાળા ડોક્ટર્સનું કહેવું છે કે તેનું મૃત્યુ બુધવારની રાત્રે જ થઇ ગયું હતું.
જો કે હોસ્પિટલ તરફથી પોલીસે મોકલવામાં આવેલી સુચનામાં મૃત્યુનો દિવસ શુક્રવાર બતાવવામાં આવ્યો છે. પીએમ દરમિયાન મરનારના પેટની ઉપરનું પડ કપાઈ ગયું હતું. ટાંકાને કારણે ટેપ ચોંટાડવામાં આવી હતી. એટલું જ નહિ પેટની અંદરથી રૂ ના ૨૮ ટુકડા પણ મળ્યા છે. તેવામાં પ્રશ્ન એ ઉભો થાય છે કે જો રોહિત જીવતો હતો, તો તેના પેટમાં રૂ કેવી રીતે રહી ગયું. અને જયારે તે મરી ગયા હતા, તો તેનું શરીર આઈસીયુમાં કેમ રાખવામાં આવ્યું. સ્થાનિક પોલીસએ પીએમ રીપોર્ટ વાંચ્યા પછી આગળની કાર્યવાહીની વાત કરી છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે. અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.