પતિના મૃત્યુ પછી દાણા-દાણા માટે રખડતી પત્ની, એક દિવસ અચાનક યાદ આવી પતિની વાત અને બેંક જઈ પહોંચી મહિલા

મૃત્યુના 4 મહિના પહેલા મોટી કામગીરી કરી ગયા હતા પતિ, મહિલાને મળ્યા 10 લાખ

શિવપુર (મધ્ય પ્રદેશ). જીલ્લાની તહસીલ કોલારસનાં ખોંકર ગામના કામદારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. પતિના મૃત્યુ પછી પત્ની દાણા-દાણા માટે રખડતી થઈ ગઈ. એક દિવસ તેને યાદ આવ્યું કે પતિ ને બેંકમાં પાંચ સો રૂપિયાનો પોતાનો વ્યક્તિગત વીમો કરાવ્યો હતો.

પત્ની બેન્ક પહોચી અને અધિકારીઓ સાથે તે સંબંધમાં વાતચીત કરી. મહિલાની સુઝુબઝ કામ લાગી અને એસબીઆઇ શાખા કોલારસે શુક્રવારે મહિલાને બોલાવી. બેંક અધિકારીઓએ મહિલાને 10 લાખ રૂપિયાની ક્લેમની રકમનો ચેક સુપરત કર્યો.

માહિતી મુજબ : મૃતક ભાગીરથ પરિહાર (35) ને ટ્રક એ ટક્કર મારી દીધી હતી. જેના કારણે તેની પત્ની અને ત્રણ બાળકો ઉપર દુઃખનો પર્વત તૂટી પડ્યો. પણ પત્ની શશી પરિહારને યાદ આવ્યું કે પતિએ બેંકમાં વ્યક્તિગત વીમો કરાવવાની વાત કરી હતી. શશી પતિની પાસબુક અને અન્ય કાગળ સાથે એસબીઆઈ શાખા એબી રોડ કોલારસ પહોંચી.

શાખામાં બેંક અધિકારીઓને પતિના મૃત્યુની માહિતી અને વ્યક્તિગત વીમો કરાવવાની માહિતી આપવામાં આવી. અધિકારીઓ એ એકાઉન્ટની માહિતી કાઢી. જેમાં સામે આવ્યું કે મૃત્યુના ચાર મહિના પહેલા જ ભાગીરથ દ્વારા 500 રૂપિયા વાર્ષિક યોજનામાં વ્યક્તિગત અકસ્માત વીમો કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ થઇ ગયા પછી નોમીની તરીકે પત્ની આ વીમા ક્લેમની રકમની હક્કદાર છે.

એસબીઆઈ શાખા કોલારસના મેનેજર રાજેશ કુમારએ જણાવ્યું કે ભાગીરથ દ્વારા પોતાના ખાતા માંથી 500 રૂપિયાના વ્યક્તિગત અકસ્માત વીમો કરાવી લીધો હતો. મહિલાએ આવીને સંપર્ક કર્યો. તો તેમણે 27 ફેબ્રુઆરીએ વીમા ક્લેઇમ ફાઇલ કમ્પલીટ કરી લીધી.

ઔપચારિકતા પૂર્ણ થવા પર શુક્રવારે સ્ત્રીને બેંકમાં બોલાવીને ચેક આપવામાં આવે છે. તેમણે બીજા લોકોને પણ જણાવ્યું કે પાંચ સો ની પ્રીમિયમ રકમ ઉપર દસ લાખ રૂપિયા અને એક હજારની પ્રીમિયમ રકમ ઉપર બેંક દ્વારા 20 લાખ રૂપિયાનો અકસ્માત વીમાનો દાવો આપે છે.

મહિલા બોલી – બાળકોના અભ્યાસ અને પાલનપોષણ ઉપર ખર્ચ કરીશ :-

મૃતકની પત્ની શશીનું કહેવું છે કે તે પતિ દ્વારા વીમો કરાવવાથી તેને આર્થિક સહાય મળી છે. વીમા કલેમ રૂપે મેળવેલ 10 લાખ રૂપિયા ઉપર 8, 12 અને 13 વર્ષના બાળકોને શિક્ષણ અને પાલન પોષણ ઉપર ખર્ચ કરશે.

તમે પણ ઉતારી લેશો આ રીતનો વીમો “ના કરે ને નારાયણ કાઈ આપણને થાય તો આપણી પાછળ આપણા પર નિર્ભર વ્યક્તિનું શું થાય?” માટે “ચેતતા નર સદા સુખી.”

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.